રાજકોટમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આંખોની સંભાળ અંગે એક મહત્વપૂર્ણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. ‘તન કી બાત’ કાર્યક્રમની 49મી શ્રેણીમાં આયુર્વેદાચાર્ય ડૉ. હિતેશ જાની દ્રષ્ટિ સંબંધિત વિવિધ મુદ્દાઓ પર માર્ગદર્શન આપશે. વિશ્વમાં આશરે અઢી કરોડથી વધુ લોકો દૃષ્ટિહીન છે, જેમાંથી લગભગ દોઢ કરોડ લોકો ભારતમાં વસે છે. સેમિનારમાં આંખોને થતા નુકસાન, મોતિયા વિશેની માહિતી, […]
Author: JKJGS
સોનાની ચેન અને રોકડ રકમ સહિતની મત્તા ભરેલું પર્સ મહિલા પાસેથી ઝૂંટવીને બાઈક પર સવાર ગઠિયા ફરાર
વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલા મંગલ પાડે રોડ પર રાત્રિના સમયે અવર-જવર ઓછી હોવાના કારણે અસામાજિક તત્વોનો ત્રાસ ત્યાં વધી ગયો છે. રાત્રી બજારમાં દુકાન ધરાવતા વેપારીના પત્ની ઘરે જઈ રહ્યા હતા, તે દરમિયાન બાઈક પર આવેલા બે ગઠિયાઓએ તેમની પાસેથી રોકડા 16000 અને મોબાઈલ ભરેલા લેડીઝ પર્સ ઝૂંટવીને ફરાર થઈ ગયા હતા. વડોદરા શહેરના […]
અમદાવાદમાં ઓવરસ્પીડના મેમોના કલાકોમાં જ થારે વડોદરામાં બાઈકને અડફેટે લીધી, યુવકના મોત પછી પણ 200 મીટર ઢસેડી
સમા-સાવલી રોડ પર આવેલા રિયા-રેવતી પાર્ટી પ્લોટ સામે શુક્રવારે મોડી સાંજે થાર ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. થાર ચાલકે બાઈકને અડફેટે લઇ યુવકને 100 મીટર ઢસેડ્યો હતો, ત્યારબાદ બાઇકને વધુ 100 મીટર સુધી ઢસેડી હતી. ઘટનાને પગલે સમા પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી. જોકે ત્યાં પોલીસે […]
એપ્રુવ્ડ ફોર ટ્રાન્સપોર્ટ અંડર કસ્ટમના સીલવાળા કન્ટેનરની અંદરથી 67 લાખની બીયર ઝડપાઇ
ગાંધીનગર સ્ટેટ મોનીટરિંગ સેલને બાતમી મળી હતી કે, GJ39T-0641 વાળા બોડી કન્ટેનર મુંબઈથી વિદેશી દારૂનો જથ્થો ભરી અમદાવાદ તરફ જનાર છે.બાતમી આધારે SMC ટીમ ચોર્યાસી ટોલનાકા પર વોચમાં હતી.જે દરમ્યાન બાતમી વાળા કન્ટેનરને અટકાવી ચાલકની પૂછતાછ કરતા કન્ટેનરમા સિંથેટિકસ ફાઇબર ભરેલું હોવાનું જુઠાણું ચલાવ્યું હતું. વધુ તપાસ કરતા કન્ટેન્ટર પર એપ્રુવડ ફોર ટ્રાન્સપોર્ટ અંડર કસ્ટમ […]
મહિલા કર્મચારીની બદનામી કરવાનો પ્રયાસ કરનાર RTI એક્ટિવિસ્ટ શાકીર શેખની પાસા હેઠળ અટકાયત, ભુજ જેલ રવાના
માહિતી અધિકારની આડમાં ખંડણી ઉઘરાવનાર વધુ બે કથિત એક્ટિવિસ્ટ સામે પોલીસે ગુના નોંધ્યા છે. મહિધરપુરાના યોગેશ નાવડીવાલા અને ઘીયા શેરીના હેમંત દેસાઈએ બિલ્ડર પાસેથી ખંડણી વસૂલતા પોલીસને ફરિયાદ મળતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. બે તબક્કામાં બિલ્ડર પાસે 20 હજાર રૂપિયા પડાવ્યા હતા ફૈઝલ સિદિક લાલા નામના બિલ્ડરે મહીધરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, […]
કચેરીના મેન્ટેનસ સર્વેયરનો વહીવટદાર 5 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો
બાવળામાં કન્યા શાળા સામે આવેલી સીટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટની કચેરીમાં મેન્ટેનસ સર્વેયરની જગ્યાએ વહીવટદાર 5 હજાર રૂપીયાની લાંચ લેતાં એસીબીની ટીમે રંગે હાથે ઝડપી લઇને મેન્ટેનસ સર્વેયરને ફરાર બતાવીને કાયદેસરને કાર્યવાહી હાથ ધરી છે. બાવળાની વ્યકિતની એન.એ થયેલી જમીનની બાવળામાં કન્યા શાળા સામે આવેલી સીટી સર્વે કચેરીમાં કાચી નોંધ પડી હતી. આ નોંધની પ્રમાણિત નોંધ (પાકી […]
રાજ્યમાં માર્ચના ત્રીજા સપ્તાહથી ગરમી શરૂ થવાની સંભાવના, સામાન્ય સ્થિતિ કરતાં હીટવેવ 6થી 15 દિવસ વધુ રહી શકે છે
ફેબ્રુઆરી મહિનો પૂર્ણ થયો છતાં હજુ ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે હિમવર્ષા થઇ રહી છે. માર્ચના પ્રથમ સપ્તાહમાં પણ વેસ્ટર્ન ડિસ્ટબન્સ સક્રિય રહેશે. જેના કારણે ચાલુ સાલે ગુજરાતમાં ઉનાળાની આકરી ગરમીની શરૂઆત માર્ચના ત્રીજા સપ્તાહથી શરૂ થવાની સંભાવના છે. માર્ચથી મે મહિના સુધી ઉત્તર ગુજરાત, મધ્ય-પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, પોરબંદર અને […]
જૂનાગઢ મેળા માટે STની વધારાની 370 બસ દોડાવાઈ, એક્સ્ટ્રા 5798 ટ્રિપમાં 2.73 લાખ લોકોએ મુસાફરી કરી
જૂનાગઢ મેળા માટે એસટીએ વધારાની 370 બસ દોડાવી હતી, જેની 5798 ટ્રિપમાં 2.73 લાખ લોકોએ મુસાફરી કરી છે. ગુજરાત એસટી નિગમ દ્વારા હાલમાં ચાલી રહેલી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીઓની સુવિધા માટે અમદાવાદ સહિત રાજ્યભરમાં રેગ્યુલર બસો ઉપરાંત 250 જેટલી વધારાની બસો દોડાવવામાં આવી રહી છે. તેની સાથે જ જૂનાગઢ ખાતે મહાશિવરાત્રિ […]
ભૂજ હમીરસર તળાવ પાસે બંદ બદેલ જર્જરિત પુલને કારણે આજે માનનીય રાષ્ટ્રપતિ શ્રી ને હમરસર તળાવ થી વંચિત રાખવામાં આવ્યા
પુલને તત્કાલિક ધોરણે બનાવવાં ક્ચ્છ જિલ્લા કલેકટર ને SDPI જિલ્લા પ્રમુખે આવેદન પત્ર અપાયું. ભૂજ લાઇબ્રેરી અને લેક વ્યૂ હોટેલ પાસે આવેલ હમીરસર તળાવના પુલની એક સાઈડને ઘણાં સમયથી જર્જરિત હાલતમાં બંદ રાખવમાં આવેલ છે જે મોરબી પુલ તૂટવાની ઘટના બાદ તરત બંદ કરવામાં આવેલ હતો પરંતુ હવે તે પુલ બીજી તરફ પણ જર્જરિત થઇ […]
ખેડૂતોને જરૂરિયાત મુજબ સબસિડાઇઝડ રાસાયણિક ખાતરો સમયસર અને પૂરતા જથ્થામાં મળી રહે તે વિશે તાલીમ કાર્યક્રમ યોજયો
વર્ષ ૨૦૨૫-૨૬ની ખરીફ સિઝનના આગોતરા આયોજન રૂપે જૂનાગઢ જિલ્લાના ખેતીવાડી ખાતા દ્વારા ખેતીના પાયાના એકમ રાસાયણિક એવા ખાતર નું POS(પોઈન્ટ ઓફ સેલ) મશીન થી વેચાણ કરતા વિક્રેતાઓને સબસીડી વાળુ રાસાયણિક ખાતર ઔધોગિક એકમોમાં જતું અટકે અને ખેડૂત ખાતેદારોને જરૂરિયાત મુજબ સબસિડાઇઝડ રાસાયણિક ખાતરો સમયસર અને પૂરતા જથ્થામાં મળી રહે તે વિશે જાગૃતિ અર્થે જિલ્લાના POS ધારક વિક્રેતાઓનો તાલીમ […]










