ગીર સોમનાથ જિલ્લામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સિંહોના સંરક્ષણ અને જાગૃતિનો સંદેશ લોકો સુધી પહોંચાડવા માટે વેરાવળ શહેરમાં 1300થી વધુ વિદ્યાર્થીઓની રેલીનું આયોજન કરાયું હતું. વિદ્યાર્થીઓએ આ રેલીમાં જોડાઈને સિંહ સંરક્ષણ અંગે લોકજાગૃતિ ફેલાવી હતી. આ રેલીનું પ્રસ્થાન વેરાવળની સરકારી બોયઝ હાઇસ્કુલ ખાતેથી કરવામાં આવ્યું હતું. જિલ્લા શિક્ષણ અધિકારી એમ.પી. બોરીચાની આગેવાની […]
India
ગોંડલ રોડ પર શિવ ક્લિનિક સીલ, 15 વર્ષ કમ્પાઉન્ડર તરીકે ફરજ બાદ પોતે જ ડોક્ટર બની ગયો
રાજકોટ શહેરમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો વધુ એક નકલી ડોક્ટર પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. શહેરના ગોંડલ રોડ પર આવેલા ‘શિવ ક્લિનિક’માં કોઈપણ જાતની તબીબી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા 32 વર્ષીય ધવલ ચૌહાણ નામના શખ્સને માલવિયાનગર પોલીસે દરોડો પાડી પકડી પાડ્યો છે. આરોપી અગાઉ 15 વર્ષ સુધી અલગ-અલગ હોસ્પિટલોમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કર્યા બાદ […]
નકલી પનીર-ચીઝનું વેચાણ અટકાવવા SOG મેદાને
રાજકોટમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરતા અને ભેળસેળયુક્ત તેમજ પ્રતિબંધિત ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન, સંગ્રહ તથા વેચાણ કરતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. લોકસ્વાસ્થ્યની સુરક્ષાને પ્રાથમિકતા આપીને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર રોક લગાવવા માટે તંત્ર દ્વારા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ઝુંબેશના ભાગરૂપે SOG અને ફૂડ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા સંયુક્ત ઓપરેશનમાં […]
ભાદ્રોલી ખુર્દ વતન પરત ફરતાં સ્વાગત; જિલ્લા પંચાયત પ્રમુખે પાઠવ્યા અભિનંદન
કાલોલ મંડળના ઉપપ્રમુખ અરવિંદસિંહ ઠાકોરના પુત્ર ગૌરાંગસિંહ ઠાકોરે ભારતીય આર્મીની કઠિન તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. તાલીમ પૂરી કરીને પોતાના વતન ભાદ્રોલી ખુર્દ ગામ પરત ફરતાં જ ગ્રામજનો, પરિવારજનો અને સ્થાનિક આગેવાનો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત અને બહુમાન કરવામાં આવ્યું હતું. ગૌરાંગસિંહે આર્મીની તાલીમ પૂરી કરી દેશસેવામાં જોડાતાં સમગ્ર ભાદ્રોલી ખુર્દ ગામમાં ગૌરવ અને આનંદનો […]
કૌટુંબિક ઝઘડાના કારણે ટ્રેનમાં બેસીને નિકળી ગયેલી મહિલા મધ્યપ્રદેશથી જામનગરમાં પહોંચી
મધ્યપ્રદેશમાં કૌટુંબિક ઝઘડાઓના કારણે કોઈને કહ્યા વગર ટ્રેનમાં બેસીને જામનગર શહેરમાં પહોંચેલી પીડિતાને મહિલા અને બાળ અધિકારીની કચેરી અને સખી વન સ્ટોપ સેન્ટર અને 181 હેલ્પલાઈનના સંયુક્ત પ્રયાોસોથી પુન: પરિવાર સાથે મિલન કરાવ્યું છે. જામનગર શહેરમાં એક મહિલાને મદદની જરૂર હોય તેવો સેવાભાવીના આવેલા કોલથી 181 મહિલા હેલ્પલાઈન દ્વારા એક પીડિત મહિલાને સુરક્ષિત આશ્રય માટે […]
