ગોધરાના પોલીસ હેડક્વાર્ટર ખાતે આગામી તહેવારોને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવવા માટે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠક જિલ્લા પોલીસ વડા ડૉ. હરેશ દુધાતની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા પોલીસ વડા ડૉ. હરેશ દુધાત ઉપરાંત DYSP બ્રિન્દા જાડેજા, LCB, SOG, તાલુકા પોલીસ સ્ટેશનના PI, તેમજ ગોધરા શહેરના A-ડિવિઝન અને B-ડિવિઝન પોલીસ સ્ટેશનના PI સહિત પોલીસ વિભાગના […]
India
ધ્રોલમાં ટેન્કરમાંથી ગેરકાયદે પેટ્રોલ-ડીઝલ ચોરી
ધ્રોલ પોલીસે લતીપુરના ગોકુલપુર વિસ્તારમાંથી ટેન્કરમાંથી ગેરકાયદેસર રીતે પેટ્રોલ-ડીઝલની ચોરી કરતા બે ઈસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે આ કાર્યવાહીમાં પેટ્રોલ-ડીઝલ ભરેલા કેરબા, ટેન્કર અને કાર સહિત કુલ રૂ. 32.49 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસ મુજબ, આરોપીઓ ધ્રોલ-લતીપર હાઈવે રોડ પર આવેલા ગોકુલપુર (લતીપર)માં જાહેર જગ્યાએ ટેન્કરનું સીલ તોડી રહ્યા હતા. તેઓ પ્લાસ્ટિકની પાઈપ […]
જામનગરમાં વિદ્યાર્થિનીનો ઓનલાઈન પીછો કરનાર ઝડપાયો
જામનગર સાયબર ક્રાઇમ પોલીસે એક 18 વર્ષીય વિદ્યાર્થિનીનો ઓનલાઈન પીછો કરી, ધમકીભર્યા સંદેશા મોકલી અને વીડિયો કોલ દ્વારા હેરાનગતિ કરનાર શખસની ધરપકડ કરી છે. પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ રેન્જના ડીઆઈજી નિર્લીપ્ત રાય અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ સાયબર ગુનાઓમાં સઘન તપાસની સૂચના અપાઈ હતી. […]
પીપળીયા પૂલ નજીકથી દેશી પિસ્તોલ સાથે ચિત્રાનો શખ્સ ઝડપાયો
ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમે ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પીપળીયા પુલ નજીકથી એક શખ્સને ગેરકાયદેસર દેશી બનાવટની પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી હથિયાર કબ્જે કરી ઘોઘા પોલીસ મથકમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાતમીના આધારે દરોડો પાડી આરોપીને દબોચ્યો SOGનો સ્ટાફ જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો ત્યારે […]
ગીરસોમનાથમાં ‘મહિલા નેતૃત્વ દિવસ’ની ઉજવણી
ગીરસોમનાથ જિલ્લામાં રાજ્ય સરકારના ‘નારી વંદન ઉત્સવ-2026’ અંતર્ગત ‘મહિલા નેતૃત્વ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે જિલ્લા પંચાયત, ઈણાજ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. આ ઉત્સવ 1થી 8 ઓગસ્ટ દરમિયાન વિવિધ થીમ આધારિત કાર્યક્રમો સાથે ઉજવાઈ રહ્યો છે. જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શારદાબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને […]
સોમનાથ મરીન પોલીસે કદવાર નજીક કાર્યવાહી કરી, 3 માછીમારો સામે ગુનો નોંધાયો
સોમનાથ મરીન પોલીસે કદવારના હિરાકોટ બંદર નજીકથી માછીમારી પર પ્રતિબંધ હોવા છતાં ગેરકાયદેસર રીતે ફિશિંગ કરતી ત્રણ બોટને ઝડપી પાડી છે. આ કાર્યવાહી દરમિયાન ત્રણ માછીમારો સામે ગુજરાત મત્સ્યઉદ્યોગ નિયમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા દરિયાઈ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ ચાલી રહ્યું હતું. તે દરમિયાન કદવારના હિરાકોટ બંદર ફિશ લેન્ડિંગ પોઈન્ટ નજીક આ બોટ […]
વેરાવળમાં ખુનની કોશિષ, લૂંટના 6 આરોપી ઝડપાયા
વેરાવળ શહેરમાં ખુનની કોશિષ અને લૂંટના ગંભીર ગુનાઓમાં પોલીસે કાર્યવાહી કરી છે. વેરાવળ સિટી પોલીસે બે અલગ-અલગ ગુનામાં કુલ છ આરોપીઓની ધરપકડ કરી છે. આ ગુનાઓ 3 ઓગસ્ટ, 2026ના રોજ નોંધાયા હતા. ગીર સોમનાથ એસપી જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વેરાવળ સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ જે.એન. ગઢવીની ટીમે આ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ગણતરીના સમયમાં […]
સૌરાષ્ટ્રના 300 યુવક હાઈબ્રિડ ગાંજાની તસ્કરીમાં સામેલ
જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે કે, 300થી વધુ યુવક-યુવતીઓ કમિશન અને સરળ પૈસાની લાલચે આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ નેટવર્કમાં ‘કેરિયર’ તરીકે કામ કરી રહ્યા છે. જેમાં ગુજરાત, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને જૂનાગઢના અનેક યુવાનો સામેલ હોવાનો ખુલાસો થયો છે.દેશમાં મળતો સાદો ગાંજો પ્રતિ કિલો રૂ. 50 હજારના ભાવે મળે છે, જ્યારે વિદેશી હાઈબ્રિડ ગાંજાનો ભાવ […]
વડોદરા પોલીસે ૪૧ લાખથી વધુના મેફેડ્રોન ડ્રગ્સ સાથે દંપતીની ધરપકડ કરી
વડોદરા પોલીસે નશાના કાળા કારોબાર સામે એકશનમાં છે તેનો વધુ એક પુરાવો જાેવા મળ્યો છે જેમાં, ?૪૧ લાખથી વધુ કિંમતના એમડી (મેફેડ્રોન) ડ્રગ્સ સાથે એક દંપતીની ધરપકડ કરી છે. પાડોશી રાજ્ય મધ્યપ્રદેશથી સ્કોર્પિયો કારમાં ડ્રગ્સનો જથ્થો લઈને અમદાવાદમાં ડિલિવરી આપવા નીકળેલા આ દંપતીને વડોદરા પહોંચતા પહેલાં જ પોલીસે ઝડપી પાડ્યું હતું. સમગ્ર મામલે એનડીપીએસ અધિનિયમ […]
સુરતમાં ભાજપમાં આંતરિક વિખવાદ સામે આવ્યો!?
ધારાસભ્ય કાંતિ બલરની ઓફિસમાં વોર્ડ ૫ ના ભાજપ નગરસેવકો વચ્ચે ઝપાઝપી સુરત મહાનગરપાલિકા (SMC)ના વોર્ડ નંબર ૫ માં ભાજપના આંતરિક આક્ષેપ-પ્રતિઆક્ષેપો હવે સરેઆમ મારામારી અને ઝપાઝપી સુધી પહોંચી ગયા છે. ભાતની વાડી સોસાયટીના સ્થાનિક પ્રશ્નો અને મકાનો તોડવા અંગેના વિવાદને ઉકેલવા માટે સુરત ઉત્તરના ધારાસભ્ય કાંતિ બલરની કાર્યાલય ખાતે એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું […]










