Gujarat

જામનગરમાં ભાજપ ઉમેદવાર જયરાજસિંહ જાડેજા, યુવક સાથે બોલાચાલી: “તારો મત નથી જોતો”

જામનગરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન વોર્ડ નંબર 2 માંથી એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં ભાજપના ઉમેદવાર જયરાજસિંહ જાડેજા અને એક સ્થાનિક યુવક વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેમાં ઉમેદવારે યુવકને “તારો મત નથી જોતો” તેમ કહી દીધું હતું. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટના જામનગર શહેરના વોર્ડ નંબર 2 માં બની […]

Gujarat

મોરબીના આમરણમાં હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા, સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ગરમાવો

મોરબી જિલ્લાના આમરણ (ડાયમંડનગર) ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં એક ચૂંટણી સભા યોજાઈ હતી. આ સભામાં સંઘવીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને ભાજપ સરકારના વિકાસ કાર્યોની પ્રશંસા કરી હતી. સંઘવીએ જણાવ્યું કે આઝાદીના લડવૈયાઓએ સારા રોડ-રસ્તા, વીજળી અને આરોગ્ય સેવાઓ જેવા અનેક સપના જોયા હતા. તેમણે દાવો કર્યો કે કોંગ્રેસના શાસન દરમિયાન […]

Gujarat

માળીયા-હળવદ હાઇવે પરથી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો

હળવદ-માળીયા હાઇવે પરથી પોલીસે દારૂ ભરેલો એક ટ્રક ઝડપી પાડ્યો છે. ભૂસાની થેલીઓની આડમાં છુપાવેલો 6,672 બોટલ દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં કુલ 40.16 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. માળીયા તાલુકા પોલીસની ટીમે હળવદ-માળીયા હાઇવે પર નવકાર કારખાનાની કટ પાસેથી RJ 36 GA 9858 નંબરના ટ્રકને […]

Gujarat

અમદાવાદ એરપોર્ટ પર ફિલિપાઇન્સની મહિલા 2 કિલો હેરોઇન સાથે ઝડપાઈ હતી

અમદાવાદ સિટી સેશન્સ કોર્ટ ખાતે આવેલી NDPSની વિશેષ અદાલતે ગીનાલેન પાડીવાન લીમોનને 4 સાહેદ અને 35 પુરાવાને આધારે 20 વર્ષની સખત કેદ અને કુલ 4 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ફિલિપાઇન્સની મહિલા 2 કિલો હેરોઇન મળ્યું હતું કેસને વિગતે જોતા વર્ષ 2024માં ફિલિપાઇન્સની મહિલા આરોપી ગીનાલેન પાડીવાન લીમોન સામે ઇમિગ્રેશન વિભાગ દ્વારા લુક આઉટ સર્ક્યુલર […]

Gujarat

GCASની ખામીઓ અને વિદ્યાર્થીઓ પર થતા અન્યાયના વિરોધમાં ABVPનું વિરોધ પ્રદર્શન

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, પોરબંદર દ્વારા GCASની ખામીઓ અને વિદ્યાર્થીઓ પર થતી અન્યાયી નીતિઓના વિરોધમાં વિરોધ પ્રદર્શન યોજાયું હતું. ફુવારા સર્કલ ખાતે પ્લેકાર્ડ સાથે કાર્યકરો એકત્રિત થયા હતા અને GCAS સામે નારાબાજી કરી હતી. વિદ્યાર્થીઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે આ પ્રણાલી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરી રહી છે અને તેને સુધાર્યા વગર સ્વીકાર્ય નથી. […]

Gujarat

NH-48 પર ટ્રિપલ અકસ્માત, ટેલર ચાલકનું મોત

નેશનલ હાઈવે 48 પર સાવા બ્રિજ પાસે ગંભીર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક કન્ટેનર ડિવાઈડર કૂદીને સામેના ટ્રેક પર ઘૂસી ગયું હતું, જેના કારણે ટેલર અને એક ખાનગી લક્ઝરી બસ સાથે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં ટેલર ચાલકનું મૃત્યુ થયું હતું. પ્રાથમિક માહિતી મુજબ, એક કન્ટેનર પૂરપાટ ઝડપે ડિવાઈડર કૂદીને રોંગ સાઈડ પર […]

Gujarat

ગેસની બોટલ ઉપર ચઢી લોખંડની એંગલ સાથે દુપટ્ટો બાંધી જીવ ટૂંકાવ્યો,

સુરત શહેરના વરાછા વિસ્તારમાં એક 26 વર્ષીય યુવકે અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. અશ્વિનીકુમાર રોડ પર રહેતા નિખિલ વસાવે નામના યુવકે પોતાના ઘરે લોખંડના એંગલ સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો હતો. મોડી રાત્રે જ્યારે મિત્રો ઘરે પહોંચ્યા ત્યારે સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. હાલ પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ […]

Gujarat

ધનવાન પિતાનો ‘ગરીબ’ પુત્ર! હાઈકોર્ટે કન્ટેમ્પ્ટ દાખલ કરી

ગુજરાત હાઈકોર્ટમાં એક પત્નીએ ઝાલોદની ફેમિલી કોર્ટના હુકમ સામે અપીલ દાખલ કરી હતી. ઉલ્લેખનીય છે કે, ફેમિલી કોર્ટે પત્ની અને પુત્રી માટે ભરણપોષણની માંગણી કરતી અરજી ફગાવી દીધી હતી. અરજદાર પત્નીએ પોતાના માટે ₹30 હજાર અને પુત્રી માટે ₹20 હજાર પ્રતિ માસ ભરણપોષણની માંગણી કરી હતી. પત્નીનો દાવો હતો કે, તેનો પતિ ઝવેરાતનો વ્યવસાય કરે […]

Gujarat

ભાણેજે કરી મામાના ઘરમાં દાગીનાની ચોરી

​જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના રોણકી ગામે બનેલી એક ચોંકાવનારી ઘટનામાં પોલીસે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ કેસમાં સૌથી આઘાતજનક બાબત એ સામે આવી છે કે, ફરિયાદીની સગી ભાણેજે જ પોતાની બહેનપણી સાથે મળીને મામાના જ ઘરમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી ગણતરીના દિવસોમાં બંને યુવતીઓને મુદ્દામાલ સાથે […]

Gujarat

4 વર્ષ પહેલા 2 માસૂમ બાળકોની હત્યાનો કેસ

જામનગરના કાલાવડ તાલુકાના પીઠડીયા-1 ગામમાં 4 વર્ષ પહેલા પોતાના 2 માસૂમ બાળકોને કૂવામાં ફેંકીને મોતને ઘાટ ઉતારનાર માતાને અદાલતે કસૂરવાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. 2022માં ગુનો આચર્યો પીઠડીયા-1 ગામમાં ખેતમજૂરી કરતા શ્રમિક બદીયા પલાસની પત્ની ચકુબેન (ઉંમર 26) એ 17 ઓક્ટોબર 2022ના રોજ આ ખોફનાક પગલું ભર્યું હતું. આરોપી મહિલાએ પોતાના 5 વર્ષના […]