Gujarat

ગુજરાતની પ્રથમ ઓલ-ગર્લ્સ ટીમે માઉન્ટ ફ્રેન્ડશિપ પીક સર કર્યો

હિમાચલ પ્રદેશની પીર પંજાલ પર્વતમાળામાં આવેલા 17,350 ફૂટ ઊંચા માઉન્ટ ફ્રેન્ડશિપ પીક પર ગુજરાતની પ્રથમ ‘ઓલ-ગર્લ્સ’ ટીમે સફળતાપૂર્વક ચઢાણ કરીને ઇતિહાસ રચ્યો છે. આ ગૌરવપૂર્ણ અભિયાનમાં આણંદની અવની ભટ્ટનો પણ સમાવેશ થાય છે, જેમણે આ સિદ્ધિથી ચરોતર પંથકનું નામ રોશન કર્યું છે. આ ટીમે બરફથી ઢંકાયેલા જોખમી માર્ગો, પલ-પલમાં બદલાતા હવામાન, ઓક્સિજનની અછત અને દુર્ગમ […]

Gujarat

ફૂડ કંપનીની પૂર્વ HRએ ઓળખીતા 10ના ખાતામાં 13.53 લાખ નાખ્યા

અમદાવાદના વસ્ત્રાપુરની ફૂડ કંપનીમાં HR તરીકે નોકરી કરતી યુવતીએ કંપનીના માલિકની જાણ બહાર 10 લોકોના ખાતામાં પગાર તરીકે 13.53 લાખ ટ્રાન્સફર કરી દીધા હતા. કંપનીમાં કામ ન કરતા હોય છતાં 10 અજાણ્યા લોકોના ખાતામાં HRએ પૈસા ટ્રાન્સફર કરી દીધા હતા. જે મામલે કંપનીના માલિકે HR યુવતી સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. એકાઉન્ટન્ટે ચેક […]

Gujarat

ખેરગામ-ધરમપુર રોડ પર બે ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત, બંને ચાલકો ઈજાગ્રસ્ત

ખેરગામ-ધરમપુર મુખ્ય માર્ગ પર શામળા ફળિયા નજીક મંગળવારના રોજ સવારે અંદાજે પોણા દસ વાગ્યાની આસપાસ બે ટ્રક સામસામે ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતનો જોરદાર અવાજ સાંભળીને આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ખેરગામ ધરમપુર રાજ્ય ધોરી માર્ગ પર બે ટ્રક વચ્ચે થયેલા અકસ્માતના પગલે લોકોમાં ભારે […]

Gujarat

બીલીમોરામાં પ્રથમ વરસાદ, રસ્તાઓ પર પાણી ભરાયા

નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાં લાંબા ઉકળાટ બાદ આજે વરસાદી માહોલ જામ્યો હતો. વાતાવરણમાં અચાનક પલટો આવતા શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જોકે, આ પ્રથમ વરસાદ સાથે જ પાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ હતી. શહેરમાં પવન ફૂંકાવાની સાથે જ ગોહરબાગ, સ્ટેશન રોડ, ડેપો રોડ અને કોલેજ […]

Gujarat

વલસાડમાં રોગચાળા અટકાયત માટે 8 સમિતિઓની બેઠક

વલસાડ જિલ્લામાં ચોમાસામાં સંચારી રોગચાળાને અટકાવવા અને જાહેર આરોગ્ય સેવાઓને સુધારવા માટે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. કલેક્ટર નીતિન સાંગવાનના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે જિલ્લા રોગચાળા અટકાયત અને સંકલન સમિતિ સહિત કુલ આઠ વિવિધ સમિતિઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રોગચાળા નિયંત્રણ, તમાકુ નિયંત્રણ, ક્લાઈમેટ ચેન્જ અને માનવ સ્વાસ્થ્ય, ટીબી, સિકલસેલ, થેલેસેમિયા તથા અન્ય […]

Gujarat

રિફિલિંગ સમયે શોર્ટ સર્કિટથી મોટરમાં ભડકો, ભારે અફરાતફરી વચ્ચે ફાયર બ્રિગેડે આગ બુઝાવી

વલસાડના કલ્યાણ બાગ નજીક આવેલા લક્ષ્મી પેટ્રોલિયમ (પેટ્રોલ પંપ) પર ગત રાત્રે એક મોટી દુર્ઘટના સર્જાતા અટકી હતી. પેટ્રોલ પંપ પર ટેન્કરમાંથી અંડરગ્રાઉન્ડ ટેન્કમાં પેટ્રોલ રિફિલ કરવાની પ્રક્રિયા ચાલી રહી હતી, તે દરમિયાન અચાનક રિફિલિંગ માટે મુકવામાં આવેલી મોટરમાં શોર્ટસર્કિટ થવાના કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી. પેટ્રોલ પંપ જેવા સંવેદનશીલ વિસ્તારમાં આગ લાગતા જ […]

Gujarat

ગાંધીનગરમાં IITEનું ₹127 કરોડનું અદ્યતન કેમ્પસ બનશે

PM નરેન્દ્ર મોદીની પરિકલ્પનાથી સ્થાપિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશન (IITE)નું નવું અદ્યતન ભવન ગાંધીનગરમાં ₹127 કરોડના ખર્ચે નિર્માણ પામશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને ઉચ્ચ તથા તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા તથા રિવાબા જાડેજાની ઉપસ્થિતિમાં આ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યું હતું. 600થી વધુ વિદ્યાર્થીઓ માટે આધુનિક સુવિધાઓથી સજ્જ હોસ્ટેલનું નિર્માણ નવા કેમ્પસમાં […]

Gujarat

ગુજરાતમાં હવે કચરાનું 4 ભાગમાં વર્ગીકરણ ફરજિયાત

ગુજરાતમાં 1 એપ્રિલથી અમલમાં આવેલા ‘ઘન કચરા વ્યવસ્થાપન અધિનિયમ-2026’ને અસરકારક રીતે લાગુ કરવા માટે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રાજ્યકક્ષાનો એક દિવસીય વર્કશોપ યોજાયો હતો. શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈ અને રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલાની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકાના પદાધિકારીઓને નવા નિયમોની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. વર્કશોપમાં જાહેરાત કરવામાં આવી કે હવે કચરાનું […]

Gujarat

રાજ્યની સરકારી હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રો ચમકશે, સિવિલથી મુખ્યમંત્રી રાજ્યવ્યાપી શરૂઆત કરાવશે

ચોમાસાની ઋતુ દરમિયાન પ્રજાના સ્વાસ્થ્યની રક્ષા કરવા અને સંભવિત રોગચાળા સામે આગોતરા પગલાં લેવાના હેતુથી ગુજરાત સરકારે એક પ્રશંસનીય નિર્ણય લીધો છે. આવતીકાલે 1 જુલાઈને બુધવારના રોજ પાટનગર ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ ખાતેથી ‘નમો સ્વચ્છતા અભિયાન’ અંતર્ગત રાજ્યવ્યાપી સામૂહિક સામાજિક સ્વચ્છતા મહાઅભિયાનનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિધિવત શુભારંભ કરવામાં આવશે. હોસ્પિટલ કેમ્પસમાં સફાઈ કરી CM કરાવશે […]

Gujarat

ગાંધીનગર જિલ્લામાં કાલથી 2 લાખ ઘરોમાં હાઉસ ટુ હાઉસ સર્વેનો દ્વિતીય રાઉન્ડ શરૂ

ચોમાસાની ઋતુની શરૂઆત સાથે જ મચ્છરજન્ય રોગોના સંભવિત ફેલાવાને રોકવા માટે જિલ્લા આરોગ્ય તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમના ભાગરૂપે આવતીકાલથી સમગ્ર જિલ્લામાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સનો દ્વિતીય રાઉન્ડ શરૂ કરવામાં આવશે. 10 જુલાઈ સુધી ચાલનાર આ ઝુંબેશ અંતર્ગત આરોગ્ય વિભાગની ટીમો દ્વારા 2.05 લાખથી વધુ ઘરોની રૂબરૂ મુલાકાત લઈને […]