Gujarat

અમદાવાદમાં પ્રતિ લિટર 90 પૈસા વધતા પેટ્રોલ 98.35 અને ડીઝલ 94.19એ પહોંચ્યું

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એક વખત વધારો કરવામાં આવ્યો છે. એક અઠવાડિયામાં બીજી વખત ભાવ વધારો કરવામાં આવતા નાગરિકોને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. 5 દિવસ પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જો કે હવે તે બાદ પેટ્રોલ અને ડીઝલમાં ભાવમાં ફરી 90 પૈસાનો વધારો કરવામાં આવ્યો […]

Gujarat

ઓરસંગ બ્રિજ પાસે કારમાં લાગેલી આગમાં ચાર લોકોનો આબાદ બચાવ

બોડેલી નજીક ઓરસંગ બ્રિજ નીચે એક ઇકો ગાડીમાં આગ લાગી હતી. આ ઘટનામાં કારમાં સવાર ચાર વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો.મોડાસર તરફથી બોડેલી તરફ જઈ રહેલી આ ઇકો ગાડીમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી, જેના કારણે ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે ઇકો ગાડી સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. સદનસીબે, […]

Gujarat

ST બસ ડ્રાઈવર નશામાં, મુસાફરોએ હોબાળો કર્યો

છોટા ઉદેપુરથી ગોંડલ જતી એસટી બસનો ડ્રાઈવર ગઈકાલે મોડી સાંજે નશાની હાલતમાં બસ ચલાવી રહ્યો હતો. મુસાફરોએ ડ્રાઈવરની આ બેદરકારી જોઈને હોબાળો મચાવ્યો હતો. મુસાફરોએ પાવી જેતપુર ખાતે બસ રોકી દીધી હતી અને ડ્રાઈવરને નીચે ઉતારીને પૂછપરછ કરી હતી. આ દરમિયાન ડ્રાઈવરે જણાવ્યું હતું કે, “મેં દારૂ નથી પીધો, બપોરે બિયર પીધું હતું.” મુસાફરોએ પોતાની […]

Gujarat

સોમનાથ રેલવે સ્ટેશન પર એરપોર્ટ જેવા વેઇટિંગ રૂમ બનશે

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ સાનિધ્યે અતિ આધુનિક રેલવે સ્ટેશન નિર્માણ પામી રહ્યું છે ત્યારે હાલ આ રેલવે સ્ટેશનની કામગીરી લગભગ 60 થી 70 ટકા પૂર્ણ થઈ ચૂકી છે જે આગામી વર્ષ સુધી સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ શકે છે. સોમનાથ રેલવે સ્ટેશનમાં શું વિશેષતાઓ હશે તે અંગે ભાવનગરના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું […]

Gujarat

જૂનાગઢ પોલીસની બુટલેગરો અને ગેરકાયદેસર હથિયાર રાખનારા સામે લાલ આંખ

​જૂનાગઢ પોલીસ અને તાલુકા પોલીસની ટીમે અલગ-અલગ વિસ્તારોમાં સપાટો બોલાવીને દારૂની હેરાફેરી કરતા બુટલેગરો અને ગેરકાયદેસર હથિયાર રાખનારા તત્વો સામે લાલઆંખ કરી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના બાદ પોલીસ તંત્ર સંપૂર્ણપણે એક્શન મોડમાં આવ્યું છે, જેના ભાગરૂપે જુદા-જુદા વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન પોલીસે દેશી તેમજ વિદેશી દારૂ અને ઘાતક […]

Gujarat

જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં માંસાહારી પ્રાણીઓના ખોરાક માટે પ્રાણી સંગ્રહાલયમાં સ્લોટર કરવા વિરુદ્ધ અરજી થઈ હતી

સક્કરબાગ ઝૂમાં માંસાહારી પ્રાણીઓ માટે જીવિત પશુઓ લાવીને પ્રાણી સંગ્રહાલયમાં જ તેમનું કત્લ કરવા બાબતે ગુજરાત હાઇકોર્ટમાં અગાઉ જાહેર હિતની અરજી દાખલ થઈ હતી. જેને હાઇકોર્ટે નકારી નાખી હતી. આથી ગુજરાત હાઇકોર્ટના હુકમ વિરુદ્ધ અરજદારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જો કે સુપ્રીમ કોર્ટે પણ આ અરજી નકારી નાખી છે. એનિમલ વેલ્ફેર ફાઉન્ડેશન અને […]

Gujarat

ભાવનગરમાં પ્રતિ લિટર 90 પૈસા વધતા પેટ્રોલ 99.95 અને ડીઝલ 95.79એ પહોંચ્યું

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવોથી સામાન્ય જનતાની ચિંતા વધુ વધી છે. તેલ કંપનીઓએ આજે(19 મે) ફરી પ્રતિ લિટર 90 પેસાનો વધારો જાહેર કરતા ભાવનગર શહેરમાં પેટ્રોલનો ભાવ રૂ.99.95 અને ડીઝલનો ભાવ રૂ.95.79 સુધી પહોંચી ગયો છે. નોંધનીય છે કે ગત 15 મેના રોજ પણ પ્રતિ લિટર રૂ.3નો મોટો વધારો કરવામાં આવ્યો હતો. સતત વધી રહેલા ઈંધણના ભાવોના […]

Gujarat

ચિત્રામાં ભાવનગર મનપાની ડીમોલીશન કાર્યવાહી

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ગેરકાયદેસર દબાણો સામે લાલ આંખ કરવામાં આવી છે. જેના ભાગરૂપે આજરોજ મનપાના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા શહેરના ચિત્રા વિસ્તારમાં આવેલા એક નાળામાં થયેલાં મોટાપાયે ગેરકાયદે બાંધકામોને તોડી પાડવા માટે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું વરસાદી પાણીના નિકાલમાં અવરોધરૂપ દબાણો દૂર કરાયા આ અંગે મળતી માહિતી મુજબ ભાવનગરના ટી.પી. સ્કીમ નંબર 1એ […]

Gujarat

જામનગરમાં 65% બ્રાસ ઉદ્યોગને અસર

જામનગરના બ્રાસ ઉદ્યોગ પર વૈશ્વિક ભૌગોલિક-રાજકીય તણાવની સીધી અસર જોવા મળી રહી છે. અમેરિકા અને ઈરાન વચ્ચેના આંતરરાષ્ટ્રીય તણાવને કારણે જામનગરના બ્રાસ માર્કેટમાં મંદીનો માહોલ છવાયો છે, જેના પરિણામે હજારો વેપારીઓ અને શ્રમિકો ચિંતિત બન્યા છે. જામનગર જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશનના પ્રમુખના જણાવ્યા અનુસાર, આંતરરાષ્ટ્રીય સ્તરે યુદ્ધનું સંકટ ઘેરું બન્યા બાદ બ્રાસ ઉદ્યોગ […]

Gujarat

ચાલુ કારમાં આગ ભભૂકતા પિતા-પુત્રી જીવતા સળગ્યા, ઘટનાસ્થળ પર મોત

દેવભૂમિ દ્વારકા જિલ્લાના રણજીપપુર ગામ પાસે સોમવારે સાંજે અગ્નિ અકસ્માતનો હ્દયદ્વાવક બનાવ સામે આવ્યો હતો.જેમાં રોડ પર દોડતી કારમાં કોઈ અજાણ્યા કારણોસર અચાનક આગ ભભૂકી ઊઠતાં કારમાં સવાર પિતા અને પુત્રી આગની જ્વાળાઓમાં સપડાઈ જતા ગંભીર રીતે દાઝી જવાથી બંનેના કમકમાટીભર્યા મૃત્યુ નિપજયા હતા. જયારે અગ્નિ અકસ્માતના બનાવમાં પત્નીને સામાન્ય ઇજા સાથે બચાવ થયો હોવાનુ […]