Gujarat

ગોધરા બસ સ્ટેન્ડમાં લાખોના ખર્ચે બનેલો RCC રોડ વર્ષમાં ધોવાયો

ગોધરાના ભુરાવાવ સ્થિત હંગામી એસટી બસ સ્ટેન્ડ પરિસરમાં લાખો રૂપિયાના ખર્ચે માત્ર 1 વર્ષ અગાઉ બનાવેલો નવીન આરસીસી (RCC) માર્ગ પ્રથમ ચોમાસામાં જ ધોવાતાં તંત્રની કામગીરી અને માર્ગની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.હાલમાં બસ સ્ટેન્ડ પરિસરમાં હાલ ઠેર-ઠેર મસમોટા ખાડાઓ પડી ગયા છે. ગોધરા ખાતે શુક્રવારની રાત્રિએ પડેલા વરસાદને કારણે ખાડાઓ પાણીથી લબાલબ […]

Gujarat

મોટી કાંટડી પાસે મુખ્ય પાણી લાઈન વાલ્વમાં ખામી

ગોધરા તાલુકાના મોટી કાંટડી ગામ નજીક નર્મદા કેનાલ પાસે આવેલી મુખ્ય પાણી પુરવઠાની લાઈનના વાલ્વમાં ખામી સર્જાઈ હતી. આ ખામીને કારણે ગોધરા નગરપાલિકાના પાણી વિભાગ દ્વારા તાત્કાલિક મરામત કામગીરી હાથ ધરવામાં આવી હતી. નગરપાલિકાની ટીમે મોડી રાત સુધી કામગીરી કરીને વાલ્વને સુધાર્યો હતો. ખામીની જાણ થતાં જ નગરપાલિકાની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. તેમણે […]

Gujarat

જામનગરમાં યુવાનની હત્યામાં બે આરોપી ઝડપાયા

જામનગરમાં ખેતીવાડી ફાર્મ નજીક રોહીદાસ ચોક વિસ્તારમાં શુક્રવારે રાત્રે કરણ જયંતીભાઈ વાઘેલા નામના યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. સિટી ‘સી’ ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં આ કેસનો ભેદ ઉકેલી બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આ કેસમાં યશ ઉર્ફે જીણો સુરેશભાઈ વરણ (ઉંમર ૨૧, રહે. ઈન્દિરા કોલોની, જામનગર) અને તેના સાથીદાર ચિરાગ સુરેશભાઈ […]

Gujarat

ડાંગ જિલ્લા અને સાપુતારામાં વરસાદી માહોલ વચ્ચે અતિ ગાઢ ધુમ્મસભર્યું અલ્હાદાયક વાતાવરણ સર્જાયું

ડાંગ જિલ્લામાં કુદરતે મન મૂકીને સૌંદર્ય વેર્યું છે, જે ચોમાસા દરમિયાન બેવડાઈ જાય છે. ડાંગ જિલ્લાના વડામથક આહવા, વઘઇ, સુબિર અને ખાસ કરીને પ્રવાસન ધામ સાપુતારામાં છેલ્લા કેટલાક દિવસોથી અવિરત વરસાદી માહોલ જામ્યો છે. સતત વરસી રહેલા ધીમા અને મધ્યમ વરસાદની વચ્ચે ડાંગના પહાડોમાં અચાનક વાદળો નીચે ઉતરી આવ્યા હોય તેમ ગાઢ ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું […]

Gujarat

મોરબીના રફાળેશ્વર GIDC વિસ્તારમાં ગોડાઉનમાં ભીષણ આગ લાગતાં હજારો મણ મગફળી બળીને ખાખ

મોરબીના રફાળેશ્વર જીઆઈડીસીમાં આવેલા સીરામીક કારખાનાના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અંદાજે ૧.૫૯ લાખ બોરી મગફળીનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે. આ કારખાનામાં સરકારી ખરીદી બાદ મોટા પ્રમાણમાં મગફળીનો જથ્થો સંગ્રહિત કરીને રાખવામાં આવ્યો હતો. આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ હતી કે જાેતજાેતામાં તેણે આખાય ગોડાઉનને પોતાની ઝપેટમાં લઈ લીધું હતું. આ અગ્નિકાંડને પગલે આસપાસના […]

