Gujarat

જામનગરના નવા મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનો નિર્ણય

જામનગર મહાનગરપાલિકાના નવા મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના પદાધિકારીઓએ ઇંધણ બચત માટે મહત્વનો નિર્ણય લીધો છે. તેમણે સરકારી વાહનનો મર્યાદિત અને વિવેકપૂર્ણ ઉપયોગ કરવાનો સંકલ્પ કર્યો છે. આ નિર્ણય વડાપ્રધાનની ઇંધણ બચત અંગેની અપીલને ધ્યાનમાં રાખીને લેવાયો છે. નવા મેયર મોનિકાબેન વ્યાસ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેન મોનાણીએ જણાવ્યું હતું કે તેઓ સરકારી વાહનનો […]

Gujarat

ભાટીયા ગ્રામ પંચાયત દ્વારા ઐતિહાસિક તળાવને પુર્નજીવત કરવા ગંદકીની સફાઈ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટીયા ગામની શાન સમા ઐતિહાસિક કેશરીયા તળાવનુ ચાલુ વર્ષે ગ્રામ પંચાયત દ્વારા સમયસર સફાઇ અભિયાન હાથ ધરાયુ છે.તળાવમાં પ્રદુષણ કરનારા તત્વો સામે ગ્રામ પંચાયતે કડક વલણ અપનાવતા સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહયો છે. ભાટિયા ગામની શાન ગણાતા ઐતિહાસિક કેશરીયા તળાવમાં છેલ્લા કેટલાક વર્ષોથી કાંપ અને કાદવ-કચરો વગેરે મોટા પ્રમાણમાં જમા […]

Gujarat

જામનગરમાં પરષોત્તમ માસ નિમિત્તે દેવી ભાગવત કથા

જામનગરમાં પાવન પરષોત્તમ માસ નિમિત્તે છીપર ફળી સત્સંગ મંડળ દ્વારા દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથા અધિક જેઠ સુદ 8 (23 મે, 2026, શનિવાર) થી અધિક જેઠ સુદ 15 (31 મે, 2026, રવિવાર) સુધી ચાલશે. કથા ભોળેશ્વર મહાદેવ મંદિર, ભોઇ સમાજની વાડી, સુભાષ માર્કેટ પાછળ, ભોઇવાડા ખાતે યોજાઈ રહી છે. દરરોજ સવારે […]

Gujarat

જામનગરમાં સગીરાનું અપહરણ કરનાર મંગેતરના કાકા ઝડપાયા

જામનગર શહેરના ગોકૂલનગર વિસ્તારમાંથી સત્તર વર્ષની એક સગીરાનું અપહરણ કરનાર આરોપીને પોલીસે ભાવનગર નજીક ઢસા પાસેથી ઝડપી પાડ્યો છે. આરોપી સગીરાના મંગેતરનો કુટુંબીકાકા હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે, જ્યારે સગીરાની મેડિકલ તપાસણી કરવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગોકૂલનગરની આ સગીરાનું થોડા દિવસ પહેલાં જામનગરના એક […]

Gujarat

આજના AI ના યુગમાં માત્ર ડિગ્રી કરતાં કૌશલ્ય વિકાસનું મહત્વ ઘણું વધારે છે

છેલ્લા 75 વર્ષથી સમાજલક્ષી પ્રવૃત્તિઓમાં અગ્રેસર ભંડારી પ્રગતિ યુવક મંડળ ટ્રસ્ટ બારડોલી-બુહારી દ્વારા પેલાડ-બુહારી પ્રાથમિક શાળાના શ્રીમદ રાજચંદ્ર હોલ ખાતે ભવ્ય કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત આમંત્રિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્યથી થઈ હતી. મંડળના પ્રમુખ હિતેશ ડી. ભંડારીએ જણાવ્યું હતું કે, સમાજના યુવાનો સક્ષમ વકીલ, કલેક્ટર, ડોક્ટર અને વૈજ્ઞાનિક બને તેવા […]

Gujarat

ઉમરપાડાના આમલીડાબડા ગામે દીપડો પાંજરે પુરાયો

સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના આમલીડાબડા ગામમાં છેલ્લા ઘણા સમયથી આતંક મચાવનાર દીપડો આખરે વનવિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા પાંજરામાં કેદ થઈ ગયો છે. આ દીપડાના પકડાવાથી ગ્રામજનો અને વનવિભાગે રાહતનો શ્વાસ લીધો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, થોડા દિવસો પહેલાં આમલીડાબડા ગામમાં એક ઘર નજીક બાંધેલી ગાય પર દીપડાએ હુમલો કરી તેનું મારણ કર્યું હતું. વસ્તીવાળા વિસ્તારમાં […]

Gujarat

રાજકોટ પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા 6 માસથી નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડતી PCB ઝોન-૧ ટીમ.

રાજકોટ પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા 6 માસથી નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડતી PCB ઝોન-૧ ટીમ. ગુજરાત રાજ્ય તથા દેશના અલગ-અલગ રાજ્યોના પો.સ્ટે. વિસ્તારના ગુનાઓમાં નાસતા-ફરતા આરોપી તથા વચગાળાના જામીન પરથી ફરાર તેમજ પેરોલ જમ્પ આરોપીઓને પકડી પાડવા માટે સુચના આપેલ હોય જે અન્વયે એમ.કે.મોવલીયા તથા નાસતા ફરતા સ્કોડ ઝોન-૧ ટીમના માણસો સતત પ્રયત્નશીલ હતા. જગદીશસિંહ પરમાર તથા […]

Gujarat

પરિવારના ત્રાસથી કંટાળી રસ્તા ઉપર ભટકતી બહેનને આશ્રય સ્થાન અપાવતી અભયમ્ ટીમ

જામનગર જિલ્લામાં કૌટુંબિક ત્રાસના કારણે નિરાધાર બનેલી એક મહિલા માટે 181 અભયમ મહિલા હેલ્પલાઇન સાચા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઈ છે. ઘરના સભ્યોના અસહ્ય માનસિક અત્યાચારથી કંટાળી છેલ્લા બે મહિનાથી રસ્તા પર રઝળપાટ કરવા મજબૂર બનેલી મહિલાનું રેસ્ક્યૂ કરી સુરક્ષિત આશ્રય સ્થાન પૂરું પાડ્યું છે. શહેરમાં એક જાગૃત નાગરિકે 181 મહિલા હેલ્પલાઇન પર કોલ કરીને માહિતી […]

Gujarat

ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા, અમુક જિલ્લાઓમાં પડશે વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ, ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાના સંકેતો મળી રહ્યા છે. આગામી ૩ દિવસ સુધી રાજ્યમાં તાપમાન યથાવત્ રહ્યા બાદ, તેમાં ૨થી ૩ ડિગ્રી સેલ્સિયસનો નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે. આ તાપમાનના ઘટાડા સાથે જ લોકોને અસહ્ય ઉકળાટ અને હીટવેવમાંથી આંશિક મુક્તિ મળશે. હવામાન વિભાગની ધારણા પ્રમાણે મે મહિનાના અંતિમ દિવસોમાં રાજ્યના હવામાનમાં […]

Gujarat

વાપીમાં ભંગારના ગોડાઉનની આડમાં ચાલી રહેલા ડ્રગ્સના મોટા રેકેટનો પર્દાફાશ

ATS અને SOG સંયુક્ત ટીમે વલસાડ જિલ્લાના વાપીમાં આવેલ કુંતા ગામ ખાતે દરોડા પાડ્યા હતા જેમાં, એક ભંગારના ગોડાઉનની આડમાં ચાલી રહેલા ડ્રગ્સના મોટા રેકેટનો ઘટસ્ફોટ કર્યો હતો જેમાં પોલીસ દ્વારા લાખો રૂપિયાનું મેફેડ્રોન ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું હતું. આ દરોડામાં પોલીસ તપાસ દરમિયાન છદ્ભ સ્ટીલ સપ્લાયર્સ નામના ગોડાઉનની ઓફિસમાંથી ૨ કિલોથી વધુ મેફેડ્રોન ડ્રગ્સ […]