Gujarat

આજે અમદાવાદમાં જગન્નાથજી મંદિર ખાતે યોજાશે જળયાત્રા: ૧૦૮ કળશથી જળાભિષેક અને ગજવેશ દર્શન

શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલ વિશ્વ વિખ્યાત જગન્નાથજી મંદિર ખાતે અષાઢી બીજના દિવસે પવિત્ર રથયાત્રા યોજાવાની છે તે પૂર્વે આવતીકાલે સોમવારે ૨૯ જૂન અને સોમવારના રોજ પરંપરાગત જળયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પવિત્ર પ્રસંગને લઈને મંદિર પ્રશાસન અને સ્થાનિક તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આ યાત્રા નિજમંદિરેથી પ્રસ્થાન કરી […]

Gujarat

‘ગુજરાતમાં હવે દીકરીઓ પણ બિયર-ઈ સિગારેટ પીવે છે…’: સાંસદ મનસુખ વસાવા

નર્મદામાં ‘આદર્શ ગામ વિકાસ સમિતિ’ના મંચથી ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ યુવાધનના વ્યસન, શિક્ષણ અને રાજકારણ પર પ્રહારો કર્યા નર્મદા જિલ્લાને વિકસિત બનાવવાના આશય સાથે શરૂ કરાયેલી ‘નર્મદા આદર્શ ગામ વિકાસ સમિતિ’ના એક બિન-રાજકીય મંચ પરથી ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ યુવાધનના વ્યસન, શિક્ષણ અને રાજકારણ પર ખુલ્લેઆમ પ્રહારો કર્યા છે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ […]

Gujarat

નાસીરનગરના અસરગ્રસ્તોને વૈકલ્પિક વ્યવસ્થા અપાશે

સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલા નાસીરનગર ખાતે તાજેતરમાં હાથ ધરવામાં આવેલા ડિમોલિશન મામલે એક ખુબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ મામલે આકરૂ વલણ અપનાવી સુરત મહાનગરપાલિકાના તંત્રને જોરદાર ફટકાર લગાવવામાં આવી હતી. હાઈકોર્ટની આ કડક ટીપ્પણી બાદ આખરે ઊંઘતું ઝડપાયેલું પાલિકા પ્રશાસન તાત્કાલિક ધોરણે હરકતમાં આવ્યું છે. તંત્ર […]

Gujarat

SMCની સમિતિઓની વરણીમાં ભારે ખેંચતાણ

સુરત મહાનગરપાલિકામાં વિવિધ સમિતિઓના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષોની વરણીને લઈને રાજકીય ઉત્તેજના ચરમસીમાએ પહોંચી ગઈ છે. આગામી 30 જૂનના રોજ યોજનારી મહાનગરપાલિકાની સામાન્ય સભામાં આ સમિતિઓના હોદ્દેદારોના નામની સત્તાવાર જાહેરાત થવાની છે. અગાઉ મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના ચેરમેન જેવા મુખ્ય પદાધિકારીઓની નિમણૂકમાં આંતરિક ખેંચતાણને કારણે ઘણો વિલંબ થયો હતો, જેમાં સ્થાનિક નેતાઓને બાજુ પર […]

Gujarat

સુરત LCBએ કુમકોતર ગામમાંની ઝાડીમાંથી દારૂ ઝડપ્યો

સુરત ગ્રામ્ય એલ.સી.બી. શાખાએ અનાવલ પોલીસ સ્ટેશન વિસ્તારના કુમકોતર ગામની સીમમાં દરોડો પાડી મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ ₹3.32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જોકે, મુખ્ય આરોપી ઘટનાસ્થળેથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, એલ.સી.બી. શાખાના અ.હે.કો. નાગજીભાઇ કરશનભાઇ અને તેમની ટીમે કુમકોતર ગામના જામલપાડા […]

Gujarat

વર્ષો સુધીની પીડા ભોગવ્યા બાદ માણિકીનું વનતારામાં ઈલાજ, સંભાળ અને સાર્વત્રિક સુખાકારીપૂર્ણ જીવન માટે આગમન

48 વર્ષથી ચાલતી માણિકીની ચાલનું દરેક ૫ગલું હવે મુશ્કેલ બન્યું હતું. કારણ, માણિકીના આગળના ડાબા પગમાં લાંબા સમયથી થયેલી ખોડખાપણના લીઘે તેના પ્રચલનને અસર થવા લાગી હતી. બીજીતરફ વધતી વયે આરોગ્યની સમસ્યાઓ, ઘામાં લાગેલો ચેપ, એક આંખમાં નબળી દ્રષ્ટિ, ડિહાઇડ્રેશન અને શરીરની નબળાઈની સ્થિતિએ તેની પીડા અસહ્ય કરી દીધી છે. ૫રંતુ હવે એ જ માણિકી […]

Gujarat

સુરત જિલ્લામાં સભા-સરઘસ પર પ્રતિબંધ

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ વિજય રબારીએ સુરત જિલ્લામાં (પોલીસ કમિશનરેટ સુરત શહેર સિવાય) આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને સભા અને સરઘસ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું છે. આ નિર્ણય જાહેર શાંતિ અને સલામતી જાળવવા માટે લેવામાં આવ્યો છે. જાહેરનામા અનુસાર, પરવાનગી વગર કોઈ સભા બોલાવી શકાશે નહીં કે કોઈ સરઘસ કાઢી શકાશે નહીં. આ જાહેરનામું સુરત […]

Gujarat

સુરત સિવિલમાં મહિલાનો હંગામો, શબવાહિનીમાં કરી તોડફોડ

સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલ પરિસરમાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં એક મહિલાએ અચાનક જ ભારે હંગામો મચાવ્યો હતો. માનસિક રીતે અસ્થિર જણાતી આ મહિલાએ હાથમાં પથ્થર ઉઠાવીને ત્યાંથી પસાર થતા સામાન્ય લોકો અને દર્દીઓના સગા-સંબંધીઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાના આ આક્રમક વલણને પગલે હોસ્પિટલ પરિસરમાં થોડા […]

Gujarat

ધારાસભ્ય હાર્દિક પટેલે બાળકોના સર્વાંગી વિકાસ પર ભાર મૂક્યો

વિરમગામ તાલુકાના ચણોઠીયા અને કરીયાલા ગામમાં નવનિર્મિત આંગણવાડી ભવનોનું લોકાર્પણ ધારાસભ્ય હાર્દિક પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગ્રામજનો સાથે સંવાદ યોજી ગામના સર્વાંગી વિકાસ અને પ્રાથમિક સુવિધાઓના વિસ્તરણ અંગે ચર્ચા કરાઈ હતી. ધારાસભ્ય હાર્દિક પટેલે જણાવ્યું હતું કે ગામનો વિકાસ માત્ર રોડ-રસ્તા કે અન્ય માળખાકીય સુવિધાઓ પૂરતો સીમિત નથી. આંગણવાડી, શાળા અને બાળકોને […]

Gujarat

લવમેરેજના એક મહિનામાં જ યુવતીએ ફ્લેટ પરથી કૂદીને જીવન ટૂંકાવ્યું

યુવાનીના પ્રેમમાં લીધેલો નિર્ણય વડોદરાની એક યુવતી માટે જીવલેણ સાબિત થયો છે. અમદાવાદમાં ઇન્ટર્નશિપ દરમિયાન થયેલી મિત્રતા પ્રેમમાં બદલાઈ હતી અને ત્યારબાદ બંનેએ પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કર્યા હતા. પરંતુ લગ્નના માત્ર એક મહિનામાં જ યુવતીએ ફ્લેટ પરથી કૂદીને આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. મૃતકના પરિવારનો આક્ષેપ છે કે, પતિ અને તેના […]