રાજકોટ શહેરમાં માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે 2 ઇસમને પકડી પાડતી SOG શાખા. રાજકોટ શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીકસ પદાર્થોનું વેચાણ અટકાવવા “SAY NO TO DRUGS” મિશન અંતર્ગત નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા ઇસમો વિરુધ્ધ કડક કાયૅવાહી કરવા સુચના આપેલ હોય, જે અન્વયે SOG P.I એન.બી.ચૌધરી ના માર્ગદર્શન હેઠળ એમ.વી.જાડેજા […]
India
સાળંગપુર હનુમાનજીને મોતી-ગુલાબના દિવ્ય વાઘા ધરાવાયા
સાળંગપુરધામ સ્થિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં અધિક જેઠ માસ (પુરુષોત્તમ માસ) નિમિત્તે દાદાને મોતી અને ગુલાબની પાંખડીઓના દિવ્ય વાઘા ધરાવવામાં આવ્યા હતા. સિંહાસનને ઓર્કિડ, મોગરા અને ગુલાબના મિશ્ર ફૂલોથી કલાત્મક રીતે શણગારવામાં આવ્યું હતું. આ ઉપરાંત, છપ્પન ભોગ અન્નકૂટ પણ ધરવામાં આવ્યો હતો. શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત આ વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ ખાતે શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીની […]
હોટલ સંચાલકને હાઈવે પર આંતરી બે શખ્સોનો હુમલો, પોલીસ ફરિયાદ નોંધાઈ
સિહોરના રાજપરા વિસ્તારમાં એક વર્ષ જૂની પાર્સલની અદાવતને લઈને હોટલ સંચાલક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, શખ્સોઓએ હોટલ સંચાલકને રસ્તામાં રોકી લોખંડના પાઈપ વડે પગ પર ઘા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ મામલે હોટલ સંચાલકે સિહોર પોલીસ મથકે બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી, પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી […]
ગેસ સિલિન્ડરમાંથી ગેસ ચોરીનું કૌભાંડ
ભાવનગરમાં ગ્રાહકોને ડિલિવરી માટે લઈ જવામાં આવતા ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડરોમાંથી ગેરકાયદેસર રીતે ગેસ કાઢી ખાલી સિલિન્ડરોમાં ભરી 3 ના 5 બાટલાઓ કરતો હોવાનો કૌભાંડ સામે આવ્યું છે. ગતરોજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે બાતમીના આધારે બુધેલ-સીદસર રોડ પર આવેલ બાવળની કાંટમાં દરોડો પાડી એક શખ્સને સિલિન્ડરમાંથી ગેસ ચોરી કરી 3ના 5 બાટલા કરતા ઝડપી લઈ ગેસ […]
સાગબારા-ડેડિયાપાડા વચ્ચે વળાંકમાં અકસ્માત, જાનહાનિ ટળી
ચીકદા તાલુકાના માચ ચોકડી નજીક આવેલા જંગલ વિસ્તારમાં રાત્રિના સમયે એક અકસ્માત સર્જાયો હતો. ટ્રક નંબર RJ 23 GD 4228 માંથી એક મોટું મશીન રસ્તા પર નીચે પડી ગયું હતું. પ્રાથમિક માહિતી અનુસાર, ટ્રકના ચાલકે વળાંક દરમિયાન સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા આ ઘટના બની હતી. સદનસીબે, આ અકસ્માતમાં કોઈ જાનહાનિ કે ઇજા થઈ નથી. આ […]
ચિકાલી ગામે કારમાં આગ, શ્રદ્ધાળુઓનો બચાવ થયો
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ચિકાલી ગામના બસ સ્ટેન્ડ નજીક મોડી રાત્રે એક કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. કારમાં મધ્યપ્રદેશથી પ્રસિદ્ધ દેવમોગરા માતાજીના મંદિર દર્શનાર્થે આવી રહેલા યાત્રિકો સવાર હતા. જોકે, મુસાફરોની સમયસૂચકતા અને સતર્કતાના કારણે એક મોટી હોનારત ટળી હતી અને તમામનો આબાદ બચાવ થયો હતો. રાત્રિના સમયે ગાડીમાંથી અચાનક ધુમાડો નીકળતા જ ડ્રાઇવર […]
રણબુડા ગામમાં જર્જરિત વીજ કેબલોથી અકસ્માતનો ભય
સાગબારા તાલુકાના રણબુડા (બોરીમાલ) ગામના ગ્રામજનોએ ગુજરાત વીજ કંપની (DGVCL) સમક્ષ લેખિત રજૂઆત કરી છે. ગામમાં જર્જરિત વીજ કેબલો અને થાંભલાઓને કારણે અકસ્માત સર્જાવાના ભય વચ્ચે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. ગ્રામજનોએ જણાવ્યું છે કે ગામના અનેક વિસ્તારોમાં વીજ કેબલો અત્યંત નબળી અને જર્જરિત સ્થિતિમાં છે. આ ઉપરાંત, કેટલાક વીજ થાંભલાઓ પણ જોખમી […]
રાજપીપળા એરોડ્રામ ખાતે 11552 બોટલ પર JCB ફરી વળ્યું
નર્મદા પોલીસે રાજપીપળા એરોડ્રામ ખાતે ₹29.32 લાખનો વિદેશી દારૂનો જથ્થો નાશ કર્યો છે. આ દારૂ છેલ્લા છ મહિનામાં રાજપીપળા, તિલકવાડા અને આમલેથા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જપ્ત કરવામાં આવ્યો હતો. કુલ 11,552 નાની-મોટી બોટલોનો JCBની મદદથી નાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી 42 અલગ-અલગ ગુનાઓમાં ઝડપાયેલા મુદ્દામાલને લગતી હતી. પ્રાંત અધિકારી પ્રસનજીત કૌર અને ઇન્ચાર્જ પોલીસ […]
ભાવનગરમાં ચોમાસા પૂર્વે તંત્ર એલર્ટ
ચોમાસાના આગમનને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ભાવનગર મહાનગરપાલિકાનું એસ્ટેટ વિભાગ જર્જરિત મિલકતોને લઈને ગંભીર બન્યું છે સંભવિત દુર્ઘટનાઓને ટાળવા માટે મહાનગરપાલિકા દ્વારા શહેરભરમાં જર્જરિત મકાનો માલિકોને નોટિસ આપવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે, ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ અધિકારી કુણાલસિંહ ચૌહાણ માહિતી આપતા જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં શહેરની અંદાજે […]
પૂર્વ સૈનિકોના સંતાનો માટે છાત્રાલયમાં પ્રવેશ શરૂ
મહીસાગર જિલ્લામાં વસવાટ કરતા પૂર્વ સૈનિકો અને સ્વર્ગસ્થ પૂર્વ સૈનિકોના સંતાનો માટે સુરતમાં સૈનિક કુમાર છાત્રાલયમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ છાત્રાલય રહેવા અને જમવાની સુવિધા પૂરી પાડે છે. આ છાત્રાલયમાં ધોરણ 8 કે તેથી ઉપરના ધોરણમાં સુરતની શૈક્ષણિક સંસ્થાઓમાં નિયમિત વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકશે. આ છાત્રાલય જિલ્લા સૈનિક […]










