ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીના કાફલાના હેલિકોપ્ટર ક્રેશ બાદ સતત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું હતું તે દરમિયાન તેમના હેલિકોપ્ટરનો કાટમાળ એક ટેકરી પરથી મળી આવ્યો હતો. હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકોના આ દુર્ઘટનામાં મોત થયા હતા જેના પગલે પાંચ દિવસનો શોક પણ જાહેર કરવામાં આવ્યો છે. ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસી અને વિદેશ મંત્રી હુસૈન અમીર અબ્દુલ્લાહિયનનું […]
International
સિંગાપોરમાં કોરોના ના કેસ વધવાથી લોકોમાં ભયનો માહોલ
વિદેશમાં કોરોનાની રીએન્ટ્રી… આરોગ્યમંત્રી ઓંગ યે કુંગે તમામ લોકોને માસ્ક પહેરવાની અને સાવચેત રહવાની સૂચના આપી વિશ્વભરમાં કોરોનાના કેસ નહિવત નોંધાઈ રહ્યા છે, ત્યારે સિંગાપોરમાં કોરોનાની નવી લહેરથી આરોગ્ય વિભાગ ચિંતામાં મુકાયું છે. એટલું જ નહીં તંત્ર દ્વારા લોકોને માસ્ક પહેરવાની પણ સૂચના આપી દેવાઈ છે. મળતા અહેવાલો મુજબ અધિકારીઓએ પાંચથી ૧૧ મેચ સુધીમાં ૨૫,૯૦૦ […]
અફઘાનિસ્તાનમાં બહુવિધ બંદૂકધારીઓએ ગોળીબાર કરતાં ત્રણ વિદેશી સહિત ચાર લોકોનાં મોત
અફઘાનિસ્તાનના બામિયાન પ્રાંતમાં મોડી રાત્રે બહુવિધ બંદૂકધારીઓ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો જેમાં ત્રણ વિદેશી સહિત ચાર લોકોનાં મોત થયાં હતાં. એક અધિકારીએ જણાવ્યું હતું કે ઘટનાસ્થળેથી ચાર શકમંદોની ધરપકડ પણ કરી લેવામાં આવી છે અને આ ઘટના અંગે તપાસ ચાલુ છે. મોડી સાંજે થયેલા આ હુમલાની જવાબદારી કોઈએ લીધી નથી. તાલિબાનના ગૃહ મંત્રાલયના જણાવ્યા […]
USએ કહ્યું- ભારતમાં જીવંત લોકશાહી; US મીડિયાએ કહ્યું- ભાજપ જીતશે તો મુસ્લિમો પર જોખમ રહેશે
ભારતમાં યોજાઈ રહેલી ચૂંટણીની અમેરિકાએ પ્રશંસા કરી છે. વ્હાઇટ હાઉસે શુક્રવારે (17 મે) કહ્યું કે વિશ્વમાં ભારત કરતાં વધુ જીવંત લોકશાહી બીજે ક્યાંય નથી. વ્હાઇટ હાઉસે કહ્યું કે ભારતીયોની મત આપવાની અને સરકાર સામે અવાજ ઉઠાવવાની ક્ષમતા પ્રશંસાને પાત્ર છે. વ્હાઈટ હાઉસના પ્રવક્તા જોન કિર્બીએ કહ્યું કે અમેરિકા ભારતમાં થઈ રહેલી ચૂંટણી પર નજીકથી નજર […]
સ્લોવાકિયાના વડાપ્રધાન ગોળીબારમાં ઘાયલ, હાલત ગંભીર, મોટી હોસ્પિટલમાં દાખલ
સ્લોવાકિયાના વડાપ્રધાન રોબર્ટ ફિકો પર ગોળી મારીને હુમલો કરવામાં આવ્યો છે, તેઓ ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના રાજધાની બ્રાતિસ્લાવાના ઉત્તર-પૂર્વમાં લગભગ ૧૫૦ કિલોમીટર દૂર હેન્ડલોવા શહેરમાં બની હતી. અકસ્માત બાદ પીએમને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાંથી હવે તેમને રાજધાની બ્રાતિસ્લાવાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા […]
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ની ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળવા ચીન પહોંચ્યા હતા. પુતિન ઈચ્છે છે કે ચીન યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને સમર્થન આપે. તેમના કાર્યકાળ દરમિયાન પુતિનની આ પ્રથમ વિદેશ યાત્રા છે. માર્ચમાં તેઓ ફરીથી પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. તે લગભગ છ મહિના પહેલા ચીન પણ ગયા હતા. રશિયાના રાષ્ટ્રપતિ બે દિવસની સરકારી મુલાકાતે ચીન […]
H-1B વિઝા ધારકોને મળશે રાહત, 60 દિવસ સુધી રહેવાની સ્વતંત્રતા સિવાય અન્ય ઘણા વિકલ્પો આપ્યા
અમેરિકામાં ગૂગલ, ટેસ્લા અને વોલમાર્ટ જેવી કંપનીઓમાં મોટા પાયે છટણીએ નોકરી કરતા ઇમિગ્રન્ટ્સ માટે મોટી સમસ્યા ઊભી કરી છે. આવી સ્થિતિમાં, અમેરિકન સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસ (USCIS)એ H-1B વિઝા ધારકો માટે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જારી કરી છે જેઓ નોકરીમાંથી કાઢી નાખવા અથવા કાઢી નાખવાની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. આ અંતર્ગત H-1V વિઝા ધારકોને નોકરીમાંથી કાઢી […]
પેટમાં ગોળી મારી, હુમલાખોરને પકડી પાડ્યો, સુરક્ષા અધિકારીઓએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો
યુરોપિયન દેશ સ્લોવાકિયાના વડાપ્રધાન રોબર્ટ ફિકોને બુધવારે (15 મે)ના રોજ હુમલાખોરોએ ગોળી મારી દીધી. ગોળી તેમના પેટમાં વાગી હતી. તેમની હાલત નાજુક છે. સમાચાર એજન્સી TASR અનુસાર, સંસદના ડેપ્યુટી સ્પીકર લુબોસ બ્લાહાએ પોતે આ માહિતી આપી છે. અહેવાલો અનુસાર ચાર રાઉન્ગોડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પોલીસે હુમલાખોરને પકડી લીધો છે અને તેની પૂછપરછ ચાલુ છે. […]
હમાસ અને ઇસ્લામિક જેહાદ લડવૈયાઓ ગાઝાના કેટલાક વિસ્તારોમાં ફરી એકઠા થયા હોવાથી લડાઈ ફરી તીવ્ર બની
ઇઝરાયેલી દળો ઉત્તરીય ભાગમાં ઊંડે સુધી ઘૂસી ગયા છે, જ્યારે દક્ષિણમાં, ઇઝરાયેલી ટેન્ક અને સૈનિકો રફાહ તરફ જતા હાઇવે પર આગળ વધી રહ્યા છે. હમાસ અને ઇસ્લામિક જેહાદ લડવૈયાઓ ગાઝાના કેટલાક વિસ્તારોમાં ફરી એકઠા થયા હોવાથી લડાઈ ફરી એક વાર તીવ્ર બની છે. રફાહમાં ઇઝરાયલી હુમલામાં વિદેશી મૂળના એક યુએન કાર્યકર માર્યા ગયા હોવાના અહેવાલ […]
અમેરિકા હકીકતમાં ભારતની રાજકીય સ્થિતિને અસંતુલિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે
મીડિયા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ લોકસભા ચૂંટણી વચ્ચે રશિયાએ મોટો દાવો કર્યો છે. રશિયાનું કહેવું છે કે અમેરિકા ભારતની લોકસભા ચૂંટણીમાં હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. અમેરિકાનો ઉદ્દેશ્ય લોકસભા ચૂંટણી દરમિયાન ભારતને અસ્થિર કરવાનો છે. રશિયાના મીડિયા સૂત્રો અનુસાર, રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝખારોવાએ કહ્યું કે, અમેરિકા વાસ્તવમાં ભારતના રાજકીય માહોલને ખલેલ […]










