Gujarat

હિંમતનગર નજીકનો હિરણપુરા બેરેજ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે છલકાયો

હિંમતનગર નજીક દેરોલ પાસે આવેલો હિરપુરા બેરેજ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે છલકાઈ ગયો છે. મળતી માહિતી અનુસાર બેરેજમાં હાલ ૯૦૦ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જ્યારે ૧૦૦૦ ક્યુસેક જેટલું પાણી નિયંત્રિત રીતે સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. પાણીના જથ્થાને ધ્યાનમાં રાખીને જિલ્લા તંત્રએ સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાના કુલ આઠ ગામોને એલર્ટ કર્યા છે […]

Gujarat

વિવાદાસ્પદ કીર્તિ પટેલ સામે મોટી કાર્યવાહી, તમામ સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ પર ભારતમાં પ્રતિબંધ

રાજ્યમાં પોતાને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર તરીકે પ્રસ્થાપિત કરતી કીર્તિ પટેલ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે જેમાં તેમના તમામ સોશીયલ મીડિયા એકાઉન્ટ પર પ્રતિબંધિત (બેન) કરવામાં આવ્યા છે. સોશિયલ મીડિયાના માધ્યમથી અવારનવાર વિવાદોમાં રહેતી અને ૧.૩ મિલિયનથી વધુ ફોલોઅર્સ ધરાવતી વિવાદાસ્પદ સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ સામે વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા અત્યાર સુધીની સૌથી […]

Gujarat

અમદાવાદ રામોલ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ: ૭ દિવસના રિમાન્ડ બાદ ત્રણેય આરોપીઓ જેલ હવાલે

થોડા દિવસ અગાઉ શહેરના રામોલ વિસ્તારમાં ગેરકાયદેસર ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભયાનક બ્લાસ્ટ કેસમાં મહત્વપૂર્ણ કાર્યવાહી થઈ છે. સાત દિવસના પોલીસ રિમાન્ડ પૂર્ણ થતાં મુખ્ય આરોપી મેહુલ ડોડિયા, રમીલા ડોડિયા અને સાદિકને અમદાવાદ મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે ત્રણેય આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી જેલ હવાલે કરવાનો આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે આ […]

Gujarat

મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર સાવરકુંડલા ટાઉન પોલીસની ગાડીનો ગંભીર અકસ્માત, ૪ પોલીસકર્મી ઇજાગ્રસ્ત

ગુજરાતમાંથી પસાર થતા મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર ગુજરાત પોલીસની સાવરકુંડલા ટાઉન પોલીસને અકસ્માત નડ્યો છે. આરોપીઓને જેલમાં મૂકીને પરત ફરી રહેલી પોલીસ ટીમની ગાડી અકસ્માતનો ભોગ બનતાં ચાર પોલીસકર્મીઓને ગંભીર ઇજાઓ પહોંચી છે. આ અકસ્માત અંગે મીડિયા સુત્ર્પ પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનનો સ્ટાફ મુંબઈની આર્થર રોડ સેન્ટ્રલ જેલ ખાતે બે આરોપીઓને […]

Gujarat

મુરલી શ્રીશંકર CWG ૨૦૨૬ માં પુરુષોની લાંબી કૂદની ફાઇનલ માટે ક્વોલિફાય થયા; સાજન પ્રકાશ સ્વિમિંગ ફાઇનલ માટે ક્વોલિફાય થયા

કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬ માં સૌથી શાનદાર પ્રદર્શનમાંના એકમાં, ભારતના મુરલી શ્રીશંકરે શાનદાર પ્રદર્શન કર્યું અને ૨૭ જુલાઈના રોજ પુરુષોની લાંબી કૂદ સ્પર્ધા માટે ક્વોલિફાય કર્યું. એ નોંધવું રસપ્રદ છે કે શ્રીશંકરને ક્વોલિફાય થવા માટે આઠ મીટરનો આંકડો પાર કરવો પડ્યો હતો. પોતાના પહેલા જ પ્રયાસમાં, ભારતના સ્ટાર ખેલાડીએ ક્વોલિફાય માર્ક પાર કર્યો અને ૮.૦૧ મીટરના […]

Gujarat

રાજા મુથુપંડીએ ૬૫ કિગ્રા વેઇટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીત્યો

૨૦૨૬ કોમનવેલ્થ ગેમ્સમાં વેઇટલિફ્ટિંગમાં ભારતનો પ્રભાવશાળી દેખાવ ચાલુ રહ્યો, કારણ કે રાજા મુથુપંડીએ ગ્લાસગોમાં પુરુષોની ૬૫ કિગ્રા શ્રેણીમાં સિલ્વર મેડલ જીતવા માટે દૃઢ નિશ્ચયી પ્રદર્શન કર્યું. તેમનો પોડિયમ ફિનિશ ભારત માટે દિવસનો ત્રીજાે મેડલ હતો, જેમાં ત્રણેય મેડલ વેઇટલિફ્ટિંગમાંથી આવ્યા હતા. ૨૬ વર્ષીય લિફ્ટરે કુલ ૨૮૬ કિગ્રા વજન ઉપાડ્યું, સ્નેચમાં ૧૨૬ કિગ્રા અને ક્લીન એન્ડ […]

Gujarat

રાજકોટ સંતકબીર રોડ ઉપરથી પાર્સલોમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી PCB શાખા.

રાજકોટ સંતકબીર રોડ ઉપરથી પાર્સલોમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી PCB શાખા. રાજકોટ શહેર વિસ્તારમાં પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય, PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ પી.સી.બી. ના પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન કિરતસિંહ ઝાલા, રાહુલગીરી ગૌસ્વામી, વાલજીભાઇ જાડા ને મળેલ સયુંકત […]

Gujarat

વડોદરાના સલાટવાડામાં મકાનમાં ચાલતા જુગાર પર ક્રાઇમ બ્રાન્ચનો દરોડો, 6 જુગારીઓ ઝડપાયા

વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે સલાટવાડા વિસ્તારમાં આવેલા તુલસીબાઇની ચાલી ખાતે મકાનમાં ચાલતા પત્તાપાનાના હારજીતના જુગાર પર દરોડો પાડી 6 શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ, મોબાઇલ ફોન સહિત કુલ 30,120 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને આરોપીઓ સામે જુગાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ માટે કારેલીબાગ પોલીસને સોંપ્યા છે. બાતમી મળતા ક્રાઈમ બ્રાન્ચની […]

Gujarat

‘હાથમાં પહેરેલું સોનું લક્ષ્મીનું સ્વરૂપ છે, અમને આપશો તો લક્ષ્મીના દર્શન થશે’, તેમ કહીને સિનિયર સિટીઝન મહિલાને ફોસલાવી સોનાના દાગીના પડાવનાર ઠગ ગણતરીના કલાકોમાં ઝડપાયો

વડોદરા શહેરમાં સિનિયર સિટીઝન મહિલાઓને નિશાન બનાવી ધાર્મિક વાતો અને અંધશ્રદ્ધાનો સહારો લઈ સોનાના દાગીના પડાવી લેતી ગેંગના એક આરોપીને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી રૂ. 3.71 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે, જ્યારે તેનો સાગરીત હજુ ફરાર હોવાથી તેની શોધખોળ હાથ ધરી છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચને બાતમી […]

Gujarat

ધોલેરાનું વણિતળાવ ગામ ટાપુ બન્યું, ભોગાવો નદીમાં પૂર

ધોલેરા તાલુકાના વણિતળાવ ગામમાં ભોગાવો નદીમાં ઉપરવાસના ભારે વરસાદને કારણે પાણીનો પ્રવાહ વધ્યો છે. પરિણામે, ગામનો આસપાસના વિસ્તારો સાથેનો સંપર્ક તૂટી ગયો છે અને ગામ ટાપુ જેવી સ્થિતિમાં ફેરવાઈ ગયું છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ ગ્રામ્ય પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી છે. સ્થાનિક પોલીસ અધિકારીઓ અને જવાનોને સ્થળ પર તહેનાત કરવામાં આવ્યા છે. જિલ્લા […]