Gujarat

વિજાપુર નાયી સમાજના કાર્યક્રમમાં સ્ત્રી સશક્તિકરણ, સંસ્કાર પર ભાર મૂકાયો

શ્રી સોસ્તર જૂથ નાયી સમાજ વિજાપુર દ્વારા સ્ત્રી સશક્તિકરણ અને સામાજિક જાગૃતિના હેતુથી મહિલા જાગૃતિ અભિયાન અંતર્ગત ‘નારી તું નારાયણી’ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં સમાજની બહેનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મહિલાશક્તિ અને સમાજ જાગૃતિનો સંદેશ ગુંજાવ્યો હતો. સમાજના માનદ મંત્રી શરદભાઈ શર્માએ સ્વાગત પ્રવચન આપ્યા બાદ નાની બાળાઓ દ્વારા પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ […]

Gujarat

દેળીયા તળાવમાં પાણી ભરવા દસ ફુટ જોઇન્ટ મરાયા

વિસનગર તાલુકાના દેળીયા તળાવમાં પાણી ભરવા ધરોઇની મુખ્ય લાઇનમાં જોઇન્ટ આપવાની કામગીરી આખરે 10 મહિના બાદ હાથ ધરાઇ છે. નગરપાલિકા દ્વારા વર્ષ 2021માં ધરોઇ કેનાલથી દેળીયા તળાવ ભરવા રૂ.1.32 કરોડના ખર્ચે પાઇપલાઇન નાખવા ટેન્ડર કરાયું હતું. જેમાં કોન્ટ્રાક્ટરે હલકી ગુણવત્તાની પાઇપો નાખતાં કામ અટકાવી ટેન્ડર રદ કરી નખાયું હતું. રી-ટેન્ડરીંગ બાદ ગત ઉનાળામાં કોન્ટ્રાક્ટરે પાઇપલાઇન […]

Gujarat

ડીવાઈડર કૂદી લકઝરી બસ ટ્રક સાથે અથડાઈ, બેના મોત

મહેસાણા-રાજસ્થાન હાઈવે પર મોટી દાઉ ગામ નજીક મોડીરાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે દોડતી એક લક્ઝરી બસે ડિવાઈડર કૂદીને સામેની સાઈડથી આવતી કેળા ભરેલી ટ્રકને જોરદાર ટક્કર મારી હતી. આ કરુણ દુર્ઘટનામાં બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે.જ્યારે 13 જેટલા મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. લકઝરી બસના ચાલકે […]

Gujarat

ડિંડોલીમાં 10માં માળેથી પટકાતા 20 વર્ષીય મહિલાનું મોત

સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશનની બિલકુલ સામે આવેલી નવનિર્મિત બિલ્ડિંગની બાંધકામ સાઇટ પર કામ કરતી 20 વર્ષીય મહિલા રક્ષાબેન ડામોરનું દસમા માળેથી પટકાવાને કારણે કરૂણ મોત નીપજ્યું છે. પરિવારના જણાવ્યા મુજબ, બિલ્ડિંગના દસમા માળે કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક કોંક્રિટ તૂટી પડતા રક્ષાબેન સીધા નીચે પટકાયા હતા. આ અકસ્માતમાં મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે […]

Gujarat

એલિસબ્રિજ પાસે આવેલી ઓફિસમાંથી દાગીના, વિદેશી ચલણ અને રોકડની ચોરી

‘વોઈસ ઓફ મુકેશ’ તરીકે જાણીતા સિંગર મુખ્તાર શાહની અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી ઓફિસમાં ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે. બંધ ઓફિસના તાળા તોડી તસ્કરોએ ઓફિસમાં પડેલા દાગીના, રોકડ અને વિદેશી ચલણ મળઈ રૂ. 1.90 લાખની ચોરી કર્યાનો ગુનો નોંધાયો છે. તસ્કરો મુદ્દામાલની સાથે ઓફિસમાં લાગેલા સીસીટીવીના ડીવીઆરની હાર્ડડિસ્ક પણ સાથે લઈ ગયા હતા. એલિસબ્રિજ પાસે આવેલા […]

Gujarat

લોટીયા ચોકડી પાસે શંકાસ્પદ ટ્રક ચાલક ઝડપાયો

છોટાઉદેપુર જિલ્લામાં સંખેડા પોલીસે લોટીયા ચોકડી પાસેથી વીજ વાયર અને ટ્રાન્સફોર્મર ભરીને જઈ રહેલા એક શંકાસ્પદ ટ્રક ચાલકને ઝડપી પાડ્યો છે. પોલીસે ટ્રક સહિત કુલ 6.88 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જિલ્લામાં વાહન ચોરી અને મિલકત સંબંધી ગુનાઓ ડામવા માટે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંઘ, વડોદરા વિભાગ […]

Gujarat

PM મોદીને ગીર સખીમંડળનો ખાસ મોમેન્ટો ભેટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સોમનાથ અમૃત મહોત્સવ દરમિયાન ગીરની સખીમંડળની બહેનો દ્વારા તૈયાર કરાયેલ એક વિશેષ શોપીસ ભેટમાં આપવામાં આવ્યું હતું. “સોમનાથ અનંત ઊર્જાનો અનુભવ” શીર્ષક ધરાવતું આ શોપીસ ઊનની દોરી અને ખીલીઓની મદદથી હાથથી બનાવવામાં આવ્યું છે. આ અનોખું શોપીસ તાલાલા તાલુકાના બોરવાવ ગીર ગામમાં આવેલા મધુરમ શોપીસ સેન્ટર ખાતે સખીમંડળની બહેનો દ્વારા તૈયાર કરવામાં […]

Gujarat

ક્રાઈમ બ્રાન્ચે વિદેશી દારૂના જથ્થા સાથે એકને ઝડપ્યો

​જૂનાગઢ જિલ્લામાં દારૂની બદીને નાબૂદ કરવા માટે પોલીસ તંત્ર દ્વારા ચલાવવામાં આવી રહેલી કડક ઝુંબેશ અંતર્ગત ક્રાઈમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી છે. પોલીસની ટીમને ખાનગી રાહે મળેલી ચોક્કસ બાતમીના આધારે બાંધાળા ગામથી ઉમરાળા ગામ તરફ જતાં રસ્તા પર વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન માણેકવાડા તરફથી આવતી એક શંકાસ્પદ કાળા કલરની કિયા સોનેટ કારને […]

Gujarat

ગુજરાતમાં જામનગર ITI એ શ્રેષ્ઠતાનો ત્રીજો ક્રમ મેળવ્યો

જામનગરની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા એ સમગ્ર ગુજરાતમાં ગૌરવપૂર્ણ ત્રીજો ક્રમ પ્રાપ્ત કરીને શહેર તેમજ જિલ્લાનું નામ રાજ્ય સ્તરે રોશન કર્યું છે. વર્ષ 1957થી કાર્યરત આ સંસ્થા છેલ્લા અનેક દાયકાઓથી કુશળ માનવબળ તૈયાર કરવા અને રોજગારલક્ષી શિક્ષણ ક્ષેત્રે પાયાનું યોગદાન આપી રહી છે, જેનું ઉત્કૃષ્ટ પરિણામ આજે રાજ્ય કક્ષાના આ બહુમાન દ્વારા જોવા મળ્યું છે. […]

Gujarat

જામ્યુકોની 15 સમિતિઓ માત્ર કાગળ પરના વાઘ, નિર્ણય લેવાની સત્તા નહીં

જામનગર મહાનગરપાલિકાની આ 15 સમિતિઓનું મુખ્ય કામ શહેરના વહીવટમાં દેખરેખ રાખવાનું અને જે-તે વિભાગના વિકાસ કાર્યો માટે ભલામણ કરવાનું છે. ​પરંતુ, વાસ્તવિકતા એ છે કે તેમની પાસે સીધી નાણાંકીય મંજૂરી કે આખરી નિર્ણય લેવાની કોઈ સત્તા હોતી નથી. આ સમિતિઓ માટે સત્તાધારી પક્ષના નારાજ કોર્પોરેટરોને સમિતિમાં ચેરમેન તેમજ વાઈસ ચેરમેનનો હોદો ઉપરાંત સભ્ય પદ આપી […]