વડોદરા શહેરમાં 4.92 કરોડ રૂપિયાની ઠગાઈના ગુનામાં વધુ એક ફરાર અને રીઢા આરોપીને વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. સસ્તુ સોનું અપાવવાના તેમજ રૂ.10 કરોડની લોન અપાવવાના બહાને કમિશન પેટે એડવાન્સ રકમ મેળવી આરોપીઓએ ફરિયાદી પાસેથી કુલ રૂ.4,92,50,000ની છેતરપિંડી આચરી હતી. આ મામલે જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ બાકી રહેલા આરોપીઓ ધરપકડથી […]
India
હિંગોળગઢ નજીક રોડ ક્રોસ કરતા દીપડાને વાહને ઉડાડ્યો – ઘટનાસ્થળે જ મોત
રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના હિંગોળગઢ નજીક એક દીપડાનું વાહનની ટક્કરથી ઘટનાસ્થળે જ મોત થયું છે. રોડ ક્રોસ કરતી વખતે અજાણ્યા વાહને તેને અડફેટે લીધો હતો. હિંગોળગઢ આસપાસના વિસ્તારમાંથી એક દીપડો રાત્રિના અથવા વહેલી સવારના સમયે રોડ ક્રોસ કરી રહ્યો હતો. આ દરમિયાન પુરપાટ ઝડપે પસાર થઈ રહેલા એક અજાણ્યા વાહનના ચાલકે દીપડાને જોરદાર ટક્કર મારી […]
રાજકોટનાં નાગરિકો નામ ટ્રાન્સફર, ટેક્સ આકારણી, નળ કનેક્શન અને વ્યવસાય વેરાની કામગીરી ઘેરબેઠા કરી શકશે
રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખાનો અંદાજે 11 વર્ષ જૂનો સોફ્ટવેર બદલવા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ નવો સોફ્ટવેર કાર્યરત થતા બાદ રાજકોટનાં નાગરિકો નામ ટ્રાન્સફર, ટેક્સ આકારણી, નળ કનેક્શન અને વ્યવસાય વેરાની કામગીરી ઘેરબેઠા આંગળીનાં ટેરવે કરી શકશે. જેને લઈને મનપાનાં કુલ 6 લાખ કરતા વધુ કરદાતાઓને નાના-નાના કામો કરાવવા માટે વોર્ડ ઓફીસ કે […]
રાજકોટમાં પેટ્રોલનો 46 ટકા, ડિઝલનો 33 ટકા સ્ટોક, 4 પેટ્રોલ પંપ બંધ
રાજકોટ જિલ્લાના 361 પેટ્રોલ પંપ પર પેટ્રોલનો 46 ટકા અને ડીઝલનો 33 ટકા જથ્થો હોવાનું કલેક્ટરે જાહેર કર્યુ છે. દરમિયાન જિલ્લામાં 4 જેટલા પેટ્રોલ પંપ બંધ હોવા તેમજ ધોરાજીમાં ખેડૂતો માટેનું ડીઝલ ખૂટી પડ્યું હોવા મુદ્દે ઝડપથી પુરવઠો મળે તે માટે ઓઇલ માર્કેટિંગ કંપનીઓને સૂચના આપવામાં આવી છે. આ સાથે જ ઇંધણ બચતના ભાગરૂપે કલેકટર […]
અમદાવાદમાં બ્રોકરે મર્સિડિઝ ચોરીની FIR કરી ને માલિકીનો જંગ હાઇકોર્ટ પહોંચ્યો
અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટે લક્ઝરી મર્સિડીઝ-બેન્ઝ SUVનો કબજો તેના રજિસ્ટર્ડ માલિકને સોંપવાનો આદેશ કર્યો છે. આ સાથે જ કોર્ટે પ્રહલાદનગરના એક પ્રોપર્ટી બ્રોકરના એ દાવા પર શંકા વ્યક્ત કરી છે, જેમાં તેણે જણાવ્યું હતું કે તેણે આ વાહન તેના મિત્રની પત્નીના નામે ખરીદ્યું હતું અને 07 વર્ષ સુધી તેનો ઉપયોગ કર્યો હતો. મર્સિડીઝ-બેન્ઝ GLS 350D […]
હિમાલયની 14 હજાર ફૂટની ઉંચાઇ પર સ્થિત આધાર શિખરને એક જ દિવસમાં પાર કર્યુ
ગુજરાતમાંથી દર વર્ષે સુરતની ખાનગી સંસ્થા દ્વારા હિમાચલ પ્રદેશ વિસ્તારમાં શિખર ટેકનું આયોજન કરવામાં આવે છે.જેમાં રાજયભરના યુવાનો અને યુવતિઓ ભાગ લેતા હોય છે. આ વર્ષે પણ હિમાચલ પ્રદેશના મનાલી ખાતે ઉચાઈ પર આવેલ “ભૃગુ” લેક જે 4300 મીટરની ઉંચાઈ પર આવેલ છે, ગુલાબા/મનાલી ખાતે આવેલા આધાર શિખર શિબીરનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમા ધ્રોલના […]
દરબારગઢ-શાકમાર્કેટ રોડ પર નડતરરૂપ 28 રેંકડી જપ્ત કરાઈ
જામનગર શહેરના સિટી એ પોલીસે દબાણ કરી રહેલી 28 જેટલી રેંકડીઓને પકડીને તેના ધારકોને પુરી દેતા રેંકડી ધારકોમાં નાસભાગ મચી જવા પામી હતી. જામનગર શહેરના દરબારગઢ સર્કલ થી રણજીત રોડ રોડ પર જવા માટે સીટી બસની બર્ધન ચોક થઇને પસાર થાય છે. પરંતુ જામનગર શહેરના દરબારગઢ થી સુભાષ માર્કેટ થી રણજીત રોડ માર્ક સુધીના અનેક […]
ખીરસરામાં ખેડૂત તાલીમ શિબિર
લાલપુર તાલુકાના ખીરસરા ગામે ખેડૂત તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિર આવતીકાલે, શુક્રવાર, 22 મેના રોજ યોજાશે. આ તાલીમ શિબિર સવારે 10:30 વાગ્યે ખીરસરા પ્રાથમિક શાળા ખાતે શરૂ થશે. ખેડૂતોને આ શિબિરમાં ભાગ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે આ માહિતી આર.વી. દેથરીયા દ્વારા જારી કરાયેલી યાદીમાં જણાવવામાં આવી છે.
બુટાવદરમાં ડીઝલ સંકટથી ખેડૂતો પરેશાન: વહેલી સવારથી 2 કિમી લાંબી ટ્રેક્ટરની લાઈન
જામનગર જિલ્લાના બુટાવદર પંથકમાંથી ચિંતાજનક દ્રશ્યો સામે આવ્યા છે. ખેતીની સિઝન પૂરબહારમાં ખીલી છે ત્યારે જ અહીં ડીઝલ અને ખાતરની ગંભીર અછત સર્જાઈ છે. ઇંધણ મેળવવા માટે ખેડૂતોને કલાકો સુધી 2 કિલોમીટર લાંબી ટ્રેક્ટરની લાઈનોમાં ઊભા રહેવું પડી રહ્યું છે. જો સમયસર ખાતર અને ડીઝલ નહીં મળે તો વાવણી નિષ્ફળ જઈ શકે છે. તંત્ર વહેલી […]
જામનગર ડેન્ટલ કોલેજ ચેક કૌભાંડ: આરોપી 3 દિવસના રિમાન્ડ પર
જામનગરની સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં ₹1.36 કરોડથી વધુના ચેક કૌભાંડનો પર્દાફાશ થયો છે. પોલીસે આ મામલે આરોપી શોભીત ગર્ગની ધરપકડ કરી તેને જામનગર કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે આરોપીને ત્રણ દિવસના રિમાન્ડ પર સોંપતા પોલીસે તેની સઘન પૂછપરછ શરૂ કરી છે. પ્રાથમિક માહિતી મુજબ, નેશનલ હેલ્થ મિશન હેઠળ આઉટસોર્સિંગ કર્મચારી તરીકે ફરજ બજાવતા શોભીત […]










