રાજકોટનાં મોરબી રોડ પરનાં સેટેલાઇટ ચોક નજીક, પુલ નીચે આવેલા પનીરના કારખાના પર ફૂડ વિભાગે ઓચિંતા દરોડા પાડ્યા હતા. જેમાં આશરે 500 કિલો જેટલો શંકાસ્પદ લુઝ પનીરનો જથ્થો ઝડપાયો છે, જેને અધિકારીઓ દ્વારા તાત્કાલિક અસરથી સીઝ કરવામાં આવ્યો હતો. આ પનીર ક્યાંથી આવ્યું હતું અને તેમાં કયા પદાર્થોનું મિશ્રણ કરવામાં આવ્યું હતું તેની સંપૂર્ણ તપાસ […]
India
સૌરાષ્ટ્ર યુનિ.માં ડોગ ફીડિંગ પર પ્રતિબંધથી વિવાદ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સુપ્રીમ કોર્ટના ચુકાદાની અમલવારીના અનુસરણ સ્વરૂપે કેમ્પસમાં રહેતા 100 શ્વાનોને ભોજન કે પાણી પીવડાવવા પર પ્રતિબંધ ફરમાવતા બેનરો લગાવવામાં આવતા શ્વાન પ્રેમીઓમાં રોસ ફેલાયો છે અને તેનો વિરોધ પણ શરૂ થઈ ગયો છે. જીવદયા પ્રેમીઓ કુલપતિ ડૉ. ઉત્પલ જોશી અને કુલસચિવ અજયસિંહ જાડેજા સમક્ષ રજૂઆત કરવા પહોંચ્યા હતા તો આ મામલામાં ભાજપ […]
સિવિલમાં નમો સ્વચ્છતા અભિયાન, હોસ્પિટલમાં ત્રણેય શિફ્ટમાં નિયમિત સફાઈ સાથે હવે સઘન ઝુંબેશ હાથ ધરાશે
જૂનાગઢમાં સરકારી સંસ્થાઓ અને તબીબી સેવા કેન્દ્રોને વધુ સ્વચ્છ અને સુઘડ બનાવવાના ઉદ્દેશ્ય સાથે વિશેષ પહેલ કરવામાં આવી છે. આ અંતર્ગત જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે નમો સ્વચ્છતા અભિયાન હેઠળ ખાસ સાપ્તાહિક સ્વચ્છતા ઝુંબેશનો વિધિવત અને રાજ્યવ્યાપી શુભારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન આગામી એક સપ્તાહ સુધી હોસ્પિટલના ખૂણે-ખૂણાને ચમકાવવા અને દર્દીઓ માટે આરોગ્યપ્રદ વાતાવરણ પૂરું […]
જૂનાગઢમાં 2 ઈંચ વરસાદથી રસ્તાઓ પાણી પાણી
જૂનાગઢ શહેરમાં ચોમાસાની સીઝન દરમિયાન ઘણા લાંબા સમયના વિરામ બાદ આખરે મેઘરાજાએ ધમાકેદાર આગમન કર્યું છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદે મન મૂકીને વરસવાનું શરૂ કરતાં જ સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે અને સ્થાનિક લોકોએ અસહ્ય ઉકળાટ તેમજ કાળઝાળ ગરમીમાંથી મોટી રાહતનો શ્વાસ લીધો છે. લાંબા સમય પછી વરસેલા આ અનરાધાર વરસાદને કારણે લોકોમાં ભારે […]
પદયાત્રી વૃદ્વના અડધા લાખની ચોરી આચરનારી ત્રિપૂટી પકડાઈ
જામનગર નજીક બેડ પાસે પદયાત્રી વૃદ્વની સાયકલરમાંથી રોકડ રકમ સહિતન થેલાની તસ્કરી પ્રકરણનો ભેદ સ્થાનિક ગુના શોધક શાખાએ ઉકેલી નાખ્યો છે જેમાં પોલીસે એક કાયદાથી સંઘર્ષિત કિશોર સહિત ત્રણ શખસોને દબોચી લીઘા હતા.પોલીસે રૂા. 56 હજારની રોકડ ઉપરાંત ચોરીમાં વપરાયેલુ બાઇક સહિત રૂા. 1.06 લાખનો મુદામાલ કબજે કર્યો છે. રાજસ્થાના અસાડા ગામના વતની સકારામજી મંગનાથજી […]
કાનાલુસ યાર્ડમાં ફોર્સ્ડ ટ્રેક લેઆઉટનું નિરાકરણ
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ હાંસલ કરતા કાનાલુસ સ્ટેશનના પોરબંદર છેડા પર સ્થિત પોઈન્ટ નંબર 112ના ફોર્સ્ડ ટ્રેક લેઆઉટનું સફળતાપૂર્વક નિરાકરણ કર્યું છે. આ સુધારાથી સંબંધિત રેલ સેક્શન પર ટ્રેનોના સંચાલનમાં વધુ સ્થિરતા અને ઓપરેશનલ કાર્યક્ષમતા સુનિશ્ચિત થશે. રાજકોટ ડિવિઝનના વરિષ્ઠ ડિવિઝન વાણિજ્ય પ્રબંધક સુનીલ કુમાર મીનાના […]
જામનગરમાં DKV કોલેજમાં ‘નો ડ્રગ્સ કેમ્પિંગ’ કાર્યક્રમ
જામનગરમાં ડી.કે.વી. આર્ટ્સ એન્ડ સાયન્સ કૉલેજ ખાતે તા. 1 ઓગસ્ટ, 2026ના રોજ ‘નો ડ્રગ્સ કેમ્પિંગ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નશામુક્તિ જાગૃતિ કાર્યક્રમ જામનગર જિલ્લા પોલીસ અને એનડીસી એનજીઓના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. કોલેજના પ્રિન્સિપાલ પી.વી. બાણૂગારીયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં DYSP જયવીરસિંહ ઝાલા, PSI એ.વી. ખેર અને એનજીઓના રુષિરાજ મોરી સહિતના મહાનુભાવો […]
ફોટોગ્રાફર સાથે 41 હજારની છેતરપિંડી
સાયબર ઠગ લોકો પાસેથી રૂપિયા પડાવવા માટે રોજ નવી-નવી તરકીબો અપનાવી રહ્યા છે. હવે અમદાવાદના એક ફોટોગ્રાફરને ShaadiDukaan.com નામની વેબસાઈટના નામે વર્ષે 24થી 25 વેડિંગ ફોટોગ્રાફીના ઓર્ડર અપાવવાની લાલચ આપી કંપનીનું સબ્સ્ક્રિપ્શન લેવાનું કહી 41 હજાર પડાવી લેવાયા હોવાની ફરિયાદ અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઈ છે. ShaadiDukaan.comના સચિન તરીકે ઓળખ આપી સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાયેલી […]
અમરેલી જિલ્લામાં ‘રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે’ નિમિત્તે ૧૦૮ ઈમરજન્સી અને ખિલખિલાટ સ્ટાફ દ્વારા વિશેષ સફાઈ અભિયાન
૨૦૨૬૧ જુલાઈ એટલે કે ‘રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે’ (ડૉક્ટર દિવસ) નિમિત્તે સમગ્ર દેશમાં તબીબોની સેવાને બિરદાવવામાં આવી રહી છે, ત્યારે અમરેલી જિલ્લામાં ૧૦૮ ઈમરજન્સી સેવા અને ખિલખિલાટ ડ્રોપ બેક યોજનાના સ્ટાફ દ્વારા એક પ્રેરણાદાયી સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દર્દીઓની આરોગ્ય સુરક્ષા અને સ્વચ્છતાને પ્રાધાન્ય આપીને સ્ટાફ દ્વારા એમ્બ્યુલન્સ અને લોકેશનની સફાઈનું વિશેષ અભિયાન ચલાવવામાં […]
ખંભાત હાઇવે પર અકસ્માત, ઇનોવા કારે અન્ય કારને અડફેટે લીધી
ખંભાત-ધર્મજ હાઇવે પર વાડોલા-શિવરામપુરા રોડ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવતી ઇનોવા કારે ડિવાઇડર કૂદી રોંગ સાઇડમાં આવીને i10 કારને ટક્કર મારતા એક યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું. ઇનોવા કારના ચાલકે બેદરકારીપૂર્વક વાહન હંકારી ડિવાઇડર કૂદાવ્યું હતું. આ કાર રોંગ સાઇડમાં ધસી આવી હતી અને સામેથી આવતી i10 કારને અડફેટે લીધી હતી. ફરિયાદી વિષ્ણુકાંત […]










