Gujarat

વિશ્વામિત્રી નદી પૂર નિયંત્રણ તથા નિવારણ સમિતિની બેઠક મળી

વડોદરા શહેરમાં આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને પૂર નિયંત્રણ અને વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને વિશ્વામિત્રી નદી પૂર નિયંત્રણ તથા નિવારણ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક દરમિયાન શહેરમાં ચાલી રહેલા વિવિધ વિકાસલક્ષી કાર્યો […]

Gujarat

રતનપુરના લીસ્ટેડ બુટલેગરના પુત્રના નામે ચાલતા સચીન પેટ્રોલિયમના ખાતાઓમાં રૂ.40.42 કરોડના શંકાસ્પદ વ્યવહારો મળ્યા

વડોદરામાં ગુજસીટોક હેઠળ ચાલી રહેલી તપાસ દરમિયાન રતનપુરના લિસ્ટેડ બુટલેગરના પત્ની અને ભાભી માલિકીના નામે ચાલતા સચીન પેટ્રોલિયમના ત્રણ બેંક ખાતાઓમાં રૂ.40.42 કરોડના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો સામે આવતા પોલીસ સક્રિય થઈ ગઈ છે. બુટલેગરની પત્ની અને ભાભીએ ફ્રીઝ થયેલા બેંક એકાઉન્ટ ડી ફ્રીઝ કરવા માટે સ્પેશિયલ GujCTOC કોર્ટમા અરજી કરી હતી પરંતુ કોર્ટે ડિ-ફ્રીઝ કરવાની […]

Gujarat

ડમ્પર મિક્સર મશીન સાથે અથડાતા ચાલકનું મોત

સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં નેશનલ હાઇવે નંબર 48 પર આવેલા પલસાણા ચોકડી ઓવરબ્રિજ ઉપર મોડી રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો હતો. એક હાઇવા ડમ્પર આગળ જઈ રહેલા એજેક્સ ગડર મિક્સર મશીન સાથે પાછળથી અથડાતા ડમ્પર ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું મૃતક ચાલકની ઓળખ રાજસ્થાનના બાસવાડા જિલ્લાના કુસલગઢ તાલુકાના બાવડી ડીડોરના 50 વર્ષીય પ્રભુલાલ કછરીયાજી તરીકે […]

Gujarat

સુરતમાં કોઈને કહ્યા વગર બહાર ગયેલા 85 વર્ષીય વૃદ્ધનો મૃતદેહ પોણા બે કલાકે તાપી નદીમાં તરતો મળ્યો

સુરત શહેરના નાના વરાછા વિસ્તારમાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં આવેલી ગિરનાર સોસાયટીની પાછળ વહેતી તાપી નદીમાંથી એક 85 વર્ષીય વૃદ્ધનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. હાલમાં આ મોત અકસ્માત છે કે આપઘાત, તેને લઈને […]

Gujarat

કોસંબામાં ડમ્પરે બાઈક સવાર પરિવારને ટક્કર મારી

સુરત જિલ્લાના તરસાડી-કોસંબા મુખ્ય માર્ગ પર એક ચોંકાવનારો અકસ્માત સર્જાયો હતો. બેફામ ગતિએ આવી રહેલા એક હાઈવા (ડમ્પર) ચાલકે બાઈક પર સવાર પરિવારને જોરદાર ટક્કર મારી હતી. આ સમગ્ર ઘટના રોડ કિનારે લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. પ્રાથમિક વિગતો અનુસાર, એક પરિવાર પોતાની મોટરસાઈકલ પર સવાર થઈને બજાર તરફ જઈ રહ્યો હતો. તે […]

Gujarat

NH-48 પર ડામર કામથી મોપેડ સ્લિપ થયું, પાછળથી આવતા ટ્રકે કચડી નાંખ્યાં

કામરેજના ઉંભેળ ગામની સીમમાં નેશનલ હાઈવે નંબર 48 પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મોપેડ સ્લીપ થઈ જતાં રોડ પર પટકાયેલા 53 વર્ષીય આધેડને પાછળથી આવી રહેલા ટ્રકે કચડી નાંખતા તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. મૃતક મહેન્દ્રકુમાર ગહેરીલાલ શાહ (ઉં.વ. 53) મૂળ રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના વતની હતા અને હાલ સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા […]

Gujarat

CA પત્નીની વચગાળાના ભરણપોષણની અરજી કોર્ટે ફગાવી

સુરતના એક હાઈ પ્રોફાઈલ કિસ્સામાં કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. શહેરના પૉશ વિસ્તારમાં રહેતી અને વ્યવસાચે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) એવી પરિણીતા દ્વારા તેના પતિ વિરુદ્ધ ડોમેસ્ટિક વાયલન્સ એક્ટ (ઘરેલું હિંસા) હેઠળ વચગાળાના ભરણપોષણની માંગ કરતી અરજી કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે, પત્ની પોતે આત્મનિર્ભર છે અને પોતાનું જીવનનિર્વાહ સારી રીતે […]

Gujarat

નાદેજમાં એકજ દિવસમાં 300 વિધવા લાભાર્થીઓની હયાતી KYC કરાઈ

વિધવા સહાય હયાત લાભાર્થીઓની હયાતી માટે ગ્રામ પંચાયતમાં દસક્રોઈ મામલતદાર આદેશ મુજબ નાદેજના તલાટી તેજસ પટેલ અનેરિધ્ધીબેન ભાવસાર દ્વારા નાદેજ ગ્રામ પંચાયતમાં વિશેષ કેમ્પનું આયોજન થયુ હતુ જેમાં એકજ દિવસમાં 300 થી વધુ લાભાર્થીની હયાતી કરાઈ હતી. કેમ્પના પગલે લાભાર્થીઓની લાઈનો લાગેલી અને 300 લાભાર્થીઓની સફળ કેવાયસી કરાઈ હતી. 31 જુલાઈ સુધી ગુજરાત સરકાર ગંગા […]

Gujarat

GPNAMEC દ્વારા મેડિકલ અને પેરામેડિકલ કોર્સમાં પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત

મેડિકલ અને પેરામેડિકલ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ગુજરાત પ્રોફેશનલ નર્સિંગ એન્ડ એલાઈડ મેડિકલ એજ્યુકેશનલ કોર્સીસ દ્વારા વર્ષ 2026-27 માટે બી.એસ.સી નર્સિંગ, બી. ફિઝિયોથેરોપી, બી ઓર્થોપેડીકસ સહિતના કોર્સમાં પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી છે. 29 મેથી ઓનલાઇન પિન ખરીદી અને રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે. જે બાદ વિદ્યાર્થીઓને રાજ્યભરમાં […]

Gujarat

ઘોઘારોડ ગૌશાળા નજીક જાહેરમાં જુગાર રમતા 4 શખસ ઝડપાયા

ભાવનગરના ઘોઘારોડ પોલીસ સ્ટેશનના સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે મંત્રેશ કોમ્પ્લેક્ષ પાસે આવેલ ગૌશાળા શેરી નં-4માં રેઇડ કરી હતી. આ દરમિયાન જાહેર રોડ પર પૈસા અને પાના વડે તિનપત્તીનો હાર-જીતનો જુગાર રમતા ચાર શખસને પોલીસે રંગેહાથ ઝડપી લીધા હતા. પોલીસે ઘટનાસ્થળેથી જુગારનું સાહિત્ય તથા રૂ. 10,250ની રોકડ રકમ કબ્જે કરી ચારેય શખ્સો સામે […]