યુક્રેનમાં મોટી રાજકીય હલચલ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ બુધવારે યુક્રેનના કાળા સમુદ્રના બંદર શહેર ઓડેસાનું નેતૃત્વ કરવા માટે ભૂતપૂર્વ પ્રાદેશિક ગવર્નરની નિમણૂક કરી, જેના કારણે તેમને આપમેળે બરતરફ કરવામાં આવ્યા. ડિનિપ્રોપેટ્રોવસ્ક પ્રદેશનું નેતૃત્વ કરી ચૂકેલા સેરહી લિસાકની નિમણૂક, રશિયન પાસપોર્ટ હોવાના આરોપસર મેયર હેનાડી ટ્રૂખાનોવને હટાવ્યાના એક દિવસ પછી આવી. લિસાક નવા બનાવેલા શહેર લશ્કરી […]
Author: JKJGS
દીકરીને માતા-પિતાએ માતાનો અવતાર બનાવી રૂપિયા કમાવાનું સાધન બનાવ્યું
કામરેજના વેલંજા ગામની પાછળ, યમુના રેસીડેન્સીની સામે લેકવ્યુ સોસાયટીમાં રહેતા બરવાળીયા પરિવારે દિકરીને ભૂઈ (માતા) બનાવી છેલ્લા 10થી 12 વર્ષથી શ્રધ્ધાળુઓ સાથે યેનકેન છેતરપિંડી કરનાર માતા-પિતાના ગોરખધંધાનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે પોલીસની મદદથી પર્દાફાશ કર્યો હતો. મૂળ અમરેલી જિલ્લાના બાબાપુર વાંકિયાના જયસુખ ઉર્ફે જયેશભાઈ જીણાભાઈ બરવાળીયા, પ્રિયાબેન ઉર્ફે પુષ્પાબેન ભાવનગર જિલ્લાના ડમરાળા ગામના બંને […]
રાજસ્થાનથી સુરતમાં MD ડ્રગ્સની ડિલિવરી કરવા આવેલા બે ઝડપાયા
સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે નશીલા પદાર્થોની હેરાફેરી વિરુદ્ધની ઝુંબેશમાં વધુ એક મોટી સફળતા મેળવી છે. ક્રાઇમ બ્રાન્ચે ગોડાદરા વિસ્તારની એક OYO હોટેલ પર દરોડો પાડીને રાજસ્થાનના પાલી જિલ્લામાંથી એમડી ડ્રગ્સનું વેચાણ કરવા આવેલા 2 પેડલર ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી 25.29 ગ્રામ એમડી ડ્રગ્સ સહિત કુલ્લે 287900 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. OYO […]
ગાંધીનગરમાં ૮ દેશોના ૩૨ શિબિરાર્થીઓ બન્યા સહભાગી
જૈન શ્વેતામ્બર તેરાપંથ ધર્મસંઘના અગિયારમા અધિશાસ્તા, અહિંસા યાત્રા પ્રણેતા, શાંતિદૂત આચાર્ય મહાશ્રમણજીની પાવન સન્નિધિમાં હાલ આંતરરાષ્ટ્રીય પ્રેક્ષાધ્યાન શિબિરનું આયોજન થઈ રહ્યું છે. આ શિબિરમાં રશિયા, યુક્રેન, સર્બિયા, એસ્ટોનિયા, શ્રીલંકા, નેપાળ સહિત ૮ દેશોના ૩૨ શિબિરાર્થીઓ પ્રેક્ષાધ્યાન દ્વારા આત્માને નિર્મળ બનાવવા માટેનો અભ્યાસ કરી રહ્યા છે. મંગળવારે ‘વીર ભિક્ષુ સમવસરણ’ ખાતે મુખ્ય પ્રવચન કાર્યક્રમ દરમિયાન આ […]
અમદાવાદમાં વિવિધ શહેરોના મેયરો અને તેમના પ્રતિનિધિ મંડળો આવ્યા, શહેરીકરણને લઈને ચર્ચા થશે
આજથી બે દિવસ માટે અમદાવાદમાં ‘નેશનલ અર્બન કોન્ક્લેવ’ તેમજ ‘ મેયોરલ સમિટ’નું આયોજન કરવામાં આવ્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે આ કોન્કલેવનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે. જેનું ઉદ્ઘાટન રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, આજે અમદાવાદ વિકાસ કરી રહ્યું છે. અનેક […]
દ્વારકા-સલાયાના વહાણોની ઈમીગ્રેશન પ્રક્રિયા બંધ
દેવભુમિ દ્વારકા જિલ્લાના સલાયા ખાતે સરકારના લગત વિભાગ દ્વારા 1 સપ્ટેમ્બરથી વાહણોની ઈમીગ્રેશન પ્રક્રિયા બંધ કરી છે. જે અન્યાયકર્તા અને દેશના રાજ્યના અર્થતંત્રને નુકશાનકર્તા છે. હાલમાં ચોમાસાનું વેકેશન પુર્ણ થતાં અને મંજુરી મળતાં અનેક વહાણો માલ-સામાન ભરીને વિદેશમાં જવા માટે તૈયાર છે. પરંતુ અમુક વહાણોની પહેલી સપ્ટેબરે ઈમીગ્રેશન પ્રક્રિયા પુર્ણ થયેલ અને ત્યારબાદ સલાયા ખાતે […]
જામનગરમાં 6 વર્ષમાં 33159 વાહનોને ઇ-મેમો મળવા છતાં પણ દંડ ન ભર્યા
જામનગર શહેરમાં પોલીસ વિભાગ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં 350થી વધુ સીસી ટીવી કેમેરાઓ ફીટ કરીને એસપી કચેરી કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમથી સંચાલન કરવામાં આવે છે. જેમાં ટ્રાફીક નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકોને ઈ-ચલણ મેમો આપવામાં આવે છે. વર્ષ 2019થી અપાતા ઈ-ચલણના 68,956 મેમો આપવામાં આવ્યા હતા. જેમાં ઈ-મેમો ચલણ ન ભરનાર 33159 વાહન ચાલકોએ ઈ-મેમો ભરવા […]
જામનગરમાં ઐતિહાસિક ઇમારતો રોશનીથી ઝળહળી
જામનગર શહેરમાં દિવાળી પર્વ નિમિત્તે ઐતિહાસિક ઇમારતો અને સરકારી કચેરીઓને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવી છે. શહેરભરમાં દિવાળીનો માહોલ જામ્યો છે.શહેરની ઓળખ સમાન રણમલ તળાવ (લાખોટા કોઠો) અને તાજેતરમાં જ રેસ્ટોરેશન પામેલા ભૂજીયા કોઠા પર વિશેષ લાઇટ ડેકોરેશન કરવામાં આવ્યું છે. આ મનમોહક દ્રશ્યો તળાવની પાળે એક આકર્ષક વાતાવરણ ઊભું કરી રહ્યા છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા […]
સપ્ટેમ્બર ક્વાર્ટરમાં IREDAના નફામાં ૪૧%નો ઉછાળોપ!!
ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી લિમિટેડ એ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ.૫૪૯ કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો, જે વર્ષદરમિયાન ૪૧.૫%નો ઉછાળો દર્શાવે છે. કંપનીના નફામાં આ વધારો મજબૂત એસેટ ક્વોલિટી અને વધેલા લોન સેન્ક્શનને કારણે થયો છે. કંપનીનું નેટ ઇન્ટરેસ્ટ ઇનકમ ૪૯.૫% વધીને રૂ.૮૧૭ કરોડ થયું છે. સાથે જ ગ્રોસ એનપીએ ઘટીને ૩.૯૭% રહ્યું, જે સુધરેલા ક્રેડિટ મેનેજમેન્ટનું […]
કતાર એરવેઝની દોહા-હોંગકોંગ ફ્લાઇટને હવામાં ટેકનિકલ ખામી સર્જાતા અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી
મંગળવારે બપોરે દોહાથી હોંગકોંગ જતી કતાર એરવેઝની ફ્લાઇટમાં ટેકનિકલ સમસ્યા સર્જાતા તેને અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી હતી. એરલાઇને પુષ્ટિ આપી હતી કે ફ્લાઇટ ઊઇ૮૧૬ એ બપોરે ૨:૩૦ વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર સાવચેતી માટે ઇમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. એરલાઇનના એક સત્તાવાર નિવેદન અનુસાર, “કતાર એરવેઝની ફ્લાઇટ ઊઇ૮૧૬ ને દોહાથી હોંગકોંગ જતી ફ્લાઇટ ઊઇ૮૧૬ ને ટેકનિકલ સમસ્યાને […]










