ભાવનગરના પ્રજાવત્સલ રાજવી મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલની જન્મજયંતિ આજે ઉજવાઈ રહી છે. તેઓ અખંડ ભારતને એક કરવા માટે પોતાનું રજવાડું દાનમાં આપનાર પ્રથમ શાસક તરીકે ઇતિહાસમાં નોંધાયેલા છે. આ નિમિત્તે, ભાવનગર સ્ટેટના યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલે નિલમબાગ પેલેસ, ભાવનગર ખાતે મહારાજા સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે જણાવ્યું કે, મહારાજા સાહેબના શબ્દો ‘મારી પ્રજાનું કલ્યાણ થાજો’ […]
India
હેવમોર ચોકમાં યુવાન પર પાઇપ-છરી વડે જીવલેણ હુમલો
ભાવનગર શહેરના હેવમોર ચોક વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકારતી એક ઘટના સામે આવી છે. અહીં આનંદનગર વિસ્તારમાં રહેતા એક 21 વર્ષીય યુવાન પર જૂની બોલાચાલીની અદાવત રાખીને ચાર શખ્સોએ પાઇપ અને છરી જેવા જીવલેણ હથિયારો વડે હિંસક હુમલો કર્યો છે. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં સારવાર માટે સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં […]
જામનગરમાં વિરોધ પ્રદર્શન: યુવક કોંગ્રેસ અને NSUIના કાર્યકરોએ શર્ટ ઉતારી સૂત્રોચ્ચાર કર્યા
NEETનું પેપર લીક થવા મુદ્દે યુવાનોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે જામનગરમાં યુવક કોંગ્રેસ અને NSUIના કાર્યકરો તથા આગેવાનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમણે સરકારની નિષ્ફળતા સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ વિરોધ પ્રદર્શન જામનગરના વ્યસ્ત DKV સર્કલ ખાતે યોજાયું હતું. પેપર લીકની તાજેતરની ઘટનાના વિરોધમાં કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોએ પોતાના શર્ટ ઉતારી […]
જામનગર ડેન્ટલ કોલેજમાં 1.36 કરોડના કૌભાંડનો આરોપી ઝડપાયો
જામનગરની સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં સામે આવેલા રૂ. 1.36 કરોડના ચેક કૌભાંડ પ્રકરણમાં પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. આ મામલે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે ઝડપી તપાસ હાથ ધરી છે. નેશનલ હેલ્થ મિશન હેઠળ કોન્ટ્રાક્ટ આધારિત ફરજ બજાવતા શોભીત ગર્ગ સામે રોગી કલ્યાણ સમિતિના ખાતામાંથી રૂ. 1.36 કરોડની રકમ પોતાના વ્યક્તિગત ખાતામાં ટ્રાન્સફર કરવાના […]
જામનગરમાં 700 મેડિકલ સ્ટોર્સ બંધ
જામનગર સહિત સમગ્ર દેશમાં કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા ઓનલાઈન દવાઓના વેચાણના વિરોધમાં સજ્જડ હડતાળનું એલાન આપવામાં આવ્યું છે. આ રાષ્ટ્રવ્યાપી બંધના પગલે જામનગર શહેરમાં આવેલા 700 જેટલા નાના-મોટા મેડિકલ સ્ટોર્સ આજે સંપૂર્ણપણે બંધ રહેશે. તમામ પ્રકારની દવાઓનું વેચાણ અટકાવી દેવામાં આવ્યું છે. જોકે, આ હડતાળના કારણે ગંભીર બીમારીથી પીડાતા અને તાત્કાલિક દવાની જરૂરિયાતવાળા દર્દીઓને […]
કાર ભાડે મેળવી વેંચી મારતા 2 શખ્સ માળીયામાંથી કાર સાથે ઝડપાયા
કાર ભાડે મેળવી વેંચી મારતા 2 શખ્સને અમદાવાદ રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના સબબ પોલીસે માળીયામાંથી કાર સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૂળ માળીયાહાટીના તાલુકાના દુધાળા ગામના સંદીપ મેણસીભાઈ મેરાવડા અને કેશોદ તાલુકાના કરેણી ગામના હિતેશ ઉર્ફે લાલો હકુભાઈ મક્કા નામના શખ્સો વિરૂધ્ધ કાર ભાડે મેળવી વેંચી મારવા સબબ અમદાવાદના રામોલ પોલીસ […]
પાલિતાણામાં સમસ્ત ભરવાડ સમાજ દ્વારા ગોપાલધામ ઠાકર મંદિરની વર્ષગાંઠની ઉજવણી તેમજ શ્રી રાધા કૃષ્ણ મંદિર ની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા ની ભવ્ય ઉજવણી કરવામાં આવી.
ઠાકર દુવારા ના સંતોના સામૈયા બાદ શોભાયાત્રા યોજાઈ, પાલિતાણા સમસ્ત ભરવાડ સમાજ બીજ યુવક મંડળ દ્વારા ભરવાડ સમાજ ગોપાલ ધામના ઠાકર મંદિર ની વર્ષગાંઠ ની ઉજવણી તા. ૧૩.૫.૨૦૨૬ ના બુધવાર ના કરવામાં આવી તેમજ નિજ મંદિર ની શ્રી રાધા કૃષ્ણ ભગવાન ની મૂર્તિ ની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનું ત્રીદિવસ નું આયોજન કરવામાં આવેલ હતું, ગોપાલ ધામ […]
રાજકોટ શહેરમાં માદક પદાર્થ ગાંજા સાથે એક ઇસમને પકડી પાડતી ભકિતનગર પોલીસ.
રાજકોટ શહેરમાં માદક પદાર્થ ગાંજા સાથે એક ઇસમને પકડી પાડતી ભકિતનગર પોલીસ. રાજકોટ શહેરમાં NDPS ના કેસો શોધી કાઢવા ખાસ પ્રકારની ડ્રાઇવ રાખવામાં આવેલ હોય અને દરેક પોલીસ સ્ટેશનમાં NDPS ના સેલની રચના કરવામાં આવેલ હોય, ગેરકાયદેસર રીતે માદક પદાર્થની હેરાફેરી કરતા તથા સંગ્રહ કરતા ધંધો કરતા ઇસમો ઉપર અંકુશ રહે અને યુવાધન નશીલા પદાર્થોનુ […]
દેત્રોજમાં રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમો યોજાયા
રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ નિમિત્તે, 16 મેના રોજ દેત્રોજ તાલુકા હેલ્થ કચેરી દ્વારા તાલુકાભરમાં વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોનો મુખ્ય હેતુ ડેન્ગ્યુ અંગે લોકોમાં જાગૃતિ લાવી રોગચાળો અટકાવવાનો હતો. તાલુકા હેલ્થ કચેરી હેઠળના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો રૂદાતલ, રામપુરા અને કોટોસણ રોડ ખાતે ડેન્ગ્યુ અંગે જાગૃતિ લાવવા માટે માહિતી કાર્યક્રમો અને રેલીઓ યોજાઈ […]
અમદાવાદમાં જરૂરિયાતમંદ લોકોના ખાતા ખોલાવી સાયબર ફ્રોડ માટે મોકલનાર ઝડપાયો
અમદાવાદ ઝોન 1 એલસીબીએ સાયબર ગઠિયાઓને બેંક એકાઉન્ટ આપનાર આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી અને તેના સાથીઓએ મળીને છેલ્લા 14 મહિનામાં 100થી વધુ જરૂરિયાતમંદ લોકોના બેંક એકાઉન્ટ ખોલાવી બેંકની કીટ મેળવી લીધી હતી.આરોપી પાસેથી મળેલા બેંક એકાઉન્ટ સામે દેશભરમાં સાયબર ક્રાઈમની ફરિયાદ નોંધાઈ છે.એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે પાંચ આરોપી ફરાર છે. લોકોના […]










