અમેરિકાના બાલ્ટીમોર શહેરમાં એક મોટો અકસ્માત થયો છે. સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર, એક કન્ટેનર જહાજ બાલ્ટીમોરના કી બ્રિજ સાથે અથડાયું હતું, જે પછી બ્રિજ પત્તાના ડેકની જેમ તૂટી પડ્યો હતો. દુર્ઘટના સમયે પુલ પરથી અનેક કાર પસાર થઈ રહી હતી, જે તમામ બ્રિજ ધરાશાયી થતાં પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં મોટી સંખ્યામાં જાનહાનિ […]
International
મોસ્કોમાં આતંકવાદી હુમલાના ચાર હુમલાખોરો યુક્રેન ભાગી જવાનો પ્રયાસ કરતા ઝડપાયા
મોસ્કો, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સોમવારે દાવો કર્યો હતો કે ગયા અઠવાડિયે મોસ્કોના ઉપનગરમાં કોન્સર્ટ હોલમાં હુમલો કરનાર બંદૂકધારી ઈસ્લામિક કટ્ટરપંથી હતા. આ હુમલામાં ૧૩૦થી વધુ લોકો માર્યા ગયા હતા. સરકારી અધિકારીઓ સાથેની બેઠકમાં પુતિને કહ્યું કે આ હત્યાઓ તે લોકો દ્વારા કરવામાં આવી છે જેમની સાથે ઈસ્લામિક દેશો સદીઓથી લડી રહ્યા છે. પુતિને કહ્યું […]
ઈસ્લામાબાદની એક જિલ્લા અને સેશન્સ કોર્ટે ઈમરાન ખાન અને તેમની પત્નીને ૪ એપ્રિલે કોર્ટમાં હાજર થવા આદેશ આપ્યો
પાકિસ્તાનના ઈસ્લામાબાદની એક જિલ્લા અને સેશન્સ કોર્ટે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને ૪ એપ્રિલે હાજર થવાનો આદેશ આપ્યો છે. પાકિસ્તાની મીડિયા અનુસાર જસ્ટિસ તાહિર અબ્બાસે જામીન અરજી પર સુનાવણી કરી અને બંને માટે કોર્ટમાં હાજર થવાનો ઓર્ડર જાહેર કર્યો છે. કોર્ટમાં પક્ષના વકીલ ખાલિદ યુસુફ ચૌધરી પણ હાજર હતા. કોર્ટે અદિયાલા […]
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નૌસેના એરબેઝ પર આતંકી હુમલો
પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના તુર્બત ઈન્ટરનેશનલ એરપોર્ટ અને નેવલ એરબેઝ પર સોમવારે રાત્રે આતંકીઓએ હુમલો કર્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પાકિસ્તાની સુરક્ષા દળોએ નેવલ એરબેઝ પર હુમલો અટકાવ્યો અને ચાર આતંકવાદીઓને ઠાર કર્યા. તે જ સમયે તુર્બતમાં પાકિસ્તાનના બીજા સૌથી મોટા નૌસેના એર સ્ટેશન પીએનએસ સિદ્દીકી પર ગોળીઓથી હુમલો કરવામાં આવ્યો છે અને આ વિસ્તારમાંથી ઘણા […]
મોસ્કોમાં થયેલા આતંકી હુમલા પર અમેરિકાએ કહ્યું,”અમારી સંવેદના પીડિતો સાથે છે”
વોશિંગ્ટન, મોસ્કો આતંકી હુમલામાં ૬૦થી વધુ લોકોના મોત થયા છે અને ૧૦૦થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ત્યારે આ ઘટનાને લઇને અમેરિકાએ કહ્યું કે તેને આ હુમલા વિશે વધુ જાણકારી નથી. વ્હાઇટ હાઉસના પ્રવક્તા જાેન કિર્બીએ કહ્યું કે હુમલાની તસવીરો ભયાનક છે. અમારી સંવેદના પીડિતો સાથે છે. મોસ્કોના શોપિંગ મોલ (ક્રોકસ સિટી હોલ)માં થયેલા આતંકવાદી […]
મોસ્કોના શોપિંગ મોલમાં અંધાધુંધ ફાયરિંગ, ૬૦ના મોત, ૧૦૦થી વધુ લોકો ઇજાગ્રસ્ત
રશિયાની રાજધાની મૉસ્કોમાં આતંકવાદીઓએ હુમલો કર્યો છે. આતંકવાદીઓ દ્વારા ફાયરિંગ અને વિસ્ફોટની ઘટનામાં ૬૦થી વધુ લોકોના મોત થયા છે. તો ૧૦૦થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. રશિયન સમાચાર એજન્સીના અનુસાર, શુક્રવારે મૉસ્કો નજીક એક કૉન્સર્ટ હોલમાં સેનાનો યુનિફોર્મ પહેરેલા પાંચ બંદૂકધારીઓએ ફાયરિંગ કર્યું હતુ. હુમલા બાદ વિશેષ પોલીસ દળે મોર્ચો સંભાળી લીધો છે. હુમલાની જવાબદારી […]
આયરલેન્ડના વડાપ્રધાન લીઓ વરાડકરે અચાનક રાજીનામું આપવાની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા
આયરલેન્ડના વડાપ્રધાન લીઓ વરાડકરે અચાનક રાજીનામું આપવાની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા છે. બુધવારે તેમના રાજીનામાની જાહેરાત કરતા વરાડકરે તેમના ર્નિણય પાછળ વ્યક્તિગત અને રાજકીય કારણોને ટાંક્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે પીએમ પદની સાથે તેમણે ફાઈન ગેલ પાર્ટીના નેતા તરીકેની તેમની ભૂમિકા પણ છોડી દેવી પડશે. વરાડકર ૨૦૧૭માં આયર્લેન્ડના પીએમ બન્યા હતા, જેઓ […]
ગાઝામાં મદદની રાહ જાેઈ રહેલા લોકો પર ફરી એકવાર ઈઝરાયેલે હુમલો કર્યો, ૨૦ પેલેસ્ટાઈનના મોત, ૧૫૫થી વધુ ઘાયલ
ઈઝરાયેલ ગાઝામાં સતત હુમલા કરી રહ્યું છે. આ હુમલાઓમાં ૩૧ હજારથી વધુ લોકો માર્યા ગયા છે.રવિવારે ઈઝરાયેલે મદદની રાહ જાેઈ રહેલા ગાઝાન પર હેલિકોપ્ટરથી ગોળીબાર કર્યો હતો, જેમાં લગભગ ૨૦ પેલેસ્ટાઈનના મોત થયા છે. આ હુમલામાં ૧૫૫થી વધુ લોકો ઘાયલ થયા છે. હુમલા અંગે માહિતી આપતા ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, “મૃતકોના ૨૦ મૃતદેહો […]
અફઘાનિસ્તાનમાં ફરી એકવાર ૫.૩ રિક્ટરની તીવ્રતાનો ભૂકંપ
અફઘાનિસ્તાન, અફઘાનિસ્તાનમાં ફરી એકવાર ભૂકંપના જાેરદાર આંચકા અનુભવાયા. નેશનલ સિસ્મોલોજી સેન્ટરે જણાવ્યું હતું કે રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૫.૩ માપવામાં આવી હતી. તેનું કેન્દ્ર જમીનથી ૧૪૬ કિલોમીટર નીચે હતું. જેના કારણે પાકિસ્તાનના કેટલાક વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જાે કે હાલ કોઈ નુકસાનના સમાચાર નથી. તમને જણાવી દઈએ કે આ પહેલા ૩ જાન્યુઆરીએ […]
હુથી લડવૈયાઓએ અમેરિકાને તેમના હુમલાથી ઈરાન પાસે મદદ માંગવા દબાણ કર્યું
વોશિંગ્ટન/લંડન, વિશ્વની મહાસત્તા અમેરિકા યમનના હુથી લડવૈયાઓ સામે લાચાર દેખાય છે. ઇઝરાયેલે ગાઝા પર હુમલો કરવાનું શરૂ કર્યા પછી, હુથી લડવૈયાઓએ જાહેરાત કરી હતી કે તેઓ ઇઝરાયેલના કોઈપણ જહાજને લાલ સમુદ્રમાંથી પસાર થવા દેશે નહીં. તેમના હુમલાઓની શરૂઆતમાં જ, હુથી લડવૈયાઓએ ફિલ્મી શૈલીમાં જહાજને હાઇજેક કરવાનો વિડિયો જાહેર કરીને તેમની ક્ષમતા દર્શાવી હતી. અમેરિકા અને […]










