Gujarat

જી.જી.ની ઘોર બેદરકારી, તંત્રની આળસને‎કારણે કેથ લેબ માટે આવેલા 7 કરોડ પરત ગયા‎

સૌરાષ્ટ્રની પ્રથમ નંબરની સૌથી મોટી ગણાતી જામનગરની ગુરુ ગોવિંદસિંગ (જી.જી.) સરકારી હોસ્પિટલ ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવી છે. વર્ષ 2024માં રાજ્ય સરકાર દ્વારા હૃદયરોગના દર્દીઓની સુવિધા માટે અત્યાધુનિક કેથ લેબ (Cath Lab) સ્થાપવા માટે ₹7 કરોડની માતબર ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી. જોકે, સ્થાનિક વહીવટી તંત્રની નિષ્ક્રિયતા અને સંકલનના અભાવે આ ગ્રાન્ટનો ઉપયોગ થઈ શક્યો […]

Gujarat

જામનગર જિલ્લા પંચાયતમાં શોર્ટ સર્કિટથી આગ

જામનગર જિલ્લા પંચાયતના બીજા માળે આવેલી હેલ્થ વિભાગની કચેરીમાં આજે વહેલી સવારે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આગે થોડીવારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતાં, ફાયર શાખાની ટુકડી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જામનગર જિલ્લા પંચાયતના સિક્યુરિટી વિભાગના પૃથ્વીરાજસિંહ જાડેજાએ સવારે ૬:૩૮ વાગ્યે ફાયર બ્રિગેડને કોલ કર્યો […]

Gujarat

શાંતિનગર પાસે દલિત દંપતી પર હુમલો

શહેરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા એક અનુસૂચિત જાતિના દંપતી પર રાત્રિના સમયે વોકિંગ દરમિયાન ત્રણ શખ્સો દ્વારા હુમલો કરી, જ્ઞાતિવિશે શબ્દો બોલી અપમાનિત કર્યા હોવાની મહિલાએ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. આ અંગે નીલમબાગ પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર ​ફરિયાદી પ્રગતીબેન હિમાંશુભાઈ શાહએ ફરિયાદ નોંધાવી […]

Gujarat

આજ રોજ વોર્ડ નંબર 7 ના ઉમેદવાર એવા આપણા સૌના લોકલાડીલા Respected શ્રીમતી રાજલ બેન બારોટે ચંદ્રકીરણ સોસાયટી મા પ્રચાર ની શરૂઆત કરી

ભારત દેશ ની સૌથી મોટી પાર્ટી અને સતાધારી પક્ષ BJP એ ટિકિટ આપી. રાજલ બેન બારોટ એમના જીવન મા પ્રથમ વાર રાજકારણ મા એન્ટ્રી કરી રહ્યા છે. સંગીત ના સુર ની સાથે સાથે રાજલ બેન લોકો માટે પણ કંઈક કરવાની એમની મહત્વ કાંક્ષા ને આપણે હૃદય પૂર્વક આશીર્વાદ આપવા જોઈએ અને જંગી બહુમતી થી જીતાડવા […]

Gujarat

પોરબંદર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં અંતિમ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ

પોરબંદર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ઉમેદવારી ફોર્મ ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, હવે ચૂંટણી લડનારા ઉમેદવારોની અંતિમ યાદી જાહેર કરવામાં આવી છે. અનેક બેઠકો બિનહરીફ જાહેર થતાં, બાકીની બેઠકો પર રાજકીય પક્ષો વચ્ચે સીધો જંગ જોવા મળશે. પોરબંદર મહાનગરપાલિકાની કુલ 52 બેઠકોમાંથી 11 બેઠકો બિનહરીફ થઈ છે. હવે […]

Gujarat

રાણાવાવ સ્ટેશનમાં એક જ પ્લેટફોર્મ હોવાથી મુશ્કેલી

પોરબંદર નજીકના રાણાવાવ રેલ્વે સ્ટેશન ખાતે હાલ એક જ પ્લેટફોર્મ આવેલ છે.જેથી અન્ય ટ્રેઈન આ સ્ટેશન ખાતે સ્ટોપ રહે ત્યારે તેના મુસાફરોને ટ્રેઈનમાંથી ઉતરવું મુશ્કેલ બને છે તેમજ જીવના જોખમેં પ્લેટફોર્મ અભાવે મુસાફરોને રેલ્વે ટ્રેક ક્રોસ કરી સ્ટેશનમાં જવાની ફરજ પડે છે. પોરબંદરના રેલ્વે સ્ટેશન ખાતે રેલ્વે વિભાગ દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચે કરી રીડેવલોમેન્ટ કરવામાં […]

Gujarat

પત્નીના ત્રાસથી કંટાળી યુવાને ટ્રેન નીચે પડતું મૂક્યું, સુસાઈડ નોટમાં થયો મોટો ખુલાસો

સુરત શહેરના કતારગામ વિસ્તારમાં ગત 3 ફેબ્રુઆરીના રોજ રેલવે ટ્રેક પરથી મળી આવેલી યુવાનની લાશના કેસમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. મૃતક યુવાનના ખિસ્સામાંથી મળી આવેલી સુસાઈડ નોટમાં પત્નીના ત્રાસનો ઉલ્લેખ મળતા પોલીસે હવે પત્ની વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે. પત્ની સાથેના સતત ઝઘડાથી કંટાળીને યુવાને મોત વહાલું કર્યું હોવાનું બહાર આવ્યું છે. લગ્નના […]

Gujarat

ગુજસીટોક સહિત 27 ગુનાના આરોપી ચિરાગ ભરવાડને દબોચ્યો, મોર્ફ ફોટા બતાવી 15 લાખની ખંડણી માંગી હતી

શહેરના વિવિધ વિસ્તારોમાં જેનો ખોફ હતો અને જેના પર ખંડણી, મારામારી તેમજ ખૂની હુમલા જેવા ગંભીર 27થી વધુ ગુનાઓ નોંધાયેલા છે, તેવો કુખ્યાત આરોપી ચિરાગ મેર આખરે પોલીસના સકંજામાં આવ્યો છે. આરોપી ચિરાગ મેર સુરત પોલીસને થાપ આપીને ભાવનગર જિલ્લામાં છુપાયો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, તે ધરપકડથી બચવા માટે […]

Gujarat

તાલુકા પંચાયતમાં 41, જિલ્લા પંચાયતમાં 3 ઉમેદવારો વચ્ચે જંગ

પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે 27 ઉમેદવારી ફોર્મ પરત ખેંચવામાં આવ્યા હતા. આ સાથે, તાલુકા પંચાયતની 41 અને જિલ્લા પંચાયતની 3 બેઠકો પર ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ થશે. જાંબુઘોડા જિલ્લા પંચાયત બેઠક પર ભાજપના કવિતાબેન બારીયા, કોંગ્રેસના સુમિત્રાબેન બારીયા અને આમ આદમી પાર્ટીના કિંજલબેન બારીયા વચ્ચે મુખ્ય સ્પર્ધા રહેશે. પંચમહાલ જિલ્લામાં […]

Gujarat

ગોધરામાં 20 મોડિફાઈડ સાયલેન્સર જપ્ત, ₹10 હજાર દંડ

ગોધરા શહેરમાં ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા મોડિફાઈડ સાયલેન્સરવાળા બુલેટ ચાલકો સામે બી-ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસે 20 મોડિફાઈડ સાયલેન્સર જપ્ત કર્યા હતા અને કસૂરવાર ચાલકો પાસેથી કુલ ₹10,000 નો દંડ વસૂલ કર્યો હતો. પોલીસે શહેરના વિવિધ માર્ગો પર ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન, કેટલાક બુલેટ ચાલકો તેમના વાહનોમાં કંપની ફિટિંગના સાયલેન્સરમાં ફેરફાર કરીને કર્કશ […]