Gujarat

કંપનીના બોસ બની પૈસા પડાવવાનો સાયબર ગઠિયાઓનો ખેલ

ચાંગોદરમાં આવેલી એક કંપનીમાં સાયબર ગઠિયાઓએ 3 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધાની ફરિયાદ નોંધાઈ છે. સાયબર ઠગોએ ખાનગી કંપનીના ડિરેક્ટરના નામે નકલી વોટ્સએપ પ્રોફાઈલ બનાવીને કંપનીના એકાઉન્ટન્ટ સાથે 3 કરોડની રકમની ઓનલાઈન પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધી હતી. ઠગે ડિરેક્ટરનો ફોટો અને નામ વાપરીને વોટ્સએપ પર એકાઉન્ટન્ટને વિશ્વાસમાં લીધા હતા અને એક અજાણ્યા બેંક એકાઉન્ટમાં […]

Gujarat

પતિએ પોર્ન વીડિયો બતાવીને ત્રાસ આપતાં શિક્ષિકાને પેનિક એટેક આવ્યો

રાજકોના મહિલા પોલીસ સ્ટેશનમાં એક શિક્ષિકાએ પોતાના પતિ, સાસુ-સસરા અને નણંદ સહિત પરિવારના કુલ 6 સભ્યો સામે શારીરિક, માનસિક અને જાતીય ત્રાસ આપવાની ફરિયાદ નોંધાવી છે. શિક્ષિકાએ આક્ષેપ કર્યો છે કે, પતિ પોર્ન વીડિયો બતાવીને શરીરના અંગો પર અશ્લીલ ટિપ્પણીઓ કરીને ભારે માનસિક યાતના અને ખોટા કેસમાં ફસાવાની મહિલાને ધમકી આપતો. શિક્ષિકાને માનસિક ત્રાસથી પેનિક […]

Gujarat

STમાં 15 દિવસના ભાડામાં થશે 30 દિવસની મુસાફરી

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા રોજિંદા અપડાઉન કરતા મુસાફરો માટે મોટી રાહત આપતો નિર્ણય લેવામાં આવ્યો છે. ‘દૈનિક મુસાફર પાસ યોજના’માં ભાડાની રાહતમાં વધારો કરીને મુસાફરોને 50 ટકા સુધીની સીધી બચતનો લાભ આપવામાં આવ્યો છે. 15 દિવસના ભાડામાં 30 દિવસની મુસાફરી નવા નિયમ મુજબ માસિક પાસ માટે અગાઉ મુસાફરો પાસેથી 18 દિવસનું […]

Gujarat

સૌરાષ્ટ્ર યુનિ.ના પૂર્વ કોંગી સભ્ય ડૉ.ધરમ કાંબલિયાએ રાષ્ટ્રપતિને પત્ર લખ્યો

ગુજરાત રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં કાયદાના ઉલ્લંઘન, ભરતી કૌભાંડો અને નાણાકીય ગેરરીતિઓ મુદ્દે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ સભ્ય ડૉ. ધરમ કાંબલિયા દ્વારા ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂજીને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે. આ પત્રની નકલ દેશના પ્રધાનમંત્રી, ગૃહમંત્રી, કેન્દ્રીય શિક્ષણ મંત્રી તેમજ ગુજરાતના રાજ્યપાલને પણ મોકલવામાં આવી છે. કુલપતિઓ પોતાને ‘સૂબા’ સમજી મનમાની કરતા હોવાનો આક્ષેપ […]

Gujarat

બી ડિવિઝન પોલીસ સ્ટેશનનું રેન્જ IGએ ઇન્સ્પેક્શન કર્યું

​જુનાગઢ જિલ્લામાં વાર્ષિક ઇન્સ્પેક્શન કામગીરીના ભાગરૂપે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોનું તબક્કાવાર ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ ખાસ ઝુંબેશ અંતર્ગત જુનાગઢ રેન્જ આઇ.જી. રાજેન્દ્રસિંહ ચુડાસમાએ આજે જુનાગઢ સિટીના બી ડિવિઝન પોલીસ સ્ટેશનની રૂબરૂ મુલાકાત લઈને વાર્ષિક ઇન્સ્પેક્શન યોજવામાં આવ્યું હતું. આ તકે ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં […]

Gujarat

સુખપુરમાં ઘરફોડ ચોરી કરનાર સાસુ, પુત્ર અને પુત્રવધૂ ઝડપાયા

​જૂનાગઢના ભેસાણ તાલુકાના સુખપુર ગામે તાજેતરમાં થયેલી રૂ. 3.85 લાખના સોના-ચાંદીના દાગીનાની સનસનાટીભરી ઘરફોડ ચોરીનો પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે. સુખપુર ગામના રહેવાસી મયૂરભાઈ દિલસુખભાઈ પટોળીયાના બંધ મકાનને નિશાન બનાવીને ચોરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરોએ બંધ મકાનની જાળીની લોખંડની પટ્ટીઓ ઉચકાવીને મકાનની અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ રૂમમાં રાખેલા કિંમતી પેટારાનો નકુચો તોડી […]

Gujarat

જામનગર જિલ્લા પંચાયત ખાતે શિક્ષણ સમિતિની બેઠક યોજાઈ

જિલ્લા પંચાયત ખાતે શિક્ષણ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠક શિક્ષણ સમિતિના ચેરમેન વર્ષાબેન માકડીયાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન જીવાણી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિપુલ મહેતા સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લાની શિક્ષણ વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવાનો હતો. આ દરમિયાન વિવિધ શિક્ષણલક્ષી યોજનાઓની અમલવારી, […]

Gujarat

તહેવારોમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા, અનિચ્છનીય બનાવ ન બને અંગે ચર્ચા

લાલપુર પોલીસ સ્ટેશન ખાતે આગામી તહેવારો, જેમાં સાતમ-આઠમ અને ઈદનો સમાવેશ થાય છે, તે શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે સુનિશ્ચિત કરવા માટે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી આ બેઠક પી.એસ.આઈ. એસ.પી. ગોહિલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. તેમાં તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી […]

Gujarat

હિન્દુ સેનાએ 5.25 લાખ લોકોને શિવજીના મેસેજ મોકલ્યા

શ્રાવણ માસ દરમિયાન હિન્દુ સેનાએ ગુજરાતમાં એક અનોખી પહેલ કરી છે. જામનગરના હિન્દુ સેનાના કાર્યકરોએ ઇન્ટરનેટના માધ્યમથી 5.25 લાખ હિન્દુ લોકો સુધી શિવજીના સંદેશા પહોંચાડ્યા છે. આ અભિયાનનો મુખ્ય હેતુ સમાજમાં ધર્મ સંગઠન અને જાગૃતિ લાવવાનો છે. આ અભિયાન અંતર્ગત, 51,000 હિન્દુ લોકોને ઓનલાઈન વોટ્સએપ દ્વારા “ૐ નમઃ શિવાય” મંત્ર જાપના સંદેશા મોકલવામાં આવ્યા હતા. […]

Gujarat

જામનગરમાં 487મા સ્થાપના દિનની ભવ્ય ઉજવણી

સૌરાષ્ટ્રના ઐતિહાસિક શહેર જામનગર (નવાનગર) દ્વારા શ્રાવણ સુદ સાતમના પવિત્ર દિવસે પોતાના 487મા સ્થાપના દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ વિશેષ પ્રસંગે જામનગર મહાનગરપાલિકા તેમજ વિવિધ સામાજિક સંગઠનો દ્વારા સ્થાપનાની ખાંભીનું પૂજન અને પૂર્વ રાજવીઓની પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પણ કરવા સહિતના વિવિધ સાંસ્કૃતિક અને પરંપરાગત કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. ઉજવણીના ભાગરૂપે વહેલી સવારે દરબારગઢ […]