અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલા પરિષ્કાર-1 એપાર્ટમેન્ટમાં સી બ્લોકમાં ચોથા માળ પર આગ લાગવાની ઘટના બની છે. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા 7 ફાયર બ્રિગેડની ગાડીઓ અને પોલીસ હાલમાં ઘટના સ્થળે પહોંચી છે. આગ લાગતા ફ્લેટના તમામ રહીશો નીચે દોડી આવ્યા હતા મોટી સંખ્યામાં ભીડ એકત્રિત થઈ છે. આગમાં ફસાયેલા 18 જેટલા લોકોને હાલમાં ફાયર […]
Author: JKJGS
થર્ડ પાર્ટીને શંકા જતાં તપાસ માટે પહોંચી; ઘરમાં સહારા વિના ઉભી રહી નહોંતો શકતો ને ટપરી પર ચા બનાવતો નજરે પડ્યો
રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારની શ્રી સમર્પણ હોસ્પિટલમાં રૂપિયા 40 લાખનો બોગસ ક્લેઇમ થયો હોવાનું સામે આવ્યું છે. દર્દી મયુર છુંછારને પેરાલિસિસની અસર થઈ હોવાનો બોગસ રિપોર્ટ બનાવી ખોટો ક્લેઇમ કરવામાં અવતા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જેમાં સમર્પણ હોસ્પિટલના ડો. મેહુલ સોલંકીએ કરેલા કાગળમાં દર્દીને ડાબી બાજુ પેરાલિસીસનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યું. જ્યારે સમર્પણ […]
18 વોર્ડમાં 288 હોદ્દા પર નિમણૂક કરાઈ પ્રમુખ અને મહામંત્રીમાં પાટીદાર-આહીર સમાજનું વર્ચસ્વ
થોડા દિવસો પહેલાં રાજકોટ શહેર ભાજપના વોર્ડ પ્રમુખ, મહામંત્રી સહિતનું માળખું જાહેર કરાયું છે અને હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ લિસ્ટ જાહેર કર્યું ત્યારથી જ અંદરખાને ઉકળતો ચરુ ધીમે ધીમે બહાર પ્રસરી રહ્યો છે. કેટલાક હોદ્દેદારોએ તો લિસ્ટ જાહેર થયું તેની ગણતરીની કલાકોમાં જ મૌખિક અને લેખિત રાજીનામા આપી દીધા […]
બદલો લેવા 12 શખ્સોએ ઘરમાં આગ લગાડી, આઠની ધરપકડ
ભાવનગરના રૂવાપરી રોડ પર આવેલી મહાકાળી વસાહતમાં એક ગંભીર ઘટના સામે આવી છે. અગાઉની હત્યાનો બદલો લેવા માટે 12 શખ્સોએ ત્રણ રહેણાંક મકાનોમાં આગ લગાડી દીધી છે. આરોપીઓએ સોડા બોટલમાં જ્વલનશીલ પ્રવાહી ભરીને મકાનોને સળગાવ્યા હતા. ઘટના અંગે ઘોઘા રોડ પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે 12 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને 8 શખ્સોની […]
તાપમાનનો પારો 2 ડિગ્રી ઘટીને 39.2 ડિગ્રી, 28 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન
ભાવનગરમાં ગરમીની સ્થિતિમાં થોડી રાહત જોવા મળી છે. તાપમાનનો પારો 2 ડિગ્રી ઘટીને 39.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો છે. આજે 28 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા લોકોને ગરમીથી રાહત મળી છે. છેલ્લા એક સપ્તાહના તાપમાનની વાત કરીએ તો 6 એપ્રિલે 40.4 ડિગ્રી, 7 એપ્રિલે 40.7 ડિગ્રી, 8 એપ્રિલે 39.4 ડિગ્રી, 9 એપ્રિલે 41.2 ડિગ્રી અને […]
વિરોધ પ્રદર્શનની આશંકા વચ્ચે જામનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત
જામનગર તાલુકાના નંદપુર ગામ નજીક આવેલા ઉંડ-1 ડેમમાંથી આજે સવારે પાણી છોડવામાં આવ્યું છે. વિરોધ પ્રદર્શનની આશંકાને પગલે સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જામનગર સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેરે જિલ્લા પોલીસ વડાને પત્ર લખીને સુરક્ષા વ્યવસ્થાની માંગણી કરી હતી. ઉંડ-1 સિંચાઈ યોજના હેઠળ સાત ગામો ડૂબમાં ગયા હતા. આ ગામોમાંથી 17 નવા ગામોનું […]
છોટાઉદેપુર વિધાનસભા મત વિસ્તારમાં આવેલ ઝોઝ જિલ્લા પંચાયતના વિવિધ ગામોમાં પ્રાથમિક શાળાના નવીન ઓરડાઓ તેમજ રોડ રસ્તા અને સ્લેબડ્રેનનું અંદાજિત આઠ કરોડ ઉપરાંતના કામોનું ખાતમુહુર્ત સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું, લોકોએ અને સાંસદ અને ધારાસભ્યએ રાજ્યના મુખ્યમંત્રી અને વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો હતો
છોટાઉદેપુર વિધાનસભા મત વિસ્તારમાં આવેલ ઝોઝ જિલ્લા પંચાયતના વિવિધ ગામો જેવા કે લીંબાની ગામે પ્રાથમિક શાળાના બે ઓરડાઓનું કામ – 30 લાખના ખર્ચે, ડુંગરભીત પ્રાથમિક શાળામાં ચાર ઓરડાઓ તેમજ રિપેરિંગ કામનું કામ – 90 લાખના ખર્ચે, ડોબાચાપરા ગામે પ્રાથમિક શાળાના બે ઓરડાઓનું કામ – 30 લાખના ખર્ચે, કેવડી પ્રાથમિક શાળામાં રીપેરીંગ ખર્ચનું કામ – 15 […]
પાનવડ ખાતે ટીબી રોગના દર્દીઓ ને દત્તક લઇ પૌષ્ટિક આહાર કીટ વિતરણમાં સહયોગ કરનાર દાતાઓની શિબિર યોજાઈ
નેશનલ ટીબી નાબુદી કાર્યક્રમ હેઠળ પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન ઝૂંબેશ અંતર્ગત ટીબી રોગના દર્દીઓને નિક્ષય મિત્ર બની દત્તક લઇ પૌષ્ટિક આહાર કીટ વિતરણમાં સહયોગ આપી શકે તેવા સેવાભાવી દાતાઓની પાવીજેતપુરના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં વેપારીઓ,સરપંચો,આગેવાનો સહિત સેવાભાવી દાતાઓની પંચ પાંડેશ્વર મહાદેવ મંદિર પાનવડ ખાતે બેઠક યોજાઇ હતી. જેમાં ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાએ પ્રધાનમંત્રી ટીબી મુક્ત […]
સાવરકુંડલાના યુવાન ઓર્ડીનરી સુબેદારમાંથી નિવૃત થતા અમરેલી જીલ્લા કોંગ્રેસ પરીવારે ભવ્ય સ્વાગત કરીને શુભેચ્છા પાઠવી
સાવરકુંડલા શહેરના વતની અને ભારતીય સેના આર્મીમાં જૂનીયર કમિશન ઓફિસર યોગેશ બળવંતરાય જાની દેશના જુદા જુદા રાજ્યો અને સરહદોની ૨૧ વર્ષ સુધી રક્ષા કરીને વયમર્યાદાથી નિવૃત થઈ પોતાના ઘરે સાવરકુંડલા પરત ફરતા અમરેલી જિલ્લા કોંગ્રેસ પરિવાર દ્વારા તેમની રાષ્ટ્ર સેવા બદલ ફુલહાર, શાલ ઓઢડી સન્માનિત કરવામાં આવ્યા હતા આ તકે અમરેલી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ અને […]
સાવરકુંડલાના લુવારા ગામે ધોમધખતા અંગ દઝાડતાં તાપમાં છેલ્લા પંદર દિવસથી બાપા સીતારામ મઢુલી ખાતે શરબત વિતરણ કરતા શ્રી દાનેવ યુવા ગ્રુપના યુવાનો
સાવરકુંડલા તાલુકાના લુવારા ગામે આવેલ શ્રી દાનેવ યુવા ગ્રુપ દ્વારા છેલ્લા પંદર દિવસથી બાપા સીતારામ મઢુલી પર ઠંડા શરબતનું સેવા કાર્ય અવિરતપણે કરી રહ્યા છે. સૌ પ્રથમ કરેલ આયોજન મુજબ આ કાળઝાળ અંગ દઝાડતી ગરમીમાં બે દિવસ વિતરણ કરવાનું આયોજન કરેલ. પરંતુ વઘારે તડકો જોતા એવું લાગ્યું કે હજુ થોડો સમય વિતરણ શરૂ રાખીએ એમ […]










