Gujarat

ગાંધીનગરમાં ફિટ ઈન્ડિયા ઈવેન્ટમાં દેશભક્તિનો ઉત્સાહ છવાયો

સમગ્ર દેશમાં 26 જુલાઈના રોજ કારગિલ વિજય દિવસની 27મી વાર્ષિક મહોત્સવ તરીકે ઉત્સાહ અને દેશભક્તિ સાથે ઉજવણી કરવામાં આવી છે. ગાંધીનગરમાં પણ ફિટ ઈન્ડિયા-સન્ડેઝ ઓન સાયકલ રેલીની 83મી આવૃત્તિનું આયોજન કારગિલ વિજય દિવસની થીમ હેઠળ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સશસ્ત્ર દળોના જવાનો અને નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા. કારગિલ યુદ્ધના શહીદો માટે મૌન પાળવામાં […]

Gujarat

સુરતમાં પૂરના પાણી ઓસરતાં જ સફાઈ કામગીરી શરૂ

સુરત શહેરમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને તેને પગલે ઊભી થયેલી પૂર જેવી સ્થિતિ બાદ હવે પરિસ્થિતિ ઝડપથી સામાન્ય થઈ રહી છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાંથી પાણી ઓસરવાના શરૂ થતાં જ સુરત મહાનગરપાલિકાનું તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું છે. નાગરિકોની સલામતી, આરોગ્ય અને સુવિધાને પ્રાથમિકતા આપીને મહાનગરપાલિકા દ્વારા સમગ્ર શહેરમાં યુદ્ધના ધોરણે રાહત, સફાઈ અને […]

Gujarat

કારગિલ વિજય દિવસે મેગા રક્તદાન કેમ્પ

કારગિલ વિજય દિવસ નિમિત્તે ભાવનગરના વાઘાવાડી રોડ પર આવેલી હોનેસ્ટ રેસ્ટોરેન્ટ ખાતે હોટેલ એન્ડ રેસ્ટોરેન્ટ એસોસિએશન અને રોટરી રોયલના સંયુક્ત ઉપક્રમે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરની બ્લડ બેંકોમાં લોહીની અછત વચ્ચે યોજાયેલા આ કેમ્પમાં મોટી માત્રામાં રક્ત એકત્ર કરી થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓની સહાય માટે બ્લડ બેંકને સોંપવામાં આવ્યું હતું. થેલેસેમિયાના દર્દીઓની હાલાકી […]

Gujarat

કિશોરનું સગીરા પર બે દિવસમાં ત્રણવાર દુષ્કર્મ

સુરતના સચિન વિસ્તારમાંથી સગીરાની સુરક્ષા પર સવાલ ઉઠાવતી શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે. મધ્યપ્રદેશથી ભાગીને સુરતમાં છેલ્લા દોઢ મહિનાથી આશ્રય લઈ રહેતી 14 વર્ષીય કિશોરી પ્રેમજાળમાં ફસાઈ જતાં તેની સાથે કિશોરે દુષ્કર્મ આચર્યું હોવાનો કિસ્સો બન્યો છે. 16 વર્ષના કિશોરે માસૂમ કિશોરીને પોતાની ચુંગાલમાં ફસાવી બે દિવસમાં ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હતું. પોતાના આંગણેથી ગુમ […]

Gujarat

રાજકોટમાં સામાન્ય વરસાદમાં રસ્તાઓ બિસ્માર

રાજકોટ શહેરમાં સામાન્ય વરસાદી માહોલ વચ્ચે પણ 19 જેટલા સ્થળોએ વૃક્ષો ધરાશાયી થવાની અને માર્ગો પર ખાડા પડવાની ઘટનાઓ સામે આવી છે. 26 જુલાઈના રોજ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ રૂબરૂ ફિલ્ડમાં ઉતરીને ત્રણેય ઝોનની મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી હતી. નાગરિકોની ફરિયાદોના ત્વરિત ઉકેલ માટે ડ્રેનેજ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સહિતના તમામ સંબંધિત વિભાગોને 24 […]

Gujarat

અમદાવાદ-ઇન્દોર હાઈવે પર અકસ્માતમાં બે જીવતા ભૂંજાયા

અમદાવાદ-ઇન્દોર નેશનલ હાઇવે પર આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. લીમખેડાના પાણીયા બસ સ્ટેન્ડ નજીક 2 આઇસર ટ્રક ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતમાં બાદ ટ્રકમાં આગ લાગતા બે લોકોમાં જીવતા ભૂંજાઈ ગયા હતા. અકસ્માતના લીધે હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો. ગોધરા તરફથી આવતી કેમિકલ ટ્રકની જોરદાર ટક્કર મળતી માહિતી મુજબ, ગોધરા તરફથી પૂરઝડપે આવી રહેલી […]

Gujarat

જૂનાગઢનું શિક્ષણ વિભાગ ઘોર નિંદ્રામાં ઝડપાયું: જસદણ કૌભાંડ બાદ ગાંધીનગરથી 45 શંકાસ્પદ વિદ્યાર્થીઓની યાદી આવતા શિક્ષણ જગતમાં ભારે ખળભળાટ મચ્યો

જૂનાગઢ શહેરમાં શિક્ષણના નામે ચાલતા વેપલા અને શાળાઓની મિલીભગતનો વધુ એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. જોષીપરા ખાતેથી ઝડપાયેલી ‘ગુજરાત એજ્યુકેશન’ નામની સંસ્થા સામે તપાસ પ્રક્રિયા હજુ ચાલી રહી છે ત્યાં જ જૂનાગઢ શિક્ષણ વિભાગ પોતાની ઘોર નિંદ્રામાંથી જાગે તે પહેલાં ગાંધીનગર વડી કચેરી દ્વારા તપાસ પૂર્ણ કરીને 45 શંકાસ્પદ વિદ્યાર્થીઓની યાદી સીધી જૂનાગઢ મોકલી […]

Gujarat

જામનગરમાં કારગિલ વિજય દિવસ પર શહીદોને શ્રદ્ધાંજલિ

જામનગરમાં કારગિલ વિજય દિવસ નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ દ્વારા શહેરના લાખોટા તળાવની પાળ પર આવેલા શહીદ સ્મારક ખાતે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં હાલાર જિલ્લાના માજી સૈનિકો તેમજ કારગિલ યુદ્ધ સહિત દેશની રક્ષા કાજે શહીદ થયેલા જવાનોના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ શહીદોને પુષ્પાંજલિ […]

Gujarat

આવાસના ફ્લેટમાં ‘તીનપત્તી ક્લબ’નો પર્દાફાશ

વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફ્લેટમાં ચાલતા તીનપત્તીના જુગારધામ પર ગોત્રી પોલીસે દરોડો પાડી પર્દાફાશ કર્યો છે. પોલીસે દરોડા દરમિયાન ફ્લેટની બહાર નજર રાખતા સંચાલક સહિત કુલ 9 જુગારીઓને રંગેહાથ ઝડપી લીધા હતા. દરોડા દરમિયાન પોલીસને સ્થળ પરથી રોકડ રકમ અને 5 મોબાઈલ ફોન મળી કુલ ₹1.01 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં સફળતા મળી […]

Gujarat

જૂનાગઢમાં શિક્ષણ ક્ષેત્રે ડમી વિદ્યાર્થીઓનું કૌભાંડ

જૂનાગઢ શહેરમાં શિક્ષણના નામે ચાલતો વેપલો અને શાળાઓની મિલીભગતનો વધુ એક મોટો અને ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. હજુ તો જોષીપરા માંથી ઝડપાયેલી ગુજરાત એજ્યુકેશન નામની સંસ્થાએ શિક્ષણ ક્ષેત્રે શરૂ કરેલી ગેરરીતિઓ અને વેપલા અંગેની તપાસ પ્રક્રિયા ચાલી રહી છે, ત્યાં જ જૂનાગઢ શિક્ષણ વિભાગ કોઈ નક્કર કામગીરી કરે કે પોતાની ઘોર નિંદ્રામાંથી જાગે તે […]