Gujarat

કોરિયન એરફોર્સના વિમાનો જામનગરમાં ઉતર્યા

કોરિયા રિપબ્લિક એરફોર્સની એક ટુકડીએ જામનગર એરફોર્સ સ્ટેશન પર ટૂંકા રોકાણ માટે ઉતરાણ કર્યું હતું. આ ટુકડી સાઉદી અરેબિયામાં 31 જાન્યુઆરીથી 01 ફેબ્રુઆરી, 2026 દરમિયાન યોજાનાર વર્લ્ડ ડિફેન્સ શોમાં ભાગ લેવા જઈ રહી હતી. આ ટુકડીમાં બ્લેક ઇગલ્સ એરોબેટિક ટીમના નવ T-50B વિમાન અને એક C-130 ટ્રાન્સપોર્ટ વિમાનનો સમાવેશ થાય છે. આ વિમાનોએ જામનગર એરફોર્સ […]

Gujarat

મુન્દ્રામાં માછલી પકડવા ગયેલો યુવાન ડૂબ્યો

મુન્દ્રાના રાશા પીર સર્કલથી ટી-પોઈન્ટ વચ્ચે આવેલા તળાવમાં માછલી પકડવા ગયેલો 30 વર્ષીય યુવાન સોનુકુમાર રામાશંકર રામ ડૂબી ગયો હતો. તે મૂળ બિહારનો રહેવાસી છે.પ્રાથમિક માહિતી અનુસાર, માછલી પકડતી વખતે તેનો પગ લપસી જતાં તે તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિકોએ પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર […]

Gujarat

ચોટીલામાં નાયબ કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ

ચોટીલાના સર્વાંગી વિકાસ માટે નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાના અધ્યક્ષ સ્થાને એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વહીવટી અધિકારીઓ અને શૈક્ષણિક સંસ્થાઓના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા. ‘આપણું ચોટીલા – સ્વચ્છ, સ્વસ્થ અને સુશિક્ષિત’ બને તેવા લક્ષ્યાંક સાથે યોજાયેલી આ બેઠકમાં શિક્ષણ, આરોગ્ય અને સફાઈ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. શિક્ષણ ક્ષેત્રે, વિદ્યાર્થીઓ IIM, […]

Gujarat

કાલાવડમાં ખેડૂતો સાથે ₹96.97 લાખની છેતરપિંડી

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના સોરઠા ગામના ખેડૂત કુલદીપભાઈ ગોરધનભાઈ કોઠીયાએ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ કાલાવડના કુંભનાથ પરા વિસ્તારમાં રહેતા દિલીપ નારદભાઈ સાવલિયા વિરુદ્ધ કરવામાં આવી છે. આરોપીએ કુલદીપભાઈ સહિત અન્ય ખેડૂતો પાસેથી આશરે 96,97,601 રૂપિયાની ખેત પેદાશો ખરીદી નાણાં ચૂકવ્યા ન હતા. પોલીસ ફરિયાદ મુજબ, આરોપી દિલીપ સાવલિયાએ ફરિયાદી […]

Gujarat

આજે વર્લ્ડ કેન્સર ડે

કેન્સરની અવેરનેસ વધારવા 4 ફેબ્રુઆરીને વિશ્વ કેન્સર દિવસ તરીકે મનાવાય છે. મોટાભાગના લોકો માને છે કે, મોઢાનું કેન્સર માત્ર તમાકુથી જ થાય છે. મોઢાનું કેન્સર થવા પાછળ 25થી 30 ટકા કેસમાં સાદી કે સેન્ટેડ સોપારી, વાંકાચુકા દાત, ડહાપણની દાઢ અને હ્યુમન પેપીલોમા(એચપીવી) વાયરસથી થતાં હોવાનું પ્રકાશમાં આવ્યું છે. અમદાવાદ કેન્સર ફાઉન્ડેશન અને એચસીજી આસ્થા કેન્સર […]

Gujarat

ઓસ્ટ્રેલિયામાં રહેતા અમદાવાદના યુવકને ડિજિટલ અરેસ્ટ કરી 48 લાખ પડાવ્યા

છેલ્લા કેટલાક મહિનાઓથી લોકોને અલગ અલગ ડર બતાવી ડિજિટલ અરેસ્ટ કરી ઠગવાના કિસ્સાઓમાં વધારો થયો છે. હવે વિદેશમાં રહેતા NRI પણ સાયબર ફ્રોડ કરતી ટોળકીના નિશાના પર આવ્યા છે. ઓસ્ટ્રેલિયામાં રહેતા અમદાવાદના એક યુવકને મુંબઈ ક્રાઈમ બ્રાંચના નામે ડિજિટલ અરેસ્ટ કરી ઓસ્ટ્રેલિય ડોલર સહિત રૂ. 48 લાખ પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. અમદાવાદમાં રહેતા યુવકના […]

Gujarat

ચોરીના કોપર વાયર સાથે ત્રણ ઝડપાયા

વાલિયા પોલીસે સોલાર પ્લાન્ટમાંથી કોપર વાયરની ચોરીના આરોપસર ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓ ચોરી કરેલા વાયરનું વેચાણ કરવા જઈ રહ્યા હતા. પોલીસને બાતમી મળી હતી કે નંબર પ્લેટ વિનાની એક્ટિવા પર ત્રણ ઇસમો તુણા ગામથી વાલિયા તરફ કોપર વાયરનો જથ્થો ભરીને આવી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે ભુજીયાવડ પાસે રોડ પર વોચ […]

Gujarat

ભરૂચ નજીક કેમાંતૂર કંપની પાસે હિટ એન્ડ રન

ભરૂચ શહેર નજીક આવેલા કેમાંતૂર કંપની પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. હલદરવા પાટિયા અને નર્મદા કેમાંતૂર કંપની વચ્ચેના માર્ગ પર એક અજાણ્યા વાહન ચાલકે એક્ટિવા પર સવાર 2 વ્યક્તિઓને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત સર્જી વાહન ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. જેમાં ઘટનાસ્થળે જ એક વ્યક્તિનું કમકમાટીભર્યું મોત થયું છે. જ્યારે ઈજાગ્રસ્તને સિવિલ હોસ્પિટલ […]

Gujarat

ચોટીલામાં નાયબ કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ

ચોટીલાના સર્વાંગી વિકાસ માટે નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાના અધ્યક્ષ સ્થાને એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વહીવટી અધિકારીઓ અને શૈક્ષણિક સંસ્થાઓના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા. ‘આપણું ચોટીલા – સ્વચ્છ, સ્વસ્થ અને સુશિક્ષિત’ બને તેવા લક્ષ્યાંક સાથે યોજાયેલી આ બેઠકમાં શિક્ષણ, આરોગ્ય અને સફાઈ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. શિક્ષણ ક્ષેત્રે, વિદ્યાર્થીઓ IIM, […]

Gujarat

જામનગરમાં ગુજરાતી ફિલ્મ “કેસરીયો સંકટ મોચન”નું ભવ્ય નિર્માણ મુહૂર્ત: શૂટિંગનો પ્રારંભ

આજે શહેરના ઐતિહાસિક એવા દિગજામ મિલ હનુમાન મંદિર ના પટાગણ મા દોઢિયા ફિલ્મ્સ પ્રોડક્શનની આગામી ગુજરાતી ફિલ્મ *”કેસરીયો સંકટ મોચન “નું ભવ્ય મુહૂર્ત સંપન્ન થયું. નિર્માતા હર્ષિલભાઈ દોઢિયા દ્વારા પ્રસ્તુત આ ફિલ્મ એક સામાજિક વાત સાથે ધાર્મિક શ્રદ્ધા ની વાત સાથે લઇ ને આકર્ષક કથા વસ્તુ ધરાવતી ફિલ્મ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે […]