માળિયા હાટીના તાલુકાના ચોરવાડ ખાતે ચોરવાડ નગરપાલિકા દ્વારા વિવિધ વિકાસલક્ષી કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ ગુરુવારે યોજાયો હતો. આ કાર્યક્રમમાં ચોરવાડ નજીક વિકસિત હોલીડે કેમ્પ બીચનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન નગરપાલિકા વિસ્તારમાં અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું. જેમાં આવાસ યોજના હેઠળ ૧૫૧ લાભાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ, હોલીડે કેમ્પ બીચનું […]
India
ગિરનારમાં 600થી વધુ વનસ્પતિ અને એશિયાઈ સિંહોનો વસવાટ
જૂનાગઢનું આસ્થા કેન્દ્ર ગિરનાર ધાર્મિક દ્રષ્ટિએ જેટલું મહત્વ ધરાવે છે, તેટલું જ તે જૈવ વિવિધતાની દ્રષ્ટિએ પણ અત્યંત સમૃદ્ધ અને અજોડ છે. 22 મે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસના અવસરે ગિરનારની આ પ્રાકૃતિક સંપદા ફરી એકવાર આકર્ષણનું કેન્દ્ર બની છે. વૈવિધ્યસભર વનસ્પતિઓથી સમગ્ર વિસ્તાર લીલોછમ ગિરનાર પર્વતમાળા માત્ર શ્રદ્ધાળુઓ માટે જ નહીં, પરંતુ વન્યજીવ અને વનસ્પતિ […]
જામનગર હાઈવે પર ઇકો કાર-રિક્ષા અકસ્માત
જામનગર નજીક વિજરખી ડેમ પાસે કાલાવડ-જામનગર હાઈવે પર ઇકો કાર અને રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક જ પરિવારના સાત સભ્યોને ઈજા પહોંચી છે. પંચકોશી એ. ડિવિઝન પોલીસે ઇકો કાર ચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ફરિયાદી સોહિલ બશીરભાઈ બ્લોચ (ઉ.વ. 36), રહે. લીમડા લાઇન, મકરાણી પાડો, જામનગર, દ્વારા નોંધાવવામાં […]
જામનગરમાં હિન્દુ સેનાએ 13 ગૌવંશને બચાવ્યા
જામનગર જિલ્લાના લાલપુર પંથકમાંથી ગત મોડી રાત્રે હિન્દુ સેનાના ગૌરક્ષા વિભાગે કતલખાને લઈ જવાતા 13 ગૌવંશને બચાવ્યા હતા. આ કાર્યવાહી રાજકોટ ગૌરક્ષા પ્રમુખ કાનાભાઈ ભરવાડને મળેલી બાતમીના આધારે કરવામાં આવી હતી. ગુજરાતમાં ગૌવંશને કતલખાને લઈ જવાના બનાવો વધી રહ્યા છે. લાલપુર પંથકમાં ગૌવંશને વેચવાનું અને કતલખાને પહોંચાડવાનું ષડયંત્ર ચાલી રહ્યું હોવાની માહિતી કાનાભાઈ ભરવાડને મળી […]
જામનગર ગુલાબનગર ડમ્પિંગ સાઇટની આગ પર આંશિક કાબૂ
જામનગરના ગુલાબનગર ડમ્પિંગ સાઇટ પર છેલ્લા 3 દિવસથી સળગી રહેલી ભીષણ આગ પર કાબૂ મેળવવા માટે જામનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગે આજે વહેલી સવારથી નવી વ્યૂહરચના હેઠળ કામગીરી હાથ ધરી છે. ફાયર વિભાગની આ નવી વ્યૂહાત્મક ગોઠવણના પરિણામે આગ પર અંદાજે 80% જેટલો કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. ડમ્પિંગ સાઇટ પર કચરાના વિશાળ ઢગલાઓ અંદરથી સતત […]
જામનગરની કુખ્યાત સાયચા ગેંગ પર પોલીસનો સકંજો
જામનગરમાં સંગઠિત ગુનાખોરી આચરતી કુખ્યાત સાયચા ગેંગ વિરુદ્ધ પોલીસે કડક કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. ગુજસીટોક (GUJCTOC) ના ગંભીર ગુનામાં ઝડપાયેલા સાયચા ગેંગના 6 મુખ્ય સાગરીતોને પોલીસે ખાસ અદાલતમાં રજૂ કર્યા હતા. સ્પેશિયલ ગુજસીટોક કોર્ટે તમામ આરોપીઓના આગામી તારીખ 29 સુધીના (સાત દિવસના) પોલીસ રિમાન્ડ મંજૂર કરવાનો હુકમ કર્યો છે. પોલીસે ગુનાની તપાસ અને ગેંગના […]
રાજકોટના નાગરિકોને “સચેત” એપ ડાઉનલોડ કરવા કલેક્ટર કચેરી દ્વારા અનુરોધ.
રાજકોટના નાગરિકોને “સચેત” એપ ડાઉનલોડ કરવા કલેક્ટર કચેરી દ્વારા અનુરોધ. રાજકોટ તા.૨૧/૫/૨૦૨૬ ના રોજ કુદરતી આપત્તિઓ સામે નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને સમયસર સાવચેતીના પગલાં લઈ શકાય તે હેતુથી રાજકોટ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર કલેક્ટર કચેરી દ્વારા રાજકોટ જિલ્લાના તમામ નાગરિકોને ભારત સરકારની સત્તાવાર આપત્તિ વ્યવસ્થાપન મોબાઈલ એપ્લિકેશન “SACHET” (સચેત) ડાઉનલોડ કરવા અનુરોધ કરાયો છે. […]
ઉનામાં યાગી ગેંગના 7 સભ્યો સામે ગુજસીટોકનો ગુનો
ઉના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આતંક મચાવતી કુખ્યાત યાગી ગેંગ વિરુદ્ધ નવાબંદર મરીન પોલીસે મોટી કાર્યવાહી કરી છે. આ ગેંગના કુલ 7 સભ્યો સામે ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ (GUJCTOC) એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. છેલ્લા ઘણા વર્ષોથી ઉના, નવાબંદર, કોડીનાર અને સોમનાથ મરીન વિસ્તારમાં સક્રિય આ ગેંગ શરીર સંબંધી ગુનાઓ અને […]
મધમાખી ઉછેર ખેડૂતો માટે વધારાની આવકનું સાધન બન્યું
પ્રભાસ પાટણ વિસ્તારમાં એક સમય એવો હતો કે ઘેઘૂર વૃક્ષો અને જૂની દિવાલો ઉપર મધમાખીનાં મોટા મધપુડાઓ ઝળંબતા જોવા મળતા હતા. ભૂલેચૂકે કોઈએ મધપુડાને છંછેડી દીધું તો મધમાખીઓના ડંખથી લોકો હેરાન-પરેશાન થઈ જતા અને ક્યારેક દવાખાને દાખલ થવાની નોબત પણ આવતી હતી. તે સમયમાં પ્રભાસમાં એવા કુશળ લોકો પણ હતા કે જેઓ શરીરે કપડા લપેટી […]
મોડીરાતે ઉત્રાણના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત શહેરમાંથી ફરી એકવાર મોડી રાત્રે આગની એક ગંભીર અને ડરામણી ઘટના સામે આવી છે. શહેરના ઉત્રાણ વિસ્તારમાં આવેલા ગરનાળા પાસે એક ભંગારના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગ એટલી ઝડપથી ફેલાઈ કે આસપાસની રહેણાંક સોસાયટીઓમાં વસતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. ખાસ કરીને ‘અભિનંદન રેસિડેન્સી’ ની બિલકુલ સામે જ આ […]










