મેટ્રિમોનિયલ સાઇટના માધ્યમથી લગ્ન કરવા યુવકને બોલાવીને હની ટ્રેપમાં ફસાવી તેની કાર, ફોન, પર્સની લૂંટ ચલાવવાના કેસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. જેમાં લીવ-ઈનમાં રહેનાર યુવક-યુવતી અને યુવતીના પૂર્વ પતિએ આ કાવતરૂં રચ્યું હોવાનો ખુલાસો થયો છે. ગોત્રી પોલીસે લીવ-ઈનમાં રહેનાર યુવક અને યુવતીની ધરપકડ કરી હતી, જ્યારે યુવતીનો પૂર્વ પતિ હજી ફરાર છે. પોલીસે તેની […]
India
જામનગર કોંગ્રેસે મહારાણા પ્રતાપને શ્રદ્ધાંજલિ આપી
જામનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મહારાણા પ્રતાપની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓએ શૌર્ય તથા સ્વાભિમાનના પ્રતીક મહારાણા પ્રતાપને પુષ્પાંજલિ અર્પણ કરી તેમને યાદ કર્યા હતા. આજે વીરતા, શૌર્ય અને એકતાના પ્રતીક સમા મહારાણા પ્રતાપની જન્મજયંતિ છે. આ પવિત્ર અવસરે જામનગર શહેર કોંગ્રેસ દ્વારા તેમની પ્રતિમાને માલ્યાર્પણ […]
દરેડ પાસે સફેદ રંગની ઈકો કાર દેશી દારૂ ઝડપાયો
લાલપુર-જામનગર ધોરીમાર્ગ પર આવેલા દરેડ નજીક FCI ઘઉંના ગોડાઉન પાસેથી પંચકોશી ‘બી’ ડિવિઝન પોલીસે કારમાં દેશી દારૂની હેરાફેરી કરતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂ અને કાર સહિત કુલ રૂપિયા 4 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પંચકોશી ‘બી’ પોલીસનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન ખોડલ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક […]
જામનગરમાં મહોરમ પર્વની તૈયારી શરૂ: વિશ્વવિખ્યાત ચાંદીના તાજિયા સહિત કલાત્મક તાજિયાનું નિર્માણ પૂરજોશમાં
જામનગર શહેરમાં ઇસ્લામ ધર્મના નવા વર્ષ, મહોરમ માસનો પ્રારંભ થયો છે. આ સાથે ઇસ્લામના 1448મા નવા વર્ષની શરૂઆત થઈ છે. હઝરત ઇમામ હુસૈન સાહેબની પવિત્ર શહાદતની યાદમાં ઉજવાતા આ તહેવારને લઈને જામનગરના મુસ્લિમ બિરાદરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરમાં કલાત્મક તાજિયા બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જામનગરમાં મહોરમ દરમિયાન બનતા તાજિયા તેમની […]
જામજોધપુરમાં 3 વર્ષથી શોષણનો આરોપ, પોક્સો હેઠળ કાર્યવાહી
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના એક ગામમાં એક પિતા સામે પોતાની પુત્રી પર દુષ્કર્મ આચરવાનો ગંભીર આરોપ લાગ્યો છે. જામજોધપુર પોલીસ મથકે આરોપી પિતા વિરુદ્ધ બળાત્કાર અને પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોલીસ ફરિયાદ મુજબ, પીડિતા સગીર વયની હતી ત્યારથી આરોપી પિતા દ્વારા ઘરના અન્ય સભ્યોની […]
રાજકોટમાં બોર્ડના વિદ્યાર્થીઓના પ્રતિભા સન્માન સમારોહમાં રૂરલ SP ગુર્જરે મોટીવેટ કર્યા
રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં ધોરણ 10 અને 12 માં સ્કૂલ ફર્સ્ટ તેજસ્વી વિદ્યાર્થીઓ માટે પ્રતિભા ગૌરવ સન્માન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 450 જેટલા વિદ્યાર્થીઓનું શિલ્ડ આપી સન્માન કરાયું હતુ. વિદ્યાર્થી 99 પર્સેન્ટાઇલવાળો હોય કે 60 PR વાળો તેમાં કોઈ ભેદભાવ રાખ્યા વિના સ્કૂલમાં પ્રથમ ક્રમે આવતા વિદ્યાર્થીઓને સન્માનવામાં આવ્યા […]
મેટ્રોની કામગીરીને લીધે સહારા દરવાજા વિસ્તારમાં 62 દિવસ ટ્રાફિક ડાયવર્ઝન
સુરત શહેરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી ખૂબ જ ઝડપથી ચાલી રહી છે. હવે રિંગરોડ ફ્લાયઓવર પર પિલ્લર વચ્ચે પિયર કેપનું અત્યંત મહત્વનું કામ હાથ ધરવામાં આવનાર હોવાથી વાહનચાલકોને મુશ્કેલી ન પડે તે માટે સુરત પોલીસ કમિશનરે એક જાહેરનામું બહાર પાડીને આગામી 62 દિવસ માટે હંગામી ટ્રાફિક ડાયવર્ઝન અમલી બનાવ્યું છે. આ સમયગાળા દરમિયાન માનદરવાજા-સહારા દરવાજા […]
લૂંટના ગુનામાં 33 વર્ષથી વોન્ટેડ 2 આરોપીઓને દબોચ્યા
સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તેમજ નાસતા-ફરતા ગુનેગારોને પકડવા માટે પોલીસ કમિશનર દ્વારા એક ખાસ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. આ ડ્રાઇવ અંતર્ગત સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશનને એક સફળતા હાથ લાગી છે. વર્ષ 1992માં નોંધાયેલા લૂંટ અને ધાડના એક ગંભીર ગુનામાં છેલ્લા 33 વર્ષથી કાયદાના સકંજાથી દૂર ભાગતા મોસ્ટ વોન્ટેડ આરોપીને પોલીસે ઝડપી […]
સુરતમાં સવારથી જ સર્વેનો ધમધમાટ, 100 જોખમી સ્ટ્રક્ચરને નોટિસ
સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં ગેરકાયદેસર અને જોખમી રીતે ઊભા કરવામાં આવેલા ટેમ્પરરી સ્ટ્રક્ચરો સામે તંત્ર દ્વારા કડક હાથે કામગીરી શરૂ કરવામાં આવી છે. સુરત મ્યુનિસિપલ કમિશનર નાગરાજન દ્વારા શહેરમાં જીવતા બોમ્બ સમાન ઊભા કરાયેલા આવા તમામ અસ્થાયી માળખાઓ સામે લાલ આંખ કરવામાં આવી છે. કમિશનરના આદેશના પગલે આજે વહેલી સવારથી જ સુરતના તમામ ઝોન વિસ્તારના વડાઓ […]
વિરોદર ગામે વાડીમાંથી માદા દીપડાનું સફળ રેસ્ક્યુ
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના વિરોદર ગામે આજે વન વિભાગ દ્વારા એક માદા દીપડાનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. પ્રવીણભાઈ વીરાભાઈ જોટવાની માલિકીની વાડી વિસ્તારમાં દીપડો પાંજરે પુરાયો હોવાની જાણ થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. વન વિભાગની ટીમે સાવચેતીપૂર્વક કાર્યવાહી હાથ ધરી હતી. આશરે 5 થી 9 વર્ષની વયની માદા દીપડાને સુરક્ષિત […]










