Gujarat

વિદેશ મોકલવાના નામે અરવલ્લીના યુવક સાથે ₹1.10 લાખની છેતરપિંડી

વડોદરામાં વિદેશમાં નોકરી અપાવવાના બહાને છેતરપિંડી આચરતા બે વિઝા એજન્ટો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અરવલ્લીના બાયડ તાલુકાના ચોઘલા ગામના ખેડૂત યુવક મીતકુમાર પટેલને દુબઈમાં વર્ક પરમિટ અપાવવાની લાલચ આપી વડોદરાના બે શખ્સે કુલ રૂ. 1.10 લાખ પડાવી લીધા હતા. નાણાં મેળવ્યા બાદ પણ વિઝા કે મેડિકલ ન કરાવી છેતરપિંડી આચરવામાં આવતાં યુવકે ફરિયાદ નોંધાવી […]

Gujarat

જૂનાગઢમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી: ભવનાથમાં સાધુ-સંતો અને માળીયા હાટીનામાં રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરીયા દ્વારા ધ્વજવંદન કરાયું​

​જૂનાગઢ જિલ્લામાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અત્યંત ઉત્સાહ, ગર્વ અને દેશભક્તિસભર વાતાવરણમાં ભવ્ય રીતે કરવામાં આવી હતી. આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે જૂનાગઢ શહેર તેમજ વિવિધ તાલુકાઓ, શાળાઓ, કૉલેજો અને શૈક્ષણિક તથા સામાજિક સંસ્થાઓમાં આણ, બાન અને શાન સાથે ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા હતા. સમગ્ર જૂનાગઢ પંથક દેશભક્તિના રંગે રંગાયો હતો અને તમામ નાગરિકોમાં અનોખો રાષ્ટ્રીય જુસ્સો […]

Gujarat

વંથલીમાં ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ કાર્યક્રમ

જૂનાગઢ જિલ્લાના વંથલી માર્કેટિંગ યાર્ડ ખાતે આજે ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ અને સ્થાનિક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે દેશના વિભાજન દરમિયાન અસહ્ય પીડા અને સંઘર્ષનો સામનો કરનાર લાખો નિર્દોષ નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ૧૪ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ થયેલા ભારતના વિભાજનની ઘટનાએ દેશના ઇતિહાસમાં […]

Gujarat

શ્રાવણની શરૂઆતમાં જ નરેડી ગામની વાડીમાંથી જુગારધામ ઝડપ્યું

​શ્રાવણ મહિનાની શરૂઆત થતાં જ પત્તા પ્રેમીઓની જાણે કે મોસમ આવી હોય તેમ છેલ્લા ઘણા સમયથી જૂનાગઢ પોલીસ દ્વારા વાડી વિસ્તાર અને સીમ વિસ્તારમાંથી જુગારના અનેક કેસો પકડી પાડવામાં આવ્યા છે. આ ઝુંબેશ અંતર્ગત જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે નરેડી ગામમાંથી જુગાર રમતા 8 જુગારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે. વંથલીના નરેડી ગામના વાડી વિસ્તારમાં ​ક્રાઇમ બ્રાન્ચે દરોડો […]

Gujarat

સૈનિક સ્કૂલ બાલાચડીમાં ઇન્ટર હાઉસ સ્પર્ધાનું સફળ આયોજન

જામનગર સ્થિત સૈનિક સ્કૂલ બાલાચડી ખાતે શૈક્ષણિક સત્ર ૨૦૨૬-૨૭ માટે ‘ઇન્ટર હાઉસ સ્વિમિંગ ચેમ્પિયનશિપ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં સરદાર પટેલ હાઉસે ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો હતો. આ સ્પર્ધામાં છ સિનિયર હાઉસ, બે જુનિયર હાઉસ અને ગર્લ્સ ટીમે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધા દરમિયાન ૨૫ મીટર ફ્રીસ્ટાઇલ, ૨૫ મીટર બ્રેસ્ટસ્ટ્રોક, ૨૫ મીટર બેકસ્ટ્રોક અને ૪×૨૫ […]

Gujarat

જામનગરમાં સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે તિરંગા યાત્રા યોજાઈ

સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ જામનગરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં હજારોની સંખ્યામાં નગરજનો ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર શહેર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. આ વિશાળ તિરંગા યાત્રામાં નાના બાળકોથી લઈને વડીલો સુધીના હજારો નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે “ભારત માતા કી જય” અને “વંદે માતરમ”ના નારાઓથી […]

Gujarat

જામનગરમાં 80મા સ્વતંત્રતા પર્વની ઉજવણી

મેયર મોનિકાબેન વ્યાસે ધ્વજવંદન કર્યું, બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યાં જામનગર શહેરમાં 80મા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. શહેરના વોર્ડ નંબર 3 માં યોજાયેલા મુખ્ય કાર્યક્રમમાં જામનગરના મેયર મોનિકાબેન વ્યાસના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમ સહિત સ્થાનિક આગેવાનો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો અને બાળકો […]

Gujarat

પાદરા પોલીસે ગણેશ મંડળો સાથે બેઠક યોજી

પાદરા પોલીસ સ્ટેશન ખાતે આગામી ગણેશ મહોત્સવની તૈયારીઓ સંદર્ભે ગણેશ મંડળોના આયોજકો અને અગ્રણીઓ સાથે એક બેઠક યોજાઈ હતી. પાદરા પી.આઈ. પી.વી. ગોહિલની અધ્યક્ષતામાં આ બેઠકમાં શ્રીજીની આગમન યાત્રા અને શોભાયાત્રાના આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં પાદરા નગરપાલિકાના પ્રમુખ દિપેશભાઈ પંચાલ, નગરપાલિકાના સદસ્યો, વિવિધ હિન્દુ સંગઠનોના પ્રતિનિધિઓ અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત […]

Gujarat

વડોદરાની 15 વર્ષની કિશોરીનું ઝારખંડના યુવકે અપહરણ કર્યું

વડોદરાની 15 વર્ષની કિશોરીનું ઝારખંડના યુવકે અપહરણ કર્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. યુવકે કિશોરીને પ્રેમ જાળમાં ફસાવી હતી અને લગ્ન કરવાની લાલચ આપીને કિશોરીને ઝારખંડ લઈ ગયો હતો. આ મામલે જેપી રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેને આધારે પોલીસે બન્નેની શોધખોળ શરૂ કરી છે. ચોકલેટ લેવા જવાનું કહી ઘર નજીકની દુકાને ગયા 25 […]

Entertainment

રાની મુખર્જીને લા ટ્રોબ યુનિવર્સિટી તરફથી માનદ ડોક્ટરેટની પદવી એનાયત, શાહરુખ પછી બીજા ભારતીય અભિનેતા બન્યા

બોલિવૂડ અભિનેત્રી રાની મુખર્જીને ઓસ્ટ્રેલિયાની લા ટ્રોબ યુનિવર્સિટી દ્વારા માનદ ડોક્ટર ઓફ લેટર્સ (ડી. લિટ.) ની ઉપાધિ એનાયત કરવામાં આવી છે. ૧૪ ઓગસ્ટના રોજ મેલબોર્નના ફેડરેશન સ્ક્વેર ખાતે ભારતીય ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્ન ૨૦૨૬ ના ભાગ રૂપે આયોજિત એક ખાસ સમારોહમાં બોલિવૂડ અભિનેત્રીને આ પદવી એનાયત કરવામાં આવી હતી. માનદ પદવી મુખર્જીએ લગભગ ત્રણ દાયકાથી […]