જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગલા ગામના વાડી વિસ્તારમાં ભારે વરસાદ વચ્ચે 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સની ટીમે એક સગર્ભા મહિલાની ખેતરમાં જ સુરક્ષિત પ્રસૂતિ કરાવી હતી. રસ્તાઓ બંધ હોવાને કારણે એમ્બ્યુલન્સ પહોંચી શકી ન હતી, ત્યારે ટીમે સમયસૂચકતા વાપરી માતા અને નવજાત શિશુનો જીવ બચાવ્યો. ઘટના ગલા ગામના વાડી વિસ્તારમાં બની હતી, જ્યાં એક સગર્ભા મહિલાને અચાનક […]
Gujarat
ધોરાજી પાસેનો ભાદર-૨ ડેમ પૂર્ણ સપાટી નજીક ભરાતાં હાઈએલર્ટ
રૂલ લેવલ જાળવવા ડેમના ૫ દરવાજા ૧.૮૨ મીટર (૬ ફૂટ) સુધી ખોલાયા, ઉપરવાસમાંથી પાણીની ભારે આવક થતાં રૂલ લેવલ ૫૨.૫૦ મીટર જાળવવા ડેમમાંથી ૪૦,૬૦૪ ક્યુસેક પાણી નદીમાં છોડાયું, ભાદર-૨ ડેમમાં હાલ નીરની આવક સામે ૪૦,૬૦૪ ક્યુસેક પાણીની જાવક ચાલુ રહેતાં ભાદર નદી બે કાંઠે વહેતી થઈ, ડેમમાંથી પાણી છોડાતાં ધોરાજી, ઉપલેટા, પોરબંદર અને કુતિયાણા તાલુકાના […]
હાંસલપુરમાં ભારે વરસાદ, નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર પોલીસે 8 લોકોનું સલામત સ્થળાંતર કર્યું
માંડલ તાલુકાના હાંસલપુર ગામમાં સતત ભારે વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. આ સ્થિતિમાં ફસાયેલા આશરે 8 જેટલા લોકોને હાંસલપુર પોલીસે તાત્કાલિક બચાવીને સલામત સ્થળે ખસેડ્યા હતા. વરસાદી પાણી ભરાઈ જતાં સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને હાંસલપુર પોલીસની ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી […]
થલતેજ પાસે પાણીમાં બંધ ગાડીઓ બોટની જેમ હિલોળા લેવા લાગી
થલતેજ પાસે પાણી ભરતા અનેક ગાડીઓ બંધ થઈ ગઈ હતી. આથી માલિકોને કાર મૂકીને નીકળી જવું પડ્યું હતું. વધુ પાણી ભરાતા આ ગાડીઓ બોટની જેમ રસ્તા પર તરવા લાગી હતી.
નાવલી નદીમાં પૂરના પાણીમાં આખલો તણાયો
અમરેલી જિલ્લાના લીલીયા શહેર સહિત ગ્રામ્ય પંથકમાં પડેલા મુશળધાર વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે. શહેરની બજારમાંથી પસાર થતી નાવલી નદીમાં ઘોડાપૂર આવતા નદી બે કાંઠે વહેવા લાગી હતી. નદીના પાણી બજાર વિસ્તારમાં આવેલી અનેક દુકાનોમાં ઘૂસી જતા વેપારીઓને નુકસાનની ભીતિ સર્જાઈ છે. પૂર દરમિયાન એક આખલો તણાઈ રહ્યો હોવાના લાઈવ દૃશ્યો પણ સામે આવ્યા […]
ખાંભા-સાવરકુંડલા રોડ પર વાહનવ્યવહાર અવરોધાયો, નગરપાલિકાએ હટાવ્યો
ચલાલા શહેરમાં આજે વહેલી સવારથી પડેલા વરસાદના કારણે ખાંભા–સાવરકુંડલા રોડ પર નિલેશભાઈ પાવભાજીવાલાની દુકાન પાસે એક મોટો લીમડો રસ્તા પર ધરાશાયી થયો હતો. આ ઘટનાને કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે અવરોધિત થયો હતો.[=\ ઘટનાની જાણ થતાં જ ચલાલા નગરપાલિકાના પ્રમુખ જયરાજભાઈ વાળા અને કારોબારી ચેરમેન ભરતભાઈ સોલંકીએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. નગરપાલિકાનું જેસીબી સ્થળ પર મોકલીને […]
જામનગર સિવિલમાં ચાંદીપુરા શંકાસ્પદ વધુ બે બાળકોના મોત
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસોને લઈને ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. સારવાર દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા અને કલ્યાણપુરના બે બાળ દર્દીઓના મોત થતાં આરોગ્ય વિભાગમાં હાહાકાર મચી ગયો છે. આ બંને મૃત્યુ બાદ હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસોમાં કુલ ત્રણ બાળકોના મોત નોંધાયા છે. અત્યાર સુધી છ શંકાસ્પદ કેસ દાખલ, ત્રણ […]
કાલાવડના બામણગામમાં ભારે વરસાદ, નદીમાં ઘોડાપૂર
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના બામણગામ અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદને કારણે સ્થાનિક નદી-નાળાઓમાં ઘોડાપૂર આવ્યું હતું. આ પૂરના ધસમસતા પ્રવાહ વચ્ચે એક કાર ફસાઈ ગઈ હતી, જેને સ્થાનિક ગ્રામજનોએ ટ્રેક્ટરની મદદથી સુરક્ષિત બહાર કાઢી હતી. બામણગામમાંથી પસાર થતા એક નાળા પરથી પાણી વહી રહ્યું હતું ત્યારે એક કાર ચાલકે તેમાંથી પસાર થવાનો પ્રયાસ કર્યો હતો. […]
પાતળીયા હનુમાન રોડ પર પાણી ભરાઈ જતા વાહનચાલકોને હાલાકી
પાદરામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ખાસ કરીને પાતળીયા હનુમાન રોડ પર વરસાદી પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તા પર પાણી ભરાવાને કારણે વાહનો ધીમી ગતિએ પસાર થઈ રહ્યા છે, જેના પરિણામે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ છે. આ સતત વરસાદને […]
પાદરામાં પોલીસે લાખોના દારૂના જથ્થાનો નાશ કર્યો
પાદરા તાલુકામાં પોલીસે લાખો રૂપિયાના ભારતીય બનાવટના વિદેશી દારૂનો નાશ કર્યો છે. પાદરા અને વડુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિવિધ ગુનાઓ હેઠળ જપ્ત કરાયેલ અંદાજે ૮૫ લાખ રૂપિયાથી વધુ કિંમતના દારૂનો આજે મહુવડ ગામ નજીક નાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન દારૂના જથ્થા પર ભારે રોલર ફેરવી સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર પ્રક્રિયા […]










