Gujarat

સુરેન્દ્રનગરમાં વિનામૂલ્યે એનેમિયા ટેસ્ટ અને ચશ્માનું વિતરણ કરાયું

સુરેન્દ્રનગરની શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ ખાતે લાયન્સ ક્લબ સુરેન્દ્રનગર અને વિનસ ફાઉન્ડેશનના સહયોગથી વિનામૂલ્યે આંખની તપાસ, ચશ્મા વિતરણ અને એનેમિયા (HB) ટેસ્ટ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં સુરેન્દ્રનગર અને આસપાસના વિસ્તારોમાંથી 110થી વધુ દર્દીઓએ સેવાનો લાભ લીધો હતો. આ કેમ્પ શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ અને સર્વમંગલ ફેમિલી ટ્રસ્ટ દ્વારા સંચાલિત ટીબી હોસ્પિટલ ખાતે યોજવામાં આવ્યો […]

Gujarat

ગુજરાતને વૈશ્વિક સ્તરે વધુ મજબૂત બનાવવાનો સરકારનો સંકલ્પ

ગુજરાત સરકાર રાજ્યના ઔદ્યોગિક વિકાસને એક નવી અને આધુનિક દિશા આપવા માટે બહુપ્રતિક્ષિત ‘ઔદ્યોગિક નીતિ-2026’ (Industrial Policy-2026) જાહેર કરવા જઈ રહી છે. આજ રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત એક વિશેષ ઉચ્ચ સ્તરીય કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સંયુક્ત રીતે રાજ્યના આ નવા ઔદ્યોગિક રોડમેપનું સત્તાવાર લોકાર્પણ કરશે. આ નવી નીતિનો […]

Gujarat

રીનીટનું પેપરની લાલચમાં 1 હજાર વિદ્યાર્થી પાસેથી પૈસા પડાવ્યા

નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) પરીક્ષાના પેપર લીક વિવાદ વચ્ચે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા હાથ લાગી છે. સાયબર ક્રાઇમે અલગ-અલગ રાજ્યોમાં ઓપરેશન પાર પાડીને કુલ 3 આરોપી એવા સુમેરસિંગ મીણા, આકાશ મીણા અને નવીન યાદવની ધરપકડ કરી છે. જેમાં સોશિયલ મીડિયા એપ ટેલિગ્રામ પર ચેનલો બનાવીને લાખો રૂપિયામાં NEETના પેપરો વેચવાનો ધંધો […]

Gujarat

LCB એ ધ્રોલમાંથી હથિયાર સાથે માથાભારે શખ્સ ઝડપ્યો

જામનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ ધ્રોલ તાલુકાના મોડપર ગામના પાટિયા પાસેથી ગેરકાયદેસર હથિયાર સાથે એક હિસ્ટ્રીશીટર શખ્સને ઝડપી પાડ્યો છે. પકડાયેલા આરોપીનું નામ વિરેન્દ્રસિંહ કિશોરસિંહ જાડેજા છે. પોલીસે તેની પાસેથી પિસ્ટલ અને જીવતો કાર્ટીશ સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. LCB સ્ટાફના દિલીપભાઈ તલાવડીયા, મયુરસિંહ પરમાર, યુવરાજસિંહ ઝાલા અને રૂષીરાજસિંહ વાળાને […]

Gujarat

પત્ની સાથેના કંકાસથી કંટાળેલો પતિ પત્નીને લઈને મહીસાગર નદીએ પહોંચ્યો, પોલીસે આપઘાત કરતા બચાવ્યો

વડોદરા નજીક ફાજલપુર પાસે આવેલી મહીસાગર નદીના બ્રિજ પર પત્ની સાથેના ઘરેલુ કકળાટથી કંટાળીને આપઘાત કરવા પહોંચેલા એક 26 વર્ષના યુવકને નંદેસરી પોલીસે સમયસૂચકતા વાપરીને મોતના મુખમાંથી ઉગારી લીધો છે. જનરક્ષક-112 કંટ્રોલ રૂમને મળેલી તાત્કાલિક વર્ધીના આધારે પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે નદીમાં કૂદવાનો પ્રયાસ કરી રહેલા યુવક અને તેની પત્નીને સુરક્ષિત રીતે […]

Gujarat

કાલાવડ કોર્પોરેટરને પુત્રના અપહરણની ધમકી

જામનગર જિલ્લાના કાલાવડમાં વોર્ડ નંબર 3ના કોર્પોરેટર પરસોતમભાઈ મગનભાઈ હીરપરાને ફેસબુક સ્ટોરી મુદ્દે ધમકી મળી છે. અજાણ્યા નંબર પરથી ફોન કરીને તેમના પુત્રના અપહરણની ધમકી આપવામાં આવી હતી. આ મામલે કાલાવડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ, પરસોતમભાઈ હીરપરાએ તેમની ફેસબુક સ્ટોરીમાં “દંપતી પર હુમલો કરનાર 4 આરોપીને કોર્ટની સજા” સંબંધિત એક સમાચાર પોસ્ટ […]

Gujarat

જામનગરમાં વિશ્વ રક્તદાતા દિવસે રક્તદાન

જામનગરમાં વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. આ કેમ્પ 14 જૂનના રોજ યોજાયો હતો. સંસ્થાના ચેરમેન ડૉ. અવિનાશભાઈ ભટ્ટ, ગોવા શિપયાર્ડના ડાયરેક્ટર હસમુખભાઈ હિંડોચા, સાશીભાઈ પુંજાણી, જૈવિન પુંજાણી, વિઠ્ઠલભાઈ ધોળકિયા, ભીંડી સાહેબ, ભાવનાબેન, નિકુલદાન ગઢવી અને ભાર્ગવ ઠાકર સહિતની ટીમે કાર્યક્રમના સફળ સંચાલનમાં સહભાગીતા નોંધાવી હતી.

Gujarat

જામનગર-દ્વારકા હાઈવે પર ચાલતી કારમાં આગ

જામનગર-દ્વારકા હાઈવે પર આજે બપોરે સિક્કા પાટિયા નજીક એક ચાલતી કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી, જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. પ્રાથમિક માહિતી અનુસાર, બપોરે આશરે 3:15 વાગ્યાના સુમારે આ કાર હાઈવે પરથી પસાર થઈ રહી હતી. સિક્કા પાટિયા પાસે પહોંચતા જ કારમાં અચાનક આગ […]

Gujarat

જામનગરના સાંસદે માતા દિનાબેનની અંતિમયાત્રામાં જોડાયા, પુત્રીધર્મ નિભાવ્યો

જામનગર-દેવભૂમિ દ્વારકા વિસ્તારના સાંસદ પૂનમબેન માડમના માતા દિનાબેન માડમનું અવસાન થતાં સમગ્ર હાલાર પંથકમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. સાંસદે તેમની માતાની નનામિને કાંધ આપી હતી અને રૂઢિચુસ્ત પરંપરા તોડી હતી. તેઓ માતાની અંતિમયાત્રામાં જોડાયા હતા. નિધનના સમાચાર મળતાં જ રાજકીય અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકરોએ સંવેદના વ્યક્ત કરી હતી. ત્યારે સાંસદની […]

Gujarat

કેન્દ્ર સરકાર હવે ડુંગળી રૂ. ૧૬.૫૦ પ્રતિ કિલોના ભાવે ખરીદશે, નવી ખરીદી કિંમત અમલમાં

કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પ્રહલાદ જાેશીએ તાજેતરમાં વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં ડુંગળી ખરીદી પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવા અને ખેડૂતોને યોગ્ય ભાવ મળે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બાબતે મંત્રી પ્રહલાદ જાેશીએ સોશિયલ મીડિયા પર માહિતી આપતાં જણાવ્યું હતું કે વર્તમાન બજાર ભાવ અને સંગ્રહ માટે જરૂરી […]