Gujarat

લાલપુરની ધ્રુવીબેન વાઘેલાની SAG ટેબલ ટેનિસમાં પસંદગી

ગુજરાત સરકારના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG) દ્વારા આયોજિત ટેબલ ટેનિસ પસંદગી પ્રક્રિયામાં લાલપુરના ધ્રુવીબેન રવિભાઈ વાઘેલાની પસંદગી થઈ છે. તેમની પસંદગી નડિયાદ ખાતે યોજાનારી સ્પર્ધા માટે કરવામાં આવી છે. ધ્રુવીબેનની આ સિદ્ધિ તેમના સતત પરિશ્રમ, શિસ્ત અને રમત પ્રત્યેના સમર્પણનું પરિણામ છે. આ ઉપલબ્ધિથી લાલપુરનું ગૌરવ વધ્યું છે અને અન્ય યુવા ખેલાડીઓને પણ રમતગમત […]

Gujarat

આમોદ-જંબુસરના 7 ગામોમાં પૂરનો ભય, વેલ દૂર કરવાની કામગીરી તાત્કાલિક થાય તેવી માંગ

આમોદ-જંબુસર વચ્ચે વહેતી ઢાઢર નદીમાં ફરી એકવાર નારી વેલનો વ્યાપક ઉપદ્રવ જોવા મળ્યો છે. આના કારણે નદીકાંઠાના આશરે સાત ગામોમાં ચિંતાનું વાતાવરણ છવાયું છે. ગ્રામજનોના મતે, આ ગીચ વેલ નદીના પાણીના પ્રવાહને અવરોધી શકે છે, જેનાથી ભારે વરસાદ દરમિયાન પૂર જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાવાનો ભય છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, અગાઉ પણ નારી વેલના કારણે ઢાઢર […]

Gujarat

એક્સપ્રેસ-વે પરથી બોલેરો પિકઅપમાંથી દારૂનો જથ્થો ઝડપાયો

ભરૂચ જિલ્લામાંથી પસાર થતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પરથી દારૂની હેરાફેરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ ડુંગળીની ગુણો નીચે છુપાવેલો ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. બાતમીના આધારે, LCB ટીમે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર સુરતથી વડોદરા તરફ જતા ટ્રેક પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન, MH-04-SD-6935 નંબરની શંકાસ્પદ […]

Gujarat

માતરીયા તળાવથી શ્રવણ ચોકડી સુધીનો રસ્તો બિસ્માર‎

ભરૂચ શહેરની વસતીમાં થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખી અમલેશ્વર બ્રાંચ કેનાલથી માતરિયા તળાવ સુધી 1400 એમએમ ડાયામીટરના નવા પાઇપ નાખવામાં આવ્યા છે. આ નવી પાઇપલાઇનના કારણે માતરિયા તળાવથી શ્રવણ ચોકડી સુધીનો રસ્તો ખોદવામાં આવ્યો હતો. આ રસ્તાને પૂર્ણ રીતે રીપેર કરવામાં ન આવતાં ચોમાસાના પ્રારંભે જ લોકોની હાલત દયનીય બની છે. શ્રવણ ચોકડીથી શકિતનાથ તરફ […]

Gujarat

ભરૂચમાં શંકાસ્પદ યુવકની પૂછપરછમાં 45 હજારનો મુદ્દામાલ જપ્ત

ભરૂચ શહેર ‘સી’ ડિવિઝન પોલીસે વાહન ચેકિંગ દરમિયાન બે એવા એક્ટીવા ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે, જેની પોલીસમાં ફરિયાદ પણ નોંધાઈ નહોતી. પોલીસે કુલ રૂ. 45 હજારનો મુદ્દામાલ રિકવર કરી એક આરોપી અને ચોરીનો માલ ખરીદનાર રિસીવરને ઝડપી પાડ્યો છે. આ ઘટના ઝાડેશ્વર ચોકડી ખાતે બની હતી, જ્યાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.એન.ચૌધરી અને સર્વેલન્સ સ્ટાફ […]

Gujarat

વલસાડ પોલીસે 58,080નો વિદેશી દારૂ ઝડપ્યો છોટા હાથી ટેમ્પોના ચોરખાનામાંથી દારૂનો જથ્થો પકડાયો

વલસાડ સિટી પોલીસે છોટા હાથી ટેમ્પોમાંથી ₹58,080નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ દારૂ ટેમ્પોમાં બનાવેલા ગુપ્ત ચોરખાનામાં છુપાવવામાં આવ્યો હતો. પોલીસ ટીમ પ્રોહિબિશન ગુનાઓ અંગે પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન વલસાડ ધરમપુર ચોકડી ખાતે તેમને ખાનગી બાતમી મળી હતી. બાતમી અનુસાર, દમણથી એક ટાટા ઇન્ટ્રા છોટા હાથી ટેમ્પો (નંબર GJ-27-TT-4503) ચોરખાના બનાવી તેમાં […]

Gujarat

માળિયામાં મેઘલ નદીમાં ઘોડાપૂર

માળિયા હાટીના તાલુકામાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે કુલ 11 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ભારે વરસાદને કારણે સમગ્ર તાલુકો જળબંબાકાર બન્યો છે અને મેઘલ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. તાલુકાની જીવાદોરી સમાન મેઘલ નદીમાં નવા નીરની ભારે આવક થતાં નદી બે કાંઠે વહેવા લાગી છે. નદીનું આ રૌદ્ર સ્વરૂપ […]

Gujarat

જંગલમાં ચોમાસાની રંગત વચ્ચે સિંહ પરિવારનો મોજીલો અંદાજ

​જૂનાગઢ સહિત સમગ્ર સોરઠ પંથકમાં ચોમાસાની ઋતુ ખીલી ઉઠી છે, ત્યારે એશિયાઈ સિંહોના એકમાત્ર નિવાસસ્થાન એવા ગીરના જંગલમાંથી પ્રકૃતિના ખોળેથી એક અદભુત નજારો સામે આવ્યો છે. વરસાદી માહોલ અને ચારેય તરફ પથરાયેલી લીલોતરી વચ્ચે ગીરના જંગલમાં સિંહોની શાહી જમાવટ જોવા મળી રહી છે. હાલમાં સોશિયલ મીડિયા પર સિંહ પરિવારનો એક અદભુત વીડિયો ખૂબ જ વાયરલ […]

Gujarat

વેપારીને વ્યાજના ચક્રમાં ફસાવનાર વ્યાજખોર ત્રિપુટી ઝડપાઈ

ધંધાના વિકાસ માટે વ્યાજે નાણાં લેનારા સામાન્ય વેપારીઓને પાયમાલ કરતી વ્યાજખોરોની બદી સામે જૂનાગઢ પોલીસે લાલ આંખ કરી છે. શહેરમાં મુદ્દલ કરતાં બમણી રકમ ચૂકવી દીધી હોવા છતાં, ચડત વ્યાજના નામે એક દલિત વેપારીનું પાકું મકાન પચાવી પાડનાર વ્યાજખોર ત્રિપુટીને ‘બી’ ડિવિઝન પોલીસે દબોચી લીધી છે. પકડાયેલા આરોપીઓમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. કોર્ટે […]

Gujarat

હાલારમાં મેઘરાજાના મંડાણ, ઠેર ઠેર મેઘાવી માહોલ‎

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચોમાસાના મોડા પ્રારંભ બાદ બુધવારે મેઘાગમનથી ખેડૂતો સહિત લોકોમાં આશાનો સંચાર થયો હતો. જામજોધપુરમાં મેઘરાજાએ ઘમાકેદાર મુકામ કરતા બે કલાકમાં જ સવા ચાર ઇંચ સાથે લગભગ ચારેક કલાકમાં સાત ઇંચ પાણી વરસાવી શહેરને ધમરોળ્યુ હતુ.જયારે જોડીયામાં સાંજ સુધીમાં એકાદ ઇંચ, કાલાવડમાં વધુ અડધોક ઇંચ વરસાદ સાંજ સુધીમાં પડયો હતો. લાલપુર […]