Gujarat

બગોદરાના 20 તોલા સોનાની ચોરીનો વોન્ટેડ આરોપી ઝડપાયો

સુરત ગ્રામ્ય LCB અને પેરોલ ફર્લો સ્કોડે બગોદરાના 20 તોલા સોનાની ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી હમીર ઉર્ફે બોડો રમેશ હાડા (ઓડ)ને ઝડપી પાડ્યો છે. આ આરોપી લાંબા સમયથી ફરાર હતો અને તેની સામે અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. રાજ્યમાં આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે રાજ્યવ્યાપી સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન […]

Gujarat

બારડોલી પાસે કન્ટેનરમાંથી 38.59 લાખનો દારૂ પકડાયો

સુરત ગ્રામ્ય પોલીસે બારડોલી નજીક ઉવા ગામ પાસેથી એક કન્ટેનરમાંથી રૂ. 38.59 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. કન્ટેનરમાં બનાવેલા ગુપ્ત ચોરખાનામાંથી આ દારૂ મળી આવ્યો હતો. પોલીસે બે રાજસ્થાની શખ્સોની ધરપકડ કરી છે. આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા ગેરકાયદેસર હેરાફેરી રોકવા માટે વિશેષ ડ્રાઈવ ચલાવવામાં આવી […]

Gujarat

ચૂંટણી કાર્યમાં બેદરકારી દાખવનાર BLO સામે લાલ આંખ

સુરત મહાનગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણી-2026ને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. ચૂંટણી જેવી મહત્વની લોકશાહીની પ્રક્રિયામાં અવરોધ ઊભો કરનાર અને સોંપવામાં આવેલી કામગીરીનો અસ્વીકાર કરનાર સરકારી કર્મચારીઓ સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. 161-વરાછા રોડ વિધાનસભા મતવિસ્તારમાં મતદાન કાપલી વહેંચવાની કામગીરીનો ઇનકાર કરનાર એક […]

Gujarat

સુરતમાં 22 અને 23 એપ્રિલે CM ભૂપેન્દ્ર પટેલની મેગા બાઈક રેલી

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના જંગમાં ભાજપે પોતાના સૌથી મજબૂત ગણાતા પાટીદાર વિસ્તારોમાં પકડ જાળવી રાખવા પૂરી તાકાત લગાવી દીધી છે. આગામી 48 કલાક સુરતના રાજકારણ માટે નિર્ણાયક માનવામાં આવી રહ્યા છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ભવ્ય બાઈક રેલી અને કેન્દ્રીય મંત્રીઓ મનસુખ માંડવીયા તથા પુરુષોત્તમ રૂપાલાની જંગી જાહેર સભાઓ દ્વારા ભાજપ શક્તિપ્રદર્શન કરશે. કેન્દ્રીય નેતૃત્વનું મેદાનમાં […]

Gujarat

એક મતની તાકાત સમજાવતા વિદ્યાર્થીઓ

લોકશાહીના પર્વમાં નાગરિકોની ભાગીદારી વધારવા માટે વિરાણી હાઈસ્કૂલ ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ‘મારો મત, મારો અધિકાર’ના મંત્ર સાથે 100 ટકા મતદાન કરવાના શપથ લીધા હતા. શાળાના વિશાળ મેદાનમાં વિદ્યાર્થીઓએ શિસ્તબદ્ધ રીતે ગોઠવાઈને ‘VOTE’ લખેલી ભવ્ય માનવ આકૃતિ સર્જી હતી. ભાવિ મતદારોમાં લોકશાહી પ્રત્યેની જવાબદારી અને મતદાનની ગુપ્તતા અંગે સમજ કેળવવી. રાજકોટ […]

Gujarat

ભાવનગર એલસીબીએ ઉત્તર પ્રદેશના બલિયામાંથી બંને આરોપીને દબોંચ્યા

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ એક મહત્વની કાર્યવાહીમાં વર્ષ 2009થી નાસતા-ફરતા બે વોન્ટેડ આરોપીઓને ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાંથી દબોચી લીધા છે. વલ્લભીપુર પોલીસ મથકમાં નોંધાયેલા આવશ્યક ચીજવસ્તુ અધિનિયમના ગુનામાં આ બંને શખ્સો છેલ્લા 17 વર્ષથી પોલીસને થાપ આપી રહ્યા હતા. પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડ્યા વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2009માં આવશ્યક ચીજવસ્તુ અધિનિયમની કલમ 3 […]

Gujarat

જામનગર મહાનગરપાલિકા ચૂંટણી માટે મતદાન મથકોનું માર્કિંગ શરૂ

જામનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર સક્રિય બન્યું છે. મતદાન પ્રક્રિયા સુચારુ રીતે સંપન્ન થાય તે માટે વિવિધ તૈયારીઓ તેજ કરવામાં આવી છે. શહેરમાં મતદાન મથકો ઊભા કરવાની પ્રક્રિયા સાથે, દરેક મતદાન મથકની આસપાસના 100 મીટર વિસ્તારનું મેપિંગ અને ગ્રાઉન્ડ માર્કિંગ શરૂ કરવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગર શહેરના કુલ 16 […]

Gujarat

પાલિકાની વેરા વસૂલાતમાં 44 ટકાથી વધુનો વધારો‎

પાટણ નગરપાલિકામાં ચાલુ નાણાકીય વર્ષની શરૂઆત પ્રોત્સાહક આંકડાઓ સાથે થઈ છે. પાલિકા દ્વારા પ્રોપર્ટી ટેક્સ ભરનારા નાગરિકો માટે જાહેર કરવામાં આવેલી એડવાન્સ વેરાની યોજનાને શહેરીજનોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. ચાલુ વર્ષે એપ્રિલ મહિનાના પ્રથમ 20 દિવસમાં જ વસૂલાતના તમામ જૂના રેકોર્ડ તૂટ્યા છે. પાલિકાના સત્તાવાર આંકડા મુજબ, ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે એડવાન્સ વેરાની […]

Gujarat

નારી શક્તિ સંશોધન બિલ ૨૦૨૬ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

સાંસદ પૂનમબેન માડમ દ્વારા કોંગ્રેસ, ટી.એમ.સી સહીત વિપક્ષી દળોની મહિલા આરક્ષણ વિરોધી માનસિકતા વિશે કર્યું ઉદબોધન. ભારતમાં મહિલા આરક્ષણ બિલ, નારી શક્તિ સંશોધન બિલ ૨૦૨૬ સાંસદ માં મુકવામાં આવેલ, કોંગ્રેસ સહીતના વિપક્ષી દળોએ આ બિલના વિરુદ્ધ માં નિર્ણય આપી, મહિલા આરક્ષણ બિલ ને ફરી એકવાર ખોરંભે ચડાવેલ. આ તબ્બકે જામનગર – દેવભૂમિ દ્વારકા ના સાંસદ […]

Gujarat

સેવાના શ્યામ શ્રી ઘનશ્યામભાઈ પટેલ USA દ્વારા અલારસા ગામમાં જળસેવાનો અનોખો ઉપક્રમ – અનેક જરૂરિયાતમંદ પરિવારોને ઉચ્ચ ગુણવત્તાવાળી પાણીની ટાંકીઓ ભેટ!

સેવાના શ્યામ શ્રી ઘનશ્યામભાઈ પટેલ USA દ્વારા અલારસા ગામમાં જળસેવાનો અનોખો ઉપક્રમ – અનેક જરૂરિયાતમંદ પરિવારોને ઉચ્ચ ગુણવત્તાવાળી પાણીની ટાંકીઓ ભેટ! અલારસા ગામ માટે ગૌરવ અને આનંદની વાત એ છે કે ગામના દાતાશ્રી, સેવાભાવી અને લોકહિતેચ્છુ સેવાના શ્યામ શ્રી ઘનશ્યામભાઈ હરમાનભાઈ પટેલ (USA) દ્વારા આજ રોજ ગામના જરૂરિયાતમંદ પરિવારો માટે માનવતાભરી સેવા રૂપે ઉચ્ચ ગુણવત્તાવાળી […]