Gujarat

ગુજરાતના જળાશયોમાં નવા નીરની ભારે આવક સાથે નર્મદા ડેમની સપાટી વધતાં ‘કેનાલ’ ચાલુ કરાઈ

છેલ્લા ૭૨ કલાકથી વરસાદના કારણે પાણીની સતત આવકને પગલે જળાશયોની સપાટીમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. જળાશયોમાં થઈ રહેલી પાણીની આ નવી આવકને કારણે હાલમાં ૭ જળાશયોમાં વોર્નિંગ આપવામાં આવી છે, જ્યારે રાજ્યના બે મુખ્ય જળાશય માટે એલર્ટ જાહેર કરાયું છે. પ્રશાસન દ્વારા સુરેન્દ્રનગરના ધોળી ધજા ડેમ અને મહિસાગરના વણાકબોરી ડેમ માટે એલર્ટ જાહેર કરવામાં […]

Gujarat

IPS અનુપમસિંહ ગેહલોતે અમદાવાદ પોલીસ કમિશનરનો ચાર્જ લેતા સાથેજ અસામાજિક તત્વો આપી કડક વોર્નિંગ

રાજ્યના નવા DGP તરીકે જી.એસ. મલિકની નિમણૂક બાદ છેલ્લા ૨૫ દિવસથી ખાલી રહેલી અમદાવાદ પોલીસ કમિશનરની જગ્યા હવે ભરાઈ છે. અમદાવાદ શહેરને નવા પોલીસ કમિશનર મળ્યા છે. ૧૯૯૭ બેચના ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી અનુપમસિંહ ગેહલોતે શનિવારે શાહીબાગ સ્થિત પોલીસ કમિશનરની કચેરી ખાતે વિધિવત રીતે અમદાવાદ પોલીસ કમિશનર તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. ચાર્જ હસ્તાંતરણ બાદ રાજ્યના […]

Gujarat

વડોદરામાં ૧૦ દિવસમાં બીજી ફાયરિંગની ઘટના

દારૂ પીવા બેઠેલા મિત્રોએ તેમના એક મિત્ર પાસે રહેલી રિવૉલ્વર ખરેખર ચાલે છે કે નહીં તે ચેક કરવા ફાયરિંગ કરી દીધું છેલ્લા દસ દિવસમાં વડોદરા ખાતે ફાયરિંગની આ બીજી ઘટના નોંધાતા શહેરમાં હવે પોલીસ વધુ સક્રિય થઇ ગઈ છે. ભાયલી વિસ્તારમાં આવેલા એરીના-૪૮ એપાર્ટમેન્ટના બીજા અને ત્રીજા માળના ફ્લેટ તરફ બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું […]

Gujarat

જૂનાગઢના માંગરોળ પંથકમાં આભ ફાટવા જેવી સ્થિતિ સર્જાતા સમગ્ર જનજીવન ભારે ખોરવાયું

જીલ્લાના માંગરોળ પંથકમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન આભ ફાટવા જેવી સ્થિતિ સર્જાતા સમગ્ર જનજીવન ભારે ખોરવાયું છે. ધોધમાર વરસાદને લીધે સોમનાથ-પોરબંદર હાઈવે પર મોટા પાયે ધોવાણ થયું છે. હુસેનાબાદ આગળ નેશનલ હાઈવેનું અંદાજે ૪૦ ફૂટ જેટલું ધોવાણ થઈ જતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને રાતથી જ આ રસ્તો બંધ કરી […]

Gujarat

ગુજરાત પોલીસે ‘ઓપરેશન મિલાપ‘ અંતર્ગત ૧૦ દિવસમાં ૫૦૦ ગુમ થયેલા નાગરિકોને શોધી કાઢ્યા

ગુજરાત પોલીસ દ્વારા ગુમ થયેલા બાળકો અને નાગરિકોને શોધવા માટે ચલાવવામાં આવી રહેલું ‘ઓપરેશન મિલાપ‘ દ્વારા મોટી સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. અગાઉના એક મહિનાના સફળ અભિયાન બાદ, તેને માત્ર ૧૦ દિવસ માટે લંબાવવામાં આવ્યું હતું. આ ટૂંકા ગાળામાં પોલીસે રેકોર્ડબ્રેક કામગીરી કરીને વધુ ૫૦૦ ગુમ થયેલા નાગરિકોને શોધી કાઢીને તેમના પરિવારો સાથે મિલન કરાવ્યું […]