Gujarat

એક વર્ષમાં 6.15 લાખ ગુના નોંધાયા, 58% દારૂ-ડ્રગ્સના

ગુજરાતમાં એક વર્ષમાં વિવિધ પ્રકારના 6.15 લાખ ગુના નોંધાયા છે. પરંતુ તેમાંથી 58% કેસ માત્ર દારૂ અને ડ્રગ્સ સંબંધિત છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો (એનસીઆરબી)ના રિપોર્ટ ક્રાઇમ ઇન ઇન્ડિયા 2024 મુજબ, દેશમાં સૌથી વધુ દારૂબંધીના 3.52 લાખ અને ડ્રગ્સ સંબંધિત 580 કેસ ગુજરાતમાં નોંધાયા હતા. બે વર્ષમાં રાજ્યમાં ગુનાની સંખ્યા 18% વધી છે. 2024માં ઉત્તર […]

Gujarat

જેસરના ઈટીયા ગામે સિંહણ કુવામાં ખાબકી: વન વિભાગે સિંહણનું રેસ્ક્યુ ઓપરેશન કર્યું

જેસર તાલુકાના ઈટીયા ગામે આજે એક સિંહણ કુવામાં પડી જવાની ઘટના બની હતી. આ ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. સ્થાનિક ગ્રામજનોએ તાત્કાલિક વન વિભાગના વન પાલ આર. ડી. બ્લોચને જાણ કરી હતી. માહિતી મળતા જ તેમની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર, સિંહણ પાણીની શોધમાં અથવા શિકારનો પીછો કરતી વખતે અજાણતા […]

Gujarat

1.35 કરોડના બેંકલોન કૌભાંડમાં વધુ એક SBI બેન્ક મેનેજરની અટકાયત

ભાવનગરની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) માં થયેલા કરોડોના લોન કૌભાંડમાં પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે. પીએમઈજીપી (PMEGP) અંતર્ગત લઘુ ઉદ્યોગના નામે ખોટા બિલો રજૂ કરી ₹1.35 કરોડની છેતરપિંડી આચરવાના કેસમાં નીલમબાગ પોલીસે તત્કાલીન બેંક મેનેજરની ધરપકડ કરી છે. પોલીસે આરોપી મેનેજરની ધરપકડ કરી રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કર્યા શહેરના નીલમબાગ સ્થિત એસબીઆઈ […]

Gujarat

જામનગર પેરોલ ફર્લો સ્ક્વોડે લાલપુર બાયપાસ પાસેથી આરોપીને ઝડપી લીધા

જામનગરમાં ફાઇનાન્સ કંપનીમાંથી ટ્રકો લોન પર મેળવી હપ્તા ન ભરી વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરવાના ગુનામાં લાંબા સમયથી ફરાર બે આરોપીઓને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે લાલપુર બાયપાસ પાસેથી ઝડપી પાડ્યા છે. આરોપીઓએ ફાઇનાન્સ કંપની પાસેથી ટ્રકો લોન પર લીધા બાદ તેના હપ્તાની ચુકવણી કરી ન હતી, જેના કારણે કંપની સાથે છેતરપિંડી થઈ હતી. આ મામલે શહેરના […]

Gujarat

પૂર્વ SP પ્રેમસુખ ડેલુની PM બંદોબસ્તમાં ખાસ નિમણૂક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંભવિત જામનગર પ્રવાસને પગલે સમગ્ર પોલીસ તંત્ર એલર્ટ મોડ પર છે. વડાપ્રધાનના બંદોબસ્ત અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિને વધુ સુદ્રઢ બનાવવા માટે જામનગર જિલ્લાના પૂર્વ પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની ખાસ નિમણૂક કરવામાં આવી છે. પ્રેમસુખ ડેલુએ જામનગર જિલ્લામાં ત્રણ વર્ષ સુધી પોલીસ અધિક્ષક તરીકે સફળતાપૂર્વક ફરજ બજાવી છે. તેઓ જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ, સંવેદનશીલ વિસ્તારો […]

Gujarat

ડાંગ જીલ્લાના સાપુતારા અને ડોન હિલ્સમાં કમોસમી વરસાદ

રાજ્યના અનેક જીલાઓના વાતાવરણમાં પલટો જાેવા મળ્યો હતો, જેમાં ડાંગ જિલ્લાના પ્રખ્યાત, સુંદર ગિરિમથક સાપુતારામાં પણ હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. સાપુતારા સહિત તળેટીના વિસ્તારોમાં મેઘરાજાએ એન્ટ્રી કરતા સમગ્ર પંથકમાં ખુશનુમા માહોલ સર્જાયો છે. ગુરૂવારની વહેલી સવારથી જ સાપુતારાના આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા. સાપુતારા ઉપરાંત ગુજરાતના બીજા હિલ સ્ટેશન તરીકે જાણીતા ડોન હિલ્સ […]

Gujarat

આમ આદમી પાર્ટી દ્વારા જામનગર જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ગેરરીતિના આક્ષેપ મામલે કલેક્ટરને આવેદન

તાજેતરમાં યોજાયેલ જામનગર જિલ્લા પંચાયતની ચૂંટણી દરમિયાન ૨૪-સિંગચ બેઠકના સિંગચ ગામના બૂથમાં થયેલી કથિત ગેરરીતિના મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીએ વિશાળ રેલી યોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટીના જામજાેધપુર વિધાનસભાના ધારાસભ્ય હેમંત ખવાની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. આ દરમિયાન જિલ્લા પંચાયત ચૂંટણીમાં પ્રિસાઇડિંગ ઓફિસર […]

Gujarat

અમદાવાદની ઘી કાંટા કોર્ટ પરિસરમાં હિન્દુ-મુસ્લિમ લગ્ન મુદ્દે હોબાળો

અમદાવાદની ઘી કાંટા કોર્ટ પરિસર અચાનક પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું કારણ કે, એક હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવકના લગ્ન રજિસ્ટ્રેશનને લઈને વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના કાર્યકરોએ ઉગ્ર દેખાવો કર્યો હતો. મામલાની ગંભીરતાને જાેતા કોર્ટ પરિસરમાં ૫૦થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. વિરોધને પગલે હાલ પૂરતી આંતરધર્મીય લગ્ન પ્રક્રિયા મોકૂફ રાખવામાં […]

Gujarat

અમદાવાદના નારણપુરા રેલવે ક્રોસિંગ પાસે AMTS બસની બ્રેક ફેઈલ થતા ગમખ્વાર અકસ્માત સર્જાયો

શહેરના નારણપુરા રેલવે ક્રોસિંગ નજીક બપોરના સમયે AMTS બસ દ્વારા એક ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં, રૂટ નંબર ૪૦૦ ની બસની અચાનક બ્રેક ફેઈલ થઈ જતાં ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. બેકાબૂ બનેલી આ બસે રસ્તા પર જઈ રહેલી એક કાર અને ટુ વ્હિલરને જાેરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે વાહનોનો […]

Gujarat

ગુજરાતમાં બેવડી ઋતુ ૬ જિલ્લામાં વરસાદની આગાહી, તો શનિવારથી ફરી ‘હીટવેવ‘નો પ્રકોપ શરૂ થશે

હાલ રાજ્યમાં એકતરફ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે અમુક જિલ્લાઓમાં કમોસમી વરસાદી માહોલ છે, તો બીજી તરફ હવામાન વિભાગે આગામી નવમી મેથી ફરી આકરા હીટવેવની આગાહી કરી છે. રાજ્યના નાગરિકોએ ૨૪ કલાક માટે વરસાદ અને બે દિવસ બાદ કાળઝાળ ગરમીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યાનુસાર, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઇન […]