ગાંધીનગરના સેક્ટર-૩છ વિસ્તારમાં માત્ર સિગારેટના ભાવ જેવી નજીવી બાબતે થયેલા વિવાદમાં અજાણ્યા શખ્સે પાર્લર ચલાવતા ૧૬ વર્ષીય કિશોર પર છરીના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કર્યો હતો. જે ગુનામાં સેકટર ૭ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ આધારે ગણતરીના કલાકોમાં જીવલેણ હુમલો કરનાર આરોપીને ઝડપી લઈ જેલ ભેગો કરી દેવાયો છે.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર દેવભૂમિ દ્વારકાના ઠાકર શેરડી ગામના […]
India
ખેતરમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો:કુડાસણમાં ૧૨ જુગારી ઝડપાયા, ૫૮ હજારનો મુદ્દામાલ જપ્ત
ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં મોડી રાત્રે ખેતરમાં ચાલતા જુગારધામ પર ઈન્ફોસિટી પોલીસ ત્રાટકી હતી. જ્યાંથી ૧૨ જુગારીને રોકડ તેમજ મોબાઇલ સહિત ૫૮ હજારથી વધુના મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનના પીઆઈ વી.એ.શાહની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, કુડાસણ ગામની સીમમાં કૌશિક પટેલના બોરવેલ સામે આવેલા ખુલ્લા ખેતરમાં કેટલાક […]
દહેગામના પાલુન્દ્રાની સીમમાંથી ૪ સટ્ટોડિયા ૧.૧૯ લાખના મુદ્દામાલ સાથે ધરપકડ
દહેગામ તાલુકાના પાલુન્દ્રા ગામની સીમમાં આઈપીએલ ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમાડતા એક મોટા નેટવર્કનો પોલીસે પર્દાફાશ કર્યો છે. દહેગામ પોલીસે પૂર્વ બાતમીના અત્રેના ખેતરમાં દરોડો પાડીને કુલ ૪ શખ્સોને નવ મોબાઈલ અને રોકડ રકમ સહિત કુલ રૂ.૧.૧૯ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દહેગામ પોલીસ મથકના પીઆઇ મુકેશ દેસાઈની ટીમ […]
સાયબર ક્રાઈમનો ફરાર આરોપી અમદાવાદથી ઝડપાયો
જૂનાગઢ પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ને સાયબર ક્રાઈમના એક ગંભીર ગુનામાં મોટી સફળતા મળી છે. શીલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ સાયબર છેતરપિંડીના ગુનામાં છેલ્લા ચાર મહિનાથી પોલીસને હંફાવી રહેલા આરોપી કેવિન રમેશભાઈ દેકીવાડીયાને અમદાવાદના મેમનગર વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. જૂનાગઢ રેન્જ આઈજી અને પોલીસ અધિક્ષકની સૂચના મુજબ નાસતા ફરતા આરોપીઓને પકડવાની ઝુંબેશ અંતર્ગત SOGની […]
HCના ક્લાસ-1 અધિકારીની પાઉંમાં ફૂગ તો ડોક્ટરના પિત્ઝામાં વાળ નીકળ્યો
બહાર જમવાના શોખીનો માટે વધુ બે લાલબત્તી સમાન કિસ્સા સામે આવ્યા છે. શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલા વિલિયમ જ્હોન્સ પિત્ઝામાં અનલિમિટેડ ભોજનનો આનંદ લેવા ગયેલા એક ડોક્ટરના પહેલા પિત્ઝામાંથી જ વાળ નીકળતા હંગામો મચી ગયો હતો. આ બાબતે ડોક્ટરે રેસ્ટોરન્ટ સંચાલકો સામે રોષ પ્રગટ કરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)માં લેખિત ફરિયાદ નોંધાવી છે. બીજા બનાવમાં ગુજરાત […]
અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં 1.10 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે, ગેરરીતિ અટકાવવા લોખંડી સુરક્ષા વ્યવસ્થા
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા હાથ ધરાયેલી PSI કેડરની 858 જગ્યા માટે આજે રાજ્યના ચાર શહેરોમાં લેખિત પરીક્ષા યોજાશે. શારીરિક કસોટીમાં પાસ થયેલા 1,10,680 ઉમેદવારો લેખિત પરીક્ષા આપશે. લેખિત પરીક્ષા દરમિયાન ગેરરીતિ ન થાય તે માટે લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. PSI કેડરની 858 જગ્યા માટે લેખિત પરીક્ષા ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSI […]
રાજકોટમાં અઢી લાખ રઘુવંશીઓનું ભાજપ સામે ‘NOTA’ શસ્ત્ર
રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે રઘુવંશી સમાજ ટિકિટ ફાળવણીમાં થયેલા અન્યાય મુદ્દે ભાજપ સામે મેદાને પડ્યો છે. 18 એપ્રિલના રોજ ‘રઘુવંશી યુવા શક્તિ સંઘ’ના નેજા હેઠળ યોજાયેલી એક સભામાં આક્ષેપ કરાયો હતો કે, પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહે પોતાના અંગત સ્વાર્થ માટે વોર્ડ નંબર 1, 2 અને 3માં […]
નારીનું સન્માન કરવાની શરૂઆત જ કોંગ્રેસ પક્ષે કરી છે, RSSનું કોઈ એક એવું સંગઠન નથી જ્યાં મહિલાઓને માન મળતું હોય : પ્રગતિ આહીર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગઈકાલે રાત્રે રાષ્ટ્ર જોગ સંબોધન કરી મહિલા અનામત બિલ પાસ ન થઇ શક્યું એ માટે વિપક્ષને જવાબદાર ગણાવતા આજ રોજ ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના આગેવાન પ્રગતિ આહીર અને ગાયત્રીબા વાઘેલાએ ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, નારી શક્તિનું સન્માન કરતા કોંગ્રેસ પક્ષે બધાને શીખવ્યું છે જયારે ભાજપ માત્ર નારી સન્માનના […]
ડિસ્ટ્રીક્ટ બેન્ક સાથે ઠગાઈમાં મુંબઈના માસ્ટર માઇન્ડ, અમદાવાદની મહિલા સહિત 4 જબ્બે
સાઈબર ગઠિયાઓએ હોળી- ધુળેટીની રજાઓમાં ધી ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓ. બૅન્ક સહિત દેશની 15 બૅન્કનું સર્વર હેક કર્યું હતું, જેમાંથી ભાવનગર ડિસ્ટ્રીક્ટ બૅન્કનાં 4 ખાતાંના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર તેમજ રકમ બદલીને રૂ.7.34 કરોડ ઉપાડી લીધા હતા. આ રૂપિયા 135 બૅન્ક ખાતાંમાં ટ્રાન્સફર કરીને ઉપાડી લેવાયા હતા. આ તમામ ખાતાનું એનાલીસીસ કરીને મુંબઈના 1 અને અમદાવાદની મહિલા […]
ભાવનગરના 304મા જન્મદિવસ અનેક વિધ કાર્યક્રમો યોજાયા
આજે 19 એપ્રિલે ભાવનગરના 304મા સ્થાપના દિન અન્વયે અલગ અલગ રાજકીય હોદ્દેદારો દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપ કોંગ્રેસ સહિતના પક્ષના અગ્રણીઓ તથા નેતાઓ સાથે સામાજિક ક્ષેત્રના તેમજ ઔદ્યોગિક એકમકારો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા જેમાં ભાવનગરની સ્થાપના કરનાર મોતીબાગ સ્થિત મહારાજા ભાવસિંહજી ની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી એવી જ […]










