International

પોલ્ટાવા શહેરમાં બે બેલેસ્ટિક મિસાઈલ છોડવામાં આવી, ૪૧ લોકોના મોત

યુક્રેન પર રશિયાનો મોટો હુમલો, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ માહિતી આપી છે કે પોલ્ટાવા શહેરમાં આજે રશિયન હુમલામાં ૪૧ લોકો માર્યા ગયા છે, જ્યારે ૧૮૦ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. ઝેલેન્સકીએ જણાવ્યું છે કે આ હુમલો પૂર્વ ભાગમાં સ્થિત પોલ્ટાવા શહેરમાં કરવામાં આવ્યો હતો. યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું છે કે પોલ્ટાવા શહેરમાં એક શૈક્ષણિક સંસ્થા અને હોસ્પિટલ […]

International

ફ્રાન્સમાં દરિયાકાંઠે એક બોટ પલટી જતાં સવાર તમામ લોકો પાણીમાં પડી ગયા

બોટ પલટી જતાં ૫૦થી વધુ પાણીમાં પડ્યા, ૧૩ના ડૂબી જવાથી મોત, ઘણાની હાલત ગંભીર ઉત્તર ફ્રાન્સના દરિયાકાંઠે એક બોટ પલટી જતાં ઓછામાં ઓછા ૧૩ માઈગ્રન્ટ્‌સનાં મોત થયાં છે. આ ઘટનાની જાણકારી ઈંગ્લિશ ચેનલએ આપી હતી, જ્યાં એક ૫૦થી વધુ લોકો સવાર બોટ અચાનક ડૂબી ગઈ અને તમામ લોકો પાણીમાં પડી ગયા હતા. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા […]

International

ઉત્તર કોરિયામાં કિમ જાેંગ ઉને ૩૦ અધિકારીઓને મોતની સજા ફટકારી હતી

દરેક દેશમાં ગંભીર ગુના પછી મૃત્યુદંડ આપવામાં આવે છે. ઉપરાંત, ઘણા દેશોમાં મૃત્યુદંડની કોઈ જાેગવાઈ નથી. આ દરમિયાન ઉત્તર કોરિયાએ તેના દેશના અધિકારીઓને એક એવા કેસમાં મોતની સજાની જાહેરાત કરી છે જે તમને ચોંકાવી દેશે. તાજેતરમાં, ઉત્તર કોરિયામાં ભયંકર પૂર આવ્યું હતું, જેમાં ૪ હજાર લોકોએ જીવ ગુમાવ્યો હતો, લોકોના ઘરો બરબાદ થયા હતા અને […]

International

અમેરિકાએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિનું વિમાન જપ્ત કર્યું, જાણો સમગ્ર મામલો?..

અમેરિકાએ વેનેઝુએલાