Gujarat

પશુધન, ટ્રક, મોબાઇલ મળી 21.41 લાખનો મુદ્દામાલ કબજે

આંબોલી ગૌરક્ષકને મળેલી બાતમીના આધારે અમદાવાદથી મુંબઈ જતા ને.હા નંબર 48 પરના ખોલવડ નજીકથી ભેંસો ભરેલી ટ્રક ઝડપી પાડી હતી. કાઠોદરા કામધેનુ ગૌશાળા ખાતે રહેતા ગૌરક્ષક નિલેશ જયંતીભાઈ ગોહિલને મળેલી બાતમી આધારે ટ્રક નંબર GJ01DV-5327ને ખોલવડના અમદાવાદી ચિકન પાસે અટકાવી હતી. તાડપત્રી બાંધેલી ટ્રકમાં તપાસ કરતા ખીચોખીચ હાલતમાં બાંધેલી 16 ભેંસો મળી આવી હતી. ઘટનાને […]

Gujarat

પગની મદદથી બનાવેલા રામમંદિરના પેઇન્ટિંગ પર ઓટોગ્રાફ આપ્યો, કાર્યક્રમ પછી રૂબરૂ બોલાવી હાલચાલ પૂછ્યા

સુરતમાં શુક્રવારે(7 માર્ચે) નીલગિરિ મેદાનમાં યોજાયેલા કાર્યક્રમમાં હજારો લોકોની વચ્ચે વડાપ્રધાન મોદી દિવ્યાંગ ચિત્રકાર મનોજને ઓળખી ગયા હતા. બે હાથ ન હોવા છતાં પગ અને મોઢાની મદદથી અદ્ભુત પેઈન્ટિંગ બનાવતો ચિત્રકાર રામમંદિર અને મોદીનું પેઈન્ટિંગ બનાવી લાવ્યો હતો. જેને જોઈ મોદીએ કાફલો રોકાવ્યો હતો અને ચિત્ર મંગાવી તેના પર ઓટોગ્રાફ આપ્યો હતો. સાથે સિક્યોરિટીને કહ્યું […]

Gujarat

વિધવા સહાય માટે એપ્લિકેશન, વોટ્સએપ નંબર કે વેબસાઈટના અભાવે, કચેરી સુધી ધક્કા

ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યો વિધવા સહાય કેટલા લાભર્થીઓને કેટલી મળી અંગે પ્રશ્નો કરવામાં આવે છે. જોકે વિધવા સહાય માટે મોબાઈલ એપ,ઓનલાઇન સુવિધાને અભાવે વિધવા મહિલાઓને મુશ્કેલી પડે છે તો એપ સેવા શરૂ કરવાની પણ લોકોમાં માંગ છે. ડીજીટલ ગુજરાત ડિજિટલ ઇન્ડિયાની વાતો વચ્ચે વિધવા સહાય માટે આજે પણ વિધવા મહિલાઓને મામલતદાર કચેરીએ ડોક્યુમેન્ટ સાથે જવું પડે […]

Gujarat

39% જેન્ડર બજેટ સાથે ગુજરાત પ્રથમ, 11000 કરોડની 135 યોજના-જાહેરાતોમાં 100% ખર્ચ માત્ર મહિલા માટે

હાલમાં કેન્દ્ર સરકાર સાથે અનેક રાજ્યનો બજેટ આવ્યા છે. ગુજરાતમાં વર્ષ 2025-26ના 3.70 લાખ કરોડના બજેટમાંથી 38.93% એટલે કે 1.44 લાખ કરોડ જેન્ડર બજેટ માટે ફાળવાયા છે. આ મામલે ગુજરાતમાં દેશમાં પ્રથમ ક્રમે છે. મધ્ય પ્રદેશ 33% સાથે બીજું છે. જેન્ડર બજેટમાં બે પ્રકારની યોજનાઓ સામેલ હોય છે. કેટેગરી-Aમાં 100% ફંડ મહિલા સંબંધિત યોજના માટે […]

Gujarat

જોડિયા-જાંબુડા પાસેથી રેતી ભરેલા 13 ટ્રક સામે કાર્યવાહી હાથ ધરી

જામનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ પોલીસે ધ્રોલ, જોડિયા-જાંબુડા વિસ્તારમાંથી રેતી ભરેલા 13 ટ્રક પર કાર્યવાહી કરાઈ છે. એસપી પ્રેમસુખ ડેલુએ ખનીજ ચોરી રોકવા માટે પોલીસ ટીમને કડક કાર્યવાહીની સૂચના આપી હતી. આ સૂચના બાદ પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં તપાસ અભિયાન […]

Gujarat

ડૉક્ટર પિતાએ પુત્રનો જન્મદિવસ ઝૂંપડપટ્ટીના બાળકો સાથે ઉજવ્યો

જામનગરમાં એમપી શાહ મેડિકલ કોલેજના પ્રોફેસર ડૉ. કૌશલ ઝવેરીએ તેમના દસ વર્ષીય પુત્ર જશનો જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યો છે. સતત બીજા વર્ષે તેમણે ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટના ઝૂંપડપટ્ટીના બાળકો સાથે આ ઉજવણી કરી. કિચન એજ રેસ્ટોરન્ટમાં યોજાયેલા આ કાર્યક્રમમાં બાળકોએ પાઉભાજીનો સ્વાદ માણ્યો. રેસ્ટોરન્ટની લૉનમાં વિવિધ રમતો અને રાઈડ્સમાં બાળકોએ ધમાલ-મસ્તી કરી. ગત વર્ષે પણ કૌશલભાઈએ […]

Gujarat

સાવરકુંડલા ખાતે આવેલ શ્રીમતી વી.ડી .ઘેલાણી મહિલા આર્ટસ કોલેજ સાવરકુંડલામાં ૩૮ મો વાર્ષિક ઉત્સવ ઉજવાયો

તારીખ ૬-૩-૨૫ ના રોજ શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજ સાવરકુંડલામાં ૩૮ માં વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું,જેના અધ્યક્ષ પદે ડોક્ટર દિપકભાઈ શેઠની પ્રેરક ઉપસ્થિતિ હતી ,અને મુખ્ય વક્તા તરીકે લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇનોવેશન સણોસરાના ઉપ કુલપતિ ડોક્ટર વિશાલભાઈ ભાદાણી પણ ઉપસ્થિત રહ્યા હતા.    કાર્યક્રમનો પ્રારંભ દિપ પ્રાગટ્ય કરી […]

Gujarat

જામનગર જિલ્લામાં રહેતા શિવાંશને મળી માં-બાપની હૂંફ

જિલ્લા કલેકટરશ્રી કેતન ઠક્કર દ્વારા દત્તક વિધાન થકી જામજોધપુરના બાળકને યુએસએના દંપતીને સોંપાયું બાળકના વાલીઓએ દત્તક અંગેની સરળ પ્રક્રિયા તેમજ સહયોગ બદલ સરકાર અને સ્થાનિક તંત્રનો આભાર વ્યક્ત કર્યો જામનગર કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેકટરશ્રી કેતન ઠક્કર દ્વારા જામનગર જિલ્લાના જામજોધપુરમાં રહેતા બાળકને યુએસએના ન્યૂજર્સી ખાતે વસવાટ કરતાં દંપતીને દત્તક વિધાન હેઠળ સોંપવામાં આવ્યું […]

Gujarat

ધોરાજીના માર્કેટ યાર્ડમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમ યોજાયો

નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને પોરબંદર–જેતપુર ટોલવે પ્રાઇવેટ લિમિટેડ (ડુમિયાણી ટોલ પ્લાઝા)ના સંયુક્ત ઉપક્રમે ૫૪મા રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહના ભાગરૂપે ગત તા. ૦૬ માર્ચ, ૨૦૨૫ના રોજ ધોરાજીના માર્કેટ યાર્ડમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો ઉદ્દેશ ડ્રાઇવરોને સલામત ડ્રાઇવિંગ પ્રથાઓ અને ટ્રાફિક નિયમોનું પાલન કરવાના મહત્વ વિશે શિક્ષિત કરવાનો હતો.   […]

Gujarat

રાજકોટ એરપોર્ટની સુરક્ષામાં C.I.S.F.ના ૨૫ વર્ષ પૂર્ણ

રજત જયંતિના કરતબ. ક્યુ.આર.ડેમો તથા ડોગ શો યોજાયા રાજકોટમાં સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સની સ્થાપનાના ૨૫ વર્ષ પૂર્ણ થતાં હીરાસર એરપોર્ટ ખાતે રજત જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. સફળતાપૂર્વકના ૨૫ વર્ષની ઉજવણી પ્રસંગે કાર્યક્રમના સ્થળે ક્વિક રીસ્પોન્સ ટીમ (ક્યુ.આર.) અને ડોગ શોનું આયોજન થયું હતું. જેમાં સી.આઈ.એસ.એફ.ના જવાનોએ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેમાં દેશદાઝ જગાડી દેશની સુરક્ષામાં […]