વડોદરાના સયાજીગંજ સ્થિત પ્રેસિડેન્સી હોટલમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટના
શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલી કાલાઘોડા નજીકની પ્રેસિડેન્સી હોટલમાં આગ લાગવાની ઘટના બની હતી. હોટલમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જાેઈને ત્યાં રોકાયેલા ગ્રાહકો, કર્મચારીઓ અને આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી. આ બનાવની ખબર મળતા જ ફાયર બ્રિગેડને તાત્કાલિક કોલ કરવામાં આવ્યો હતો. આ બનાવની ગંભીરતા સમજીને વડોદરા ફાયર ફાઇટરોની ટીમ ઘટના સ્થળે દોડી […]
પેરોલ જમ્પ કરી ફરાર થયેલ ડબલ મર્ડર કેસના આરોપીને સુરત પોલીસે મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યો
સુરત ગ્રામ્ય એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડે ઉમરપાડાના ચર્ચાસ્પદ ડબલ મર્ડર કેસમાં પેરોલ જમ્પ કરીને ફરાર થયેલા આરોપી પ્રજ્ઞેશ દિલીપભાઈ ગામીતને મહારાષ્ટ્રના ભુસાવલ રેલ્વે સ્ટેશનથી ઝડપી પાડ્યો છે. રજા પૂરી થયા બાદ જેલમાં હાજર ન થતાં તે નાસી છૂટ્યો હતો. જેને પોલીસે દબોચીને લાજપોર મધ્યસ્થ જેલ ખાતે પરત મોકલી આપ્યો છે. હત્યા પાછળનું કારણ અદાવત […]
પેથાપુરમાં દુષ્કર્મના ૩ દિવસે સગીરાનું સારવાર દરમિયાન મોત, પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી
ગાંધીનગરની પાસે પેથાપુરમાં રહેતા યુવાને સગીરાને સેક્ટર-૧૬ ના ગેસ્ટ હાઉસમાં લઈ જઈને દુષ્કર્મ ગુજાર્યું હતું. દુષ્કર્મના બનાવમાં પીડિતાને અતિશય રક્તસ્ત્રાવ થતાં પિતાને જાણ કર્યા બાદ સારવાર માટે અલગ-અલગ હોસ્પિટલોમાં ખસેડવામાં આવી હતી. જાે કે, ૮ ઓગસ્ટે મોડી રાત્રે મલ્ટી ઓર્ગન ફેઇલ્યોર થતાં સગીરાનુ મોત નીપજ્યું હતું. પોલીસે આરોપી યુવાનની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી […]
આણંદના ચિખોદરા ઓવરબ્રિજ પર આજે એક ગંભીર અને હૃદયદ્રાવક માર્ગ અકસ્માત
શહેરના વ્યસ્ત ગણાતા ચિખોદરા ઓવરબ્રિજ પર આજે એક ગંભીર અને હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે આવી રહેલી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની બસના ચાલકે આગળ જઈ રહેલા એક મોપેડ સવારને જાેરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે મોપેડ ચાલક રોડ પર પટકાતા જ બસના વ્હીલ નીચે આવી ગયો હતો. […]
ભુજમાં BSFની ભવ્ય તિરંગા રેલી યોજાઈ
‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત ભુજ શહેરમાં સરહદ સુરક્ષા દળ (BSF) દ્વારા ભવ્ય તિરંગા બાઇક રેલી યોજવામાં આવી હતી. ૧૭૬મી બટાલિયન BSFના અધિકારીઓ અને જવાનો દ્વારા યોજાયેલી આ રેલીમાં આશરે ૧૦૦ મોટરસાઇકલ પર રાષ્ટ્રીય ધ્વજ લગાવીને દેશપ્રેમ અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. ભવ્ય રેલીનો પ્રારંભ બટાલિયન હેડક્વાર્ટરના પરેડ ગ્રાઉન્ડ પરથી કરવામાં આવ્યો હતો. […]










