સરહદી ગામોમાં સમયસર પાણી ન પહોંચાડતા, ગેરકાયદેસર કનેક્શનો સામે ઢીલી નીતિ દાખવનાર એજન્સીને ૭૦ લાખનો દંડ ફટકારાયો રાજ્યના વાવ-થરાદમાં આવેલ સરહદી ગામડાઓમાં લોકોને ઘણા સમયથી ભોગવવી પડી રહેલી પીવાનું પાણી અનિયમિત્તા અને પૂરતા પ્રમાણમાં સમયસર પાણી પહોંચાડવામાં નિષ્ફળ નીવડેલી પાણી પુરવઠા એજન્સી સામે જિલ્લા પાણી પુરવઠા વિભાગે આકરું વલણ અપનાવ્યું છે. સ્થાનિક ગ્રામજનો દ્વારા સતત […]
Gujarat
ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રની શરૂઆત વંદે માતરમ્ ગીતના ગાન સાથે થતાં જ રાજકારણ ગરમાયું
ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રની શરૂઆત વંદે માતરમ્ ગીતના ગાન સાથે થતાં જ રાજકીય ગરમાવો સર્જાયો છે. કોંગ્રેસના જમાલપુર-ખાડિયા બેઠકના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા ગીત દરમિયાન બેસી જતાં ભાજપના નેતાઓએ આ મુદ્દે કોંગ્રેસ પાસે સ્પષ્ટતા અને માફીની માંગ કરી છે. બીજી તરફ ખેડાવાલાએ પોતાના વલણને વ્યક્તિગત ગણાવીને કહ્યું છે કે, “દેશપ્રેમ માટે ભાજપના સર્ટિફિકેટની મને જરૂર નથી.” […]
ગુજરાત હાઈકોર્ટ સમક્ષ ગાયિકા કિંજલ રબારી અને તેમના પતિ અશોક ચૌધરીએ કોર્ટ સમક્ષ નિવેદન આપ્યા
ગુજરાતની પ્રખ્યાત લોકગાયિકા કિંજલ રબારીના કથિત અપહરણ મામલે ચિત્ર કોર્ટમાં સ્પષ્ટ થયું છે. ગુજરાત હાઈકોર્ટ સમક્ષ કિંજલ રબારીએ પોતાનું અપહરણ થયું ન હોવાનું જણાવ્યું છે. કિંજલ રબારીના પતિ અશોક ચૌધરીએ પણ કોર્ટ સમક્ષ પોતાનું નિવેદન આપ્યું છે. અરજદાર તરફથી વકીલ હિતેશ સંભાણીએ સમગ્ર મામલે રજૂઆત કરી હતી. આ નિવેદન બાદ છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા […]
ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દ્વારા ઉજવાશે સેવા સંકલ્પ અભિયાન ૨૦૨૬
ભારતના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મદિવસ ૧૭ સપ્ટેમ્બર થી ૧૭ ઓક્ટોબર સુધી વિવિધ કાર્યક્રમો થકી જામનગર મહાનગર દ્વારા ઉજવણી કરવામાં આવશે ભારતના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ ૧૭ સપ્ટેમ્બર થી એક માસ ૧૭ ઓક્ટોબર સુધી વિવિધ કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમો ના આયોજન, તથા વ્યસ્થાપન અંતર્ગત પંડિત દીનદયાલ ઉપાદ્યાય ભવન, શહેર ભાજપ […]
કુંભારવાડામાં પોલીસનો લોકદરબાર યોજાયો
ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક નીતેશ પાંડેયની હાજરીમાં બોરતળાવ પોલીસ મથક હેઠળની કુંભારવાડા પોલીસ ચોકી ખાતે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. એસપી પાંડેયે લોકોની રજૂઆતો સાંભળી વિસ્તારની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી. દારૂ, ડ્રગ્સ અને વ્યાજખોરીથી દૂર રહેવા અપીલ લોકદરબાર દરમિયાન એસપી નીતેશ પાંડેયે દેશી-ઇંગ્લિશ […]
ઉમરાળામાં દારૂબંધીના કડક અમલ માટે પોલીસનું ફૂટ પેટ્રોલિંગ
ઉમરાળા પોલીસ સ્ટેશનના પી.આઈ. હિતેન્દ્રસિંહ બારડ, પોલીસ સ્ટાફ અને GRD સ્ટાફ દ્વારા ઉમરાળા ટાઉનના અલગ અલગ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. તહેવારોના સમયમાં દારૂનું વેચાણ અને સેવન રોકવા તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવાના હેતુથી પોલીસે આ પગલાં લીધા છે. બજારો, ભીડવાળા વિસ્તારો અને શંકાસ્પદ જગ્યાઓએ પગપાળા પેટ્રોલિંગ કરી ચેકિંગ કરાયું હતું. ઇનચાર્જ પી.આઈ. હિતેન્દ્રસિંહ બારડે […]
ભાલના નિરમા ચોકડી પાસે બસમાંથી દારના જથ્થા સાથે 6 ઝડપાયા
ભાવનગરના વેળાવદર ભાલ પોલીસ મથકના સ્ટાફે હાઇવે પર પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે સનેશ ગામ નજીક નિરમા ચોકડી પાસે અમદાવાદ તરફથી આવતી ખાનગી બસને અટકાવીને તપાસ હાથ ધરી હતી. બસમાં મુસાફરી કરી રહેલા છ શખ્સો પાસેથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવતા પોલીસે તેમની અટકાયત કરી હતી. ઝડપાયેલા શખ્સોએ મહારાષ્ટ્રના નાસિક ખાતે ધાર્મિક કામ […]
લગ્ન પ્રસંગો માટે વાડી બનાવવા નગરપાલિકા ચીફ ઓફિસરને લેખિત અરજી આપી
મહુવા વાલ્મિકી સમાજ ટ્રસ્ટ દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆત સમાજ માટે ખુલ્લો પ્લોટ ફાળવવા બાબતે કરવામાં આવી છે. ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે મહુવામાં વાલ્મિકી સમાજની વસ્તી ઘણી વધારે છે. આ કારણે સમાજના નાના-મોટા પ્રસંગો યોજવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સમાજને લગ્ન પ્રસંગો જેવા શુભ કાર્યો માટે […]
સેવા, આદર અને આત્મનિર્ભરતાનો ઉત્સવ એટલે રાષ્ટ્રીય વયોશ્રી યોજના કેમ્પ
ભારત સરકારનાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આયોજિત રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત તેમજ ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ ના સહયોગથી કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાના ઉપસ્થિતિમાં 613 લાભાર્થીઓને રૂપિયા 55 લાખથી વધુના નિઃશુલ્ક સાધન સહાય વિતરણનો કેમ્પ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના મોરચંદ ખાતે યોજાયો હતો. કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના રાજ્યમંત્રી નીમુબેન […]
ભાવનગરમાં જન્માષ્ટમી મેળામાં નકલી PSI ઝડપાયો
ભાવનગરના જવાહર મેદાન ખાતે આયોજિત જન્માષ્ટમી લોકમેળામાં નકલી પોલીસ આઈ-કાર્ડ સાથે ફરતા એક શખ્સને ઘોઘારોડ પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી ગાંધીનગર S.I.T.ના PSI તરીકેનું નકલી આઈડી કાર્ડ મળી આવ્યું હતું. પોલીસે બનાવટી કાર્ડ કબજે કરી ભુંભલીના શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાતમીના આધારે નકલી પોલીસ ઝડપાયો ઘોઘારોડ પોલીસ સ્ટેશનનો […]










