Gujarat

છેલ્લા 4 દિવસથી મહત્તમ તાપમાન 36-40 ડિગ્રી વચ્ચે સ્થિર, આગામી દિવસોમાં વધારો થવાની શક્યતા

ભાવનગર જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી તાપમાનમાં સ્થિરતા જોવા મળી રહી છે. મહત્તમ તાપમાન 36.5થી 39.7 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે નોંધાયું છે. જોકે, બપોરના સમયે લોકોને કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગના આંકડા મુજબ, સોમવારે મહત્તમ તાપમાન 39.2 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી નોંધાયું હતું. મંગળવારે મહત્તમ તાપમાન વધીને 39.7 ડિગ્રી થયું હતું. બુધવાર […]

Gujarat

સ્ટેશન રોડ અને છત્રાલ ગામમાં અલગ-અલગ તકરારમાં કુલ 6 લોકો ઘાયલ

કલોલ શહેર અને તાલુકામાં ધૂળેટીના પર્વની ઉજવણી દરમિયાન બે અલગ-અલગ સ્થળોએ હિંસક ઘટનાઓ સામે આવી છે. પ્રથમ ઘટના કલોલ શહેરના સ્ટેશન રોડ પર એસટી બસ ડેપો નજીક બની હતી. બાઇક અકસ્માતને લઈને થયેલી તકરારમાં 15થી 20 લોકોના ટોળાએ લોખંડની પાઇપ અને ઈંટો વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થઈ હતી. ઘાયલોમાંથી […]

Gujarat

મુંબઈના ડીજે પર્લના તાલે યુવાનો ઝૂમ્યા, કિર્તીદાન ગઢવીએ યુવાનોને મનોરંજન પૂરું પાડ્યું

ગાંધીનગરમાં ધુળેટી પર્વની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી. પાટનગરમાં પહેલી વાર મુંબઈની ખ્યાતનામ ડીજે પર્લ એન્ડ ગ્રુપે ‘રંગરેવ’ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ લોકકલાકાર કિર્તીદાન ગઢવીએ ખાસ હાજરી આપી યુવાનોને મનોરંજન પૂરું પાડ્યું હતું. આયોજકોએ કેમિકલ ફ્રી રંગોથી ધુળેટીની રમઝટ જમાવી હતી. કાર્યક્રમમાં રેઇન ડાન્સ અને મુલતાની માટીનું મડ સેટઅપ વિશેષ આકર્ષણનું કેન્દ્ર […]

Gujarat

રાજ્યપાલ દેવવ્રત સાથે અધિકારીઓ-કર્મચારીઓએ હોળી રમી, રાજસ્થાની કલાકારોની પ્રસ્તુતિ

ગાંધીનગર રાજભવન ખાતે હોળી-ધૂળેટીનો રંગોત્સવ ઉમંગભેર ઉજવાયો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજભવન પરિવારના સભ્યો સાથે પરંપરાગત રીતે હોળી રમી હતી. રાજભવનના અધિકારીઓ, કર્મચારીઓ અને સુરક્ષા કર્મીઓ તેમના પરિવાર સાથે આ ઉત્સવમાં જોડાયા. નાના બાળકોએ ઉત્સાહપૂર્વક રાજ્યપાલને રંગ લગાવ્યો હતો. રાજ્યપાલે પણ સૌને પ્રેમથી રંગ-ગુલાલ લગાવ્યો હતો. કાર્યક્રમમાં રાજસ્થાની લોકકલાકારોએ વિશેષ પ્રસ્તુતિ આપી હતી. તેમણે ડફલી […]

Gujarat

રવેશિયા ગામ પાસે કારખાનેદારની કાર બળીને ખાખ, ચાલક-મુસાફરનો આબાદ બચાવ

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં એક ગંભીર બનાવ સામે આવ્યો છે. રવેશિયા ગામ પાસે એક કારખાનેદારની મોટરકારમાં અચાનક આગ લાગી હતી. કાલાવડથી રવેશિયા તરફ જતી કારમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. આગની જાણ થતાં જ રવેશિયા ગામના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ તરત જ કાલાવડ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમે […]

Gujarat

દરેડ બાયપાસ પાસે બાઇક પરથી ચાર બોટલ અંગ્રેજી દારૂ મળ્યો, એક શખ્સની ધરપકડ

જામનગર શહેરમાં ગઈકાલે રાત્રે ટ્રાફિક પોલીસે દરેડ બાયપાસ વિસ્તારમાં સફળ કાર્યવાહી કરી છે. એપલ ગેટ નજીક વાહન ચેકિંગ દરમિયાન પોલીસે એક શંકાસ્પદ બાઇકને રોક્યું હતું. પીએસઆઈ એ.એચ.ચોવટ અને તેમની ટીમે બાઇકની તપાસ કરતાં તેમાંથી અંગ્રેજી દારૂની ચાર બોટલ મળી આવી હતી. બાઇક ચાલકની પૂછપરછમાં તેણે પોતાની ઓળખ રાજુ મઘોડિયા તરીકે આપી હતી. તે દરેડ વિસ્તારનો […]

Gujarat

ચલાલાના સાંઈ મંદિરના પૂજારી રાજુભાઈ જાનીની વ્હારે આવ્યું સાવરકુંડલા ખાતે આવેલ લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર

રાજુભાઈનું કહેવું હતું કે તમામ પ્રોસેસ કર્યા પછી પણ કાર્ડ રીજેકટ થતું હતું. જેનું કારણ દર્શાવવામાં આવતું ન હતું.!!! સરકારશ્રીએ પણ આવા સંવેદનશીલ વિષય પ્રત્યે યોગ્ય નિર્ણય લઈ લાયક લોકોના આયુષ્યમાન કાર્ડ કાઢી આપવા માટે સિસ્ટમમાં પારદર્શકતા દાખવવી જોઈએ. આખરે થાકી હારીને સાવરકુંડલા ખાતે આવેલ શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરનો સંપર્ક કરી તમામ આપવીતી ડો. […]

Gujarat

છોટાઉદેપુર પોલીસ પરિવારે ધુળેટીની કરી મજેદાર ઉજવણી કરાઈ છે. રંગો, પાણી અને ડીજેના તાલે નાચગાન સાથે પોલીસ હેડક્વાર્ટર ખાતે ઉજવણી થઈ હતી

છોટાઉદેપુર જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે આજે ધુળેટીની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી. જિલ્લા પોલીસના જવાનો, ઉચ્ચ અધિકારીઓ અને તેમના પરિવારજનોએ આ ઉજવણીમાં ભાગ લીધો હતો.પોલીસ હેડક્વાર્ટર ખાતે વિવિધ રંગોની છોળો ઉડી. પાણીની ટેન્કરમાંથી પાણી છંટકાવ કરવામાં આવ્યો હતો. ડીજેના તાલે સૌએ નાચગાન કરીને ધુળેટીના પર્વની મજા માણી હતી.જિલ્લા પોલીસ વડા ઈમ્તિયાઝ શેખે આ પ્રસંગે જિલ્લાવાસીઓ અને […]

Gujarat

છોટાઉદેપુરમાં 105 વર્ષથી ભરાતો ચુલનો મેળો આજેપણ યથાવત છે. ધગધગતા અંગારા ઉપર આદિવાસીઓએ ચાલી બાધા પૂર્ણ કરી છે

આદિવાસી પંથકમાં મુખ્ય તહેવાર હોળી માં તમામ કામકાજ છોડી હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરતો આદિવાસી સમાજ પરંપરાગત રીતે આજે પણ નિયમબદ્ધ છે. છોટાઉદેપુર આદિવાસી જિલ્લામાં હોળી મુખ્ય તહેવાર છે. હોળી પહેલા અને પછી પણ આદિવાસી વિસ્તારોમાં ભંગોરીયાના હાટ તથા મેળાઓની શરૂઆત થઇ જાય છે. છોટાઉદેપુર એસ એફ હાઈસ્કૂલની પાછળ સરકારી હોળી તરીકે જાણીતી હોળી પ્રગટે છે. […]

Gujarat

છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષ સહિતના સભ્યોએ છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય સહિત અધિકારીઓ સાથે મુલાકાત કરી

છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ મંજુલાબેન કોલી, નગરપાલિકાના ઉપપ્રમુખ પરવેઝભાઈ મકરાણી, નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ અલ્પાબેન શાહ સહિતના સભ્યોએ છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, પ્રાંત અધિકારી વિમલ બારોટ અને નિવાસી અધિક કલેકટર શૈલેષ ગોકલાની સાથે મુલાકાત કરી હતી. નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષ એ મુલાકાત લઈને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા પણ કરી હતી. રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર