ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરી દેવામાં આવી છે. આ સાથે જ ઉમેદવારો ક્યાં સુધી પોતાની ર્ંસ્ઇ સીટ ડાઉનલોડ કરી શકશે અને વાંધા સૂચનો કઈ તારીખ સુધી મોકલી શકશે તેની વિગતો પણ જાહેર કરી છે. પરીક્ષામાં હાજર રહેલા તમામ ઉમેદવારોની ઓએમઆર શીટ સ્કેન કરીને ૧૫મી જૂનના રોજના […]
Gujarat
સુરતના ઘોડદોડ રોડ ખાતે રૂ.૧૬ કરોડના ખર્ચે નિર્માણ પામનાર નારી સંરક્ષણગૃહનું ખાતમુહૂર્ત કરતા નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી
ડાયમંડ સીટી તરીકે ઓળખાતા સુરત ખાતે રૂ.૧૬ કરોડના ખર્ચે નિર્માણ પામનાર નારી સંરક્ષણગૃહનું ખાતમુહૂર્ત નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું. ઘોડદોડ રોડ ખાતે કલામંદિર જવેલર્સની સામે ય્+૨ માળનું નવું નારી સંરક્ષણગૃહ બનશે, જેમાં ૧૦૧ પીડિત, શોષિત મહિલાઓ આશ્રય લઇ શકશે. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી પ્રવિણભાઈ ઘોઘારી, મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવશ્રી રાકેશ […]
દેશ સેવાના સંસ્કાર સાથે ઉમરગામના ધિમસાકાકરીયાના યુવાને પરિશ્રમ અને સંઘર્ષ કરી ભારતીય સેનામાં સ્થાન મેળવ્યું
જીલ્લા માટે ગૌરવની વાત, બાળપણથી જ અભ્યાસની સાથે એનસીસીમાં જોડાય દેશ સેવાના સંસ્કાર સાથે ઉમરગામના ધિમસાકાકરીયાના યુવાને સતત પરિશ્રમ અને સંઘર્ષ કરી ભારતીય સેનામાં સ્થાન મેળવ્યું છે. નાસિક ખાતે યોજાયેલા સમારોહમાં યુવાનને ગૌરવ પદક એનાયત કરાયો હતો. આટિર્લરી સેન્ટરમાં ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ રાજસ્થાનના અલવર ખાતે ફરજ બજાવશે. વલસાડ જીલ્લાના છેવાડાના ઉમરગામ તાલુકાના સંજાણ નજીકમા […]
રાજકોટ આજીડેમ ચોકડી હાઇ-વે ઉપરથી આઇ-૧૦ કારમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી PCB શાખા.
રાજકોટ આજીડેમ ચોકડી હાઇ-વે ઉપરથી આઇ-૧૦ કારમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી PCB શાખા. રાજકોટ શહેર પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ પી.સી.બી. ના પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મહીપાલસિંહ ઝાલા, ઘનશ્યામસિંહ ચૌહાણ, હરદેવસિંહ રાણા ને […]
બાવળા પોલીસે 8.98 લાખનો દારૂ-બિયર પકડ્યો
અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા પ્રોહિબિશનના ગુનાઓ સામે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત બાવળા પોલીસે મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરી છે. બાવળાના ડરણ રોડ પર સોગાળી માતાના મંદિર પાસેના ખેતરમાંથી પોલીસે 8.98 લાખ રૂપિયાનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક રાઘવેન્દ્ર વત્સ અને અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાંટના માર્ગદર્શન […]
અમદાવાદ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશને ક્લેમની રકમ 7 ટકા વ્યાજ સાથે ચૂકવવા હુકમ કર્યો
વીમા કંપનીઓ મેડિક્લેમ પોલિસીમાં માનસિક બીમારીની સારવાર માટે બાકાત રાખવાની શરત રાખે છે અને તેઓ માનસિક સ્વાસ્થ્ય સંભાળ માટેના મેડિક્લેમને સીધા જ નકારી કાઢે છે. અહીંના એક ગ્રાહક કમિશને આવી બાકાત રાખવાની શરતને મનસ્વી અને ગેરકાનૂની ગણાવી છે અને વીમા કંપનીને માનસિક સ્વાસ્થ્યની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થવાના ક્લેમની ચુકવણી કરવાનો આદેશ આપ્યો છે. સાયકોસિસની […]
નરોડાની ગાયત્રી વિદ્યાલય અને ડિવાઇન સ્કૂલ, સાયન્સ સિટીની SS ડિવાઇનમાં વિદ્યાર્થીની 30%થી ઓછી હાજરી
અમદાવાદ શહેરમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શાળાઓમાં ડમી વિદ્યાર્થીઓને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ગુજરાત બોર્ડ દ્વારા અચાનક તપાસ કરવામાં આવતા ત્રણ શાળાઓમાં ડમી કલ્ચરનો પર્દાફાશ થયો છે. ચેકિંગ દરમિયાન વિદ્યાર્થીઓની હાજરી 30 ટકાથી પણ ઓછી મળતાં ગુજરાત બોર્ડે શાળાઓને શો-કોઝ નોટિસ ફટકારી છે. મહત્વનું છે કે, અમદાવાદ શાળા સંચાલક […]
ખાનગી લેબના મેનેજરે ઓફિસમાં યુવતીની છેડતી કરી
વડોદરા શહેરની ખાનગી લેબોરેટરીમાં કાર્યરત મેનેજરે યુવતીની છેડતી કરતા મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. યુવતીએ અભયમ 181 હેલ્પલાઇન પર સંપર્ક કરી સમગ્ર ઘટનાની જાણ કરતાં અભયમની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. મેનેજરે પાછળથી આવી છેડતી કરી છેલ્લા એક વર્ષથી ખાનગી લેબોરેટરીમાં કોમ્પ્યુટર પર બિલ બનાવવાનું કામ કરતી હતી. યુવતીના આક્ષેપ અનુસાર, લેબોરેટરીના […]
ગોધરામાં રાત્રે ભૂગર્ભ ગટરમાં ટ્રક ફસાઈ
ગોધરા શહેરના કલાભાઈ પેટ્રોલ પંપ નજીક રોયલ હોટેલ સામે રાત્રિના સમયે એક ટ્રક ભૂગર્ભ ગટરના ભાગમાં ફસાઈ ગઈ હતી. આ ઘટનાને કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. માહિતી અનુસાર, ટ્રક પસાર થઈ રહી હતી ત્યારે રસ્તાની બાજુમાં આવેલ ભૂગર્ભ ગટરનો ભાગ અચાનક ધસી પડ્યો હતો. જેના પરિણામે ટ્રકનું […]
જૂનાગઢ એપીએમસીની કુલ આવક વધતા 8.47 કરોડને પાર
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં વર્ષ 2024-25 ની સરખામણીએ વર્ષ 2025-26 દરમિયાન આવકમાં નોંધપાત્ર પ્રગતિ જોવા મળી છે. યાર્ડની માર્કેટ ફી અને અન્ય ક્ષેત્રોની આવકમાં વધારો થતાં સંસ્થાની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બની છે. આ સાથે જ આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને માર્કેટિંગ યાર્ડ પ્રશાસન દ્વારા આગોતરા પગલાં લેવામાં આવ્યા છે જેથી ખેડૂતોની જણસીને નુકસાન ન થાય. […]










