જામનગર શહેરમાં દસ દિવસના દશા માતાના સ્થાપન બાદ મૂર્તિ વિસર્જન કરવામાં આવ્યું હતું. લાખોટા તળાવ અને લહેર તળાવ નજીક મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ દશામાના ભક્તો ડીજે અને ઢોલ-નગારાના તાલે વાજતે-ગાજતે મૂર્તિ વિસર્જન માટે પહોંચ્યા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાં સ્થાપિત દશા માતાની મૂર્તિઓનું વિસર્જન કરાયું હતું. જામનગર […]
Gujarat
પ્રદર્શન ગ્રાઉન્ડમાં મેળાના 39 પ્લોટ માટે માર્કીંગ, રૂા. 5 કરોડના વિમા માટે પ્રક્રિયા
જામનગર શહેર અને જિલ્લાના સૌથી મોટા સંસ્કૃતિક અને લોકપ્રિય શ્રાવણી લોકમેળાને હવે માંડ એક સપ્તાહ જ બાકી છે ત્યારે મનપા તંત્ર દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે મેળાની તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.જેમાં 43 પ્લોટ પૈકી 39 પ્લોટની હરાજી પુર્ણ થયા બાદ હવે સંભવત બાકી ચાર પ્લોટ ખુલ્લા રહેશે.આાગામી 1થી 11 સપ્ટેમ્બર દરમિયાન આયોજીત લોકમેળા […]
વાવડીમાં વીજલાઈન મુદ્દે ખેડૂતોનો સત્યાગ્રહ, એકની તબીયત લથડી
જોડિયા તાલુકાના વાવડી ગામે ખેતરોમાં વીજ થાંભલા નાખવાની કામગીરી સામે ખેડૂતોએ પોતાની રજૂઆત શાંતિપૂર્ણ અને લોકશાહી ઢબે પહોંચાડવા માટે રામદેવપીરજી મહારાજ મંદિર પરિસર ખાતે ””કિસાન સત્યાગ્રહ છાવણી”” ઊભી કરી ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન શરૂ કર્યું છે.બીજી બાજુ વધુ એક ઉપવાસીની તબીયત લથડતા તુરંત 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે સરકારી દવાખાને ખસેડાયા છે ગામના હિત અને ખેડૂતોના […]
જામનગરમાં CCTVથી વાહનચાલક ઝડપાયો કારમાંથી બ્લેક ફિલ્મ હટાવી, દંડ કરાયો
જામનગરમાં પોલીસની સીસીટીવી સર્વેલન્સ (નેત્રમ્) ટીમે એક મોટરકારને કાળા કાચની ફિલ્મ સાથે ઝડપી પાડી હતી. સીસીટીવી ફૂટેજના આધારે વાહનચાલકને શોધી કાઢી, કાર પરથી બ્લેક ફિલ્મ દૂર કરાવી અને દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. જિલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈની, પોલીસ હેડક્વાર્ટરના ડીવાયએસપી વી.કે. પંડ્યા અને શહેર ડીવાયએસપી જે.એન. ઝાલાની સૂચનાથી સીસીટીવી સર્વેલન્સ ટીમ અને ટ્રાફિક […]
વડોદરામાં 10.20 લાખ રૂપિયાની કિંમતનો 408 નંગ પ્રતિબંધિત ઈ-સિગારેટનો જથ્થો ઝડપાયો
વડોદરા શહેરને નશામુક્ત બનાવવા પોલીસ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહીના ભાગરૂપે શહેર SOGએ અકોટા ટાઉનશીપ વિસ્તારમાં દરોડો પાડીને 10.20 લાખ રૂપિયાની કિંમતની પ્રતિબંધિત ઈ-સિગારેટનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ચાઈના બનાવટની અલગ-અલગ બ્રાન્ડ અને ફ્લેવરની કુલ 408 ઈ-સિગારેટ કબજે કરી છે અને કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોરને ઝડપી પાડ્યો છે, જ્યારે જથ્થો રાખવાના મામલે બે શખ્સને […]
મહીસાગર પોલીસને આધુનિક સુવિધાઓ મળી
પંચમહાલ રેન્જ DIG વિધિ ચૌધરીએ મહીસાગર જિલ્લાના સંતરામપુર ડિવિઝનના વાર્ષિક નિરીક્ષણ દરમિયાન લુણાવાડા ખાતે વિવિધ નવા પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું હતું. જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસનના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ, દાતાઓ અને સ્થાનિક નાગરિકોના સહયોગથી આ પ્રજાલક્ષી અને પોલીસ કલ્યાણના પ્રોજેક્ટ્સ તૈયાર કરાયા હતા. આ લોકાર્પણ કાર્યક્રમમાં કાયદો અને વ્યવસ્થાને મજબૂત કરવા માટે નવી ‘વાંસીયા ચોકી’નું […]
ભાવનગર નકલી દારૂ કાંડને પગલે મહીસાગર પોલીસ એક્શનમાં
ભાવનગરમાં નકલી દારૂના બનાવ બાદ મહીસાગર જિલ્લા પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. જિલ્લા પોલીસ વડા સફીન હસનના માર્ગદર્શન હેઠળ ગેરકાયદે દારૂના ઉત્પાદન, વેચાણ અને હેરાફેરી સામે સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગરૂપે, કોઠંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડીવાયએસપી કમલેશ વસાવા અને પીઆઈ પી.આર. બલાતના નેતૃત્વ હેઠળ પોલીસ ટીમે કાર્યવાહી કરી […]
મહીસાગરમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગનું સઘન ચેકિંગ
મહીસાગર જિલ્લામાં GBSના શંકાસ્પદ કેસોને પગલે નાગરિકો અને ખાસ કરીને છાત્રાલયોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત અને સુરક્ષિત આહાર મળી રહે તે માટે જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા સઘન તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત વિવિધ છાત્રાલયો, શાળાઓ, હોટલો તથા ખાદ્યચીજોની દુકાનોમાં આકસ્મિક ચેકિંગ કરી ખાદ્ય સામગ્રીની ગુણવત્તા અને સ્વચ્છતાની ચકાસણી કરવામાં […]
પંચમહાલમાં સંકલન સમિતિની બેઠક યોજાઈ
પંચમહાલ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલા વિવિધ પ્રજાલક્ષી પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરે વીજ જોડાણ, રોડ રસ્તા, ચોમાસા દરમિયાન પાણી ભરાવાના પ્રશ્નો, મહેસૂલ, પુરવઠા અને આરોગ્ય વિભાગને લગતા પ્રશ્નોના નિવારણ માટે યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપી હતી. તેમણે […]
ભાવનગર લઠ્ઠાકાંડ મુદ્દે જૂનાગઢમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
ભાવનગર લઠ્ઠાકાંડ મુદ્દે ઠેર-ઠેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન શરૂ કરાયું છે. ત્યારે જૂનાગઢ શહેર અને જિલ્લામાં પણ કોંગ્રેસના કાર્યકરોએ સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરી હતી. જૂનાગઢ શહેરમાં કોગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન શરૂ કરાઈ તે પહેલા જ પોલીસે કાર્યકરોની અટકાયત કરી હતી. ભાવનગર લઠ્ઠાકાંડ મુદ્દે સમગ્ર રાજ્યભરમાં ભારે આક્રોશ અને રોષની […]










