Gujarat

હારિજમાં હિન્દુ- મુસ્લિમ બિરાદરોએ ભેગા ‎મળી ઝાપટપુરા નામ રાખવા રજૂઆત કરી‎

હારિજ શહેરના વોર્ડ નંબર 4 માં આવેલા ઐતિહાસિક “ઝાપટપુરા” વિસ્તારનું નામ સરકારી રેકોર્ડ અને કેટલાક દસ્તાવેજોમાં બદલાઈને “ઇસ્લામપુરા” થઈ જતાં વિવાદ સર્જાયો હતો. જોકે, આ મુદ્દે કોઈપણ પ્રકારનો વૈમનસ્ય ફેલાવવાને બદલે સ્થાનિક હિન્દુ અને મુસ્લિમ સમુદાયે અનોખી સમરસતા દાખવી છે. વર્ષોથી ભાઈચારા સાથે રહેતા બંને સમાજના અગ્રણીઓ અને રહીશોએ સંયુક્ત રીતે મામલતદારને આવેદનપત્ર પાઠવીને વિસ્તારનું […]

Gujarat

પાટણ સાયબર ફ્રોડ કેસમાં આરોપી વિશાલની જામીન અરજી નામંજૂર

પાટણ સેશન્સ કોર્ટે સાયબર ફ્રોડ કેસમાં આરોપી વિશાલ રાવળની નિયમિત જામીન અરજી નામંજૂર કરી છે. આરોપીએ કમિશન મેળવીને પોતાના નામે બેંક ખાતાઓ ખોલાવી સાયબર ગુનેગારોને પૂરા પાડ્યા હતા. અદાલતે ગુનાની ગંભીરતા અને દેશવ્યાપી નેટવર્કને ધ્યાને રાખી આરોપીને જામીન પર મુક્ત કરવાનો ઇનકાર કર્યો હતો. 21 જૂને ધરપડક કરવામાં આવી આ કેસ પાટણ સાયબર ક્રાઈમ પોલીસ […]

Gujarat

મોરબીમાં ફૂડ વિભાગની કાર્યવાહી, 40 પેઢીઓમાં ચેકિંગ

મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખાએ શહેરમાં ખાણી-પીણીની 40 જેટલી પેઢીઓ પર સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ કાર્યવાહી નવલખી રોડ, મહેન્દ્રનગર રોડ અને અવની ચોકડી સહિતના વિસ્તારોમાં કરવામાં આવી હતી. તપાસ દરમિયાન વાસી નૂડલ્સ, ચટણી, ગ્રેવી, પ્રતિબંધિત ફૂડ કલર અને એક્સપાયરી વિગતો વગરના ખાદ્ય પદાર્થો મળી આવ્યા હતા. આરોગ્ય સાથે ચેડાં કરતા વેપારીઓ સામે કડક કાર્યવાહી […]

Gujarat

માળિયાના જસાપર ગામમાં બાયપાસની‎માપણી સામે ગ્રામજનોનું વિરોધ પ્રદર્શન‎

મોરબી જિલ્લાના માળીયા તાલુકાના જસાપર ગામે ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ પીપળીયા ચાર રસ્તાથી ગોળાઈ કાપીને સીધો નવો બાયપાસ બનાવવાની યોજના અગાઉ જાહેર થતાં ખેડૂતોએ મોરબી જિલ્લા કલેકટરને આવેદન આપી આ બાયપાસનો વિરોધ કર્યો હતો. ખેડૂતોના જણાવ્યા મુજબ જસાપર ગામેથી નવો બાયપાસ રોડ નીકળશે તો ખેડૂતોની મોટી ખેતીની જમીનો કપાતમાં જશે.એ જમીનનું કદાચ સરકાર એક વખત વળતર […]

Gujarat

જંબુડિયા માર્બલ કારખાનામાં 40 હજારના કેબલ વાયરની ચોરી

મોરબી તાલુકાના જાંબુડિયા ગામની સીમમાં આવેલા એક માર્બલ કટીંગ કારખાનામાં ચોરીનો બનાવ બન્યો છે. બે અજાણ્યા શખ્સો કારખાનાની દીવાલ ટપી અંદર ઘૂસી, ચાલુ ઇલેક્ટ્રિક લાઇનનો આશરે 40,000 રૂપિયાનો કેબલ વાયર કાપી ફરાર થઈ ગયા હતા. આ અંગે મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદી અંકુરભાઈ ડાયાભાઈ કગથરાએ જણાવ્યું હતું કે, તેઓ મોરબીના એસ.પી. રોડ […]

Gujarat

સ્કૂલ વાલીઓના WhatsApp ગ્રુપ હેક કરનાર ઠગ ઝડપાયો

મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક સાયબર ફ્રોડનો ગુનો નોંધાયો હતો. ફરિયાદ મુજબ, ફરિયાદીના પત્નીને સ્કૂલ સંચાલકના નામે ફોન કરીને OTP મેળવી તેમનું WhatsApp હેક કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સાહેદોને ભાવનાત્મક રીતે બ્લેકમેલ કરીને ₹30,000 કઢાવી લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત, રાત્રિના સમયે જાનથી મારી નાખવાની ધમકી આપી ₹10,00,000ની ખંડણી પણ માંગવામાં આવી હતી. આરોપીએ […]

Gujarat

મોરબીના નટરાજ ફાટક ઓવરબ્રિજમાં બેદરકારી સામે આવી

મોરબીમાં આશરે ₹80 કરોડના ખર્ચે નિર્માણાધીન નટરાજ ફાટક ઓવરબ્રિજના કામ દરમિયાન ગુણવત્તાને લઈને ગંભીર ખામી સામે આવી છે. ઓવરબ્રિજના એક પિલ્લરમાં જરૂરી મજબૂતાઈ ન હોવાનું પરીક્ષણમાં બહાર આવતા માર્ગ અને મકાન વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી છે. ભવિષ્યમાં કોઈ દુર્ઘટના સર્જાય નહીં તે માટે સંબંધિત પિલ્લરને કોન્ટ્રાક્ટરના પોતાના ખર્ચે તોડી પાડીને ફરીથી બનાવવાનો આદેશ આપવામાં આવ્યો […]

Gujarat

સેક્ટર-24ના આવાસમાં ચાલતું દારૂનું નેટવર્ક ઝડપાયું

ગાંધીનગરના સેક્ટર-24 ખાતે આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના સરકારી આવાસમાં ગેરકાયદેસર રીતે ચાલતા વિદેશી દારૂ અને બિયરના અડ્ડાનો સેક્ટર-21 પોલીસ મથકના સ્ટાફે પર્દાફાશ કર્યો છે. પોલીસે બાતમીના આધારે સરકારી મકાન પર ઓચિંતી રેઇડ પાડીને અંદાજિત 12 હજાર રૂપિયાની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે એક સ્થાનિક બુટલેગરને દબોચી લીધો છે, જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય એક સપ્લાયરને […]

Gujarat

દહેગામમાં ₹9.50 કરોડના ખર્ચે નવા ITI ભવનનું લોકાર્પણ

ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે અંદાજે ₹9.50 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલા નવા અદ્યતન સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું. રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે આ ભવનનું ઉદ્ઘાટન થયું હતું. આ પ્રસંગે મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્કિલ ઈન્ડિયા, મેક ઈન ઈન્ડિયા […]

Gujarat

કલોલ પોલીસે મહેસાણા-અમદાવાદ હાઇવે પરથી ₹2.19 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

કલોલ તાલુકા પોલીસે મહેસાણા-અમદાવાદ હાઇવે પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. સઈજ ગુરુકુલ કટ પાસે એક સીએનજી રીક્ષામાંથી છુપાવેલો દારૂ મળી આવ્યો હતો. પોલીસે રાજસ્થાનના એક શખ્સની ધરપકડ કરી કુલ ₹2.19 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બાતમી મુજબ, મહેસાણા તરફથી એક બજાજ સીએનજી રીક્ષા (નંબર GJ-08-AV-2654) માં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો […]