Gujarat

જામનગરમાં કારગીલ વિજય દિવસની ઉજવણી

જામનગરમાં કારગીલ વિજય દિવસ નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. 26 જુલાઈના રોજ રણમલ તળાવ ખાતે આવેલા શહીદ સ્મારક પર 8 ગુજરાત નેવલ યુનિટ એનસીસી જામનગરના કેડેટ્સ, એસોસિયેટ એનસીસી ઓફિસર્સ અને પીઆઇ સ્ટાફ દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વીર શહીદોના બલિદાનને યાદ કરવામાં આવ્યું હતું. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ ૮ ગુજરાત નેવલ યુનિટ એનસીસીના […]

Gujarat

જામનગરમાં રહેણાંક વિસ્તારમાંથી ગેરકાયદે કતલખાનું ઝડપાયું

જામનગર શહેરના શિવનગર સોસાયટીમાં રહેણાંક મકાનમાંથી ગેરકાયદે કતલખાનું ઝડપાયું છે. રાજ પાર્ક પાછળ આવેલા આ વિસ્તારમાં સ્થાનિકોની ફરિયાદ બાદ જીવદયા પ્રેમીઓ અને પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી હતી. ઘરમાં ભૂંડની કતલ, સાધનો પણ મળી આવ્યાં છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં દુર્ગંધ ફેલાતી હોવાની અને ભૂંડની કતલ થતી હોવાની શંકા સ્થાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. તેમની […]

Gujarat

સુરતના દેલાડવામાં જળબંબાકાર; ૧૨ કલાકથી લોકો ઘરમાં ફસાયા બાદ તંત્ર આવ્યું મદદમાં

સુરતમાં પૂરના ત્રણ દિવસ પછી પણ અનેક વિસ્તારોમાં રહેવાસીઓ કાદવ-કીચળની તકલીફ સુરત સહિત દક્ષિણ ગુજરાત અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી જળબંબાકારની સ્થિતિથી જનજીવન ખોરવાયું છે. જેમાં સુરતમાં ભારે વરસાદના કારણે ડિંડોલી વિસ્તારમાં આવેલું દેલાડવા જળમગ્ન બન્યું છે. જેમાં ૧૨ કલાકથી વરસાદી પાણી ન ઓસરતા દેલાડવાની અનેક સોસાયટીઓના રહીશો પોતાના જ ઘરમાં કેદ થવા મજબૂર બન્યા […]

Gujarat

અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોનો કમાલ: શ્વાસનળીમાં દોઢ વર્ષથી ફસાયેલો દાંત માત્ર ૨ મિનિટમાં બહાર કાઢી દર્દીને આપ્યું નવજીવન

પંચમહાલના ૪૭ વર્ષીય દર્દીની શ્વાસનળીની શાખામાંથી સફળતાપૂર્વક દાંત દૂર કરાયો અમદાવાદ સિવિલ હોસ્પિટલના નિષ્ણાત તબીબોએ ઉત્કૃષ્ટ કૌશલ્ય અને અદ્ભુત ટીમવર્કનો પરિચય આપતાં વધુ એક જટિલ અને દુર્લભ કેસમાં નોંધપાત્ર સફળતા મેળવી છે. પંચમહાલ જિલ્લાના ૪૭ વર્ષીય બળવંતભાઈની શ્વાસનળીમાં આશરે દોઢ વર્ષથી ફસાયેલો દાંત માત્ર ૨ મિનિટમાં સફળતાપૂર્વક બહાર કાઢીને તબીબોએ તેમને નવજીવન આપ્યું છે. દર્દી […]

Gujarat

પેટલાદમાં પ્રથમ વરસાદમાં જ નગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરી નિષ્ફળ; અનેક રહેણાક વિસ્તારોમાં ભરાયા પાણી

આણંદ જિલ્લાના પેટલાદ શહેરમાં આ વર્ષના ચોમાસાના પહેલા વરસાદે જ નગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરી નિષ્ફળ છે તેવી પોલ ખોલી નાખી છે. શહેરના શેખડી રોડ પર આવેલા મલાવ તળાવ નજીક પાલિકા દ્વારા લાખો રૂપિયાના અધધ ખર્ચે વરસાદી પાણીના નિકાલ માટે કાંસ (ડ્રેનેજ નાળું) બનાવવામાં આવ્યો હતો. જાેકે, આ કાંસ આગળ જતાં અત્યંત નાના ભૂંગળા સાથે જાેડવામાં આવ્યો […]

Gujarat

અમદાવાદ ગ્રામ્ય પોલીસે સનાથલથી બગોદરા સુધીનો માર્ગ મોટરેબલ બન્યાની જાહેરાત કરી

અમદાવાદ-બગોદરા હાઈવે ભારે વરસાદના કારણે બંધ કરાયા બાદ હવે વાહનવ્યવહાર માટે ફરી ખુલ્લો મુકાયો અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદના કારણે પ્રભાવિત થયેલા અમદાવાદ-રાજકોટ માર્ગ અંગે રાહતના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ભારે વરસાદને કારણે બંધ કરવામાં આવેલો સનાથલથી બગોદરા સુધીનો હાઈવે હવે સંપૂર્ણપણે મોટરેબલ (વાહનવ્યવહાર યોગ્ય) થઈ ગયો […]

Gujarat

દેવપોઢી અગિયારસના પવિત્ર દિવસથી ભરૂચ જિલ્લાના ભાડભૂત ખાતે હિલ્સા માછીમારીની નવી સીઝનનો વિધિવત પ્રારંભ થયો

ભરૂચ જિલ્લામાં માછીમારીની નવી સીઝનનો પ્રારંભ થયો છે. દેવપોઢી અગિયારસના પાવન દિવસે ભાડભૂત ખાતે માછીમાર સમાજ દ્વારા નર્મદા નદીનું પૂજન-અર્ચન અને દુગ્ધાભિષેક કરી હિલ્સા માછીમારીની સીઝનની વિધિવત શરૂઆત કરવામાં આવી હતી. પૂજા પૂર્ણ થયા બાદ ભાડભૂતના અંદાજે ૬ હજાર માછીમારો ૧૨૦૦ જેટલી બોટ સાથે દરિયામાં માછીમારી માટે રવાના થયા હતા. ભાડભૂત ગામમાં ઉત્સવમય વાતાવરણ જાેવા […]

Gujarat

વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી માટે ભાજપે ચાલુ કર્યો પુરજાેશમાં પ્રચાર

આ મહિનાના અંતમાં તા. ૩૦ જુલાઇએ વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી માટે મતદાન થશે. માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઇને રાજકીય ગરમાવો જાેવા મળી રહ્યો છે. ભારે વરસાદ વચ્ચે પણ શાસક પક્ષ દ્વારા આ બેઠક જીતવા માટે પ્રચારનો ધમધમાટ પૂરજાેશમાં ચાલી રહ્યો છે. મહત્ત્વપૂર્ણ છે કે, આ બેઠક ભાજપના સીનિયર ધારાસભ્ય અને પૂર્વ […]

Gujarat

વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા બોપલમાં ત્રસ્ત નાગરિકોએ અમદાવાદના મેયરને ઘેરીને સવાલો કર્યા

ગયા અઠવાડિયે શહેરમાં વરસેલા અતિભારે વરસાદ બાદ બોપલ, ઘુમા અને શેલા સહિતના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં પાણી ભરાવાની સમસ્યા થઇ હતી પણ ત્રણ દિવસ બાદ સુધી પણ પાણીનો નિકાલ ન થતાં સ્થાનિકોમાં ભારે રોષ જાેવા મળ્યો. આ દરમિયાન મેયર હિતેષ બારોટ બોપલ ગામની મુલાકાતે પહોંચતા સ્થાનિક રહેવાસીઓ અને કોંગ્રેસના કાર્યકરોએ તેમને ઘેરી પોતાની સમસ્યાઓ રજૂ કરી […]

Gujarat

અમદાવાદ જિલ્લાના સાણંદ-બાવળા તાલુકાઓમાં ભારે વરસાદની પરિસ્થિતિમાં મંત્રીઓ અને અધિકારીઓએ વિવિધ વિસ્તારોની સ્થળ-મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો

શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને મહેસૂલ રાજ્ય મંત્રી સંજયસિંહ મહીડાએ સાણંદ-બાવળાના વરસાદી પાણીથી ગ્રસ્ત વિવિધ વિસ્તારોમાં સ્થિતિની સમીક્ષા કરી સ્થાનિક પ્રતિનિધિઓ અને નાગરિકો સાથે સંવાદ સાધી ત્વરિત પાણી નિકાલ અને રાહત કામગીરી હાથ ધરવા વહીવટી તંત્રને જરૂરી સૂચનાઓ આપી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ જિલ્લામાં વરસેલા ભારે વરસાદના કારણે વિવિધ તાલુકાઓમાં સર્જાયેલી પાણી ભરાવાની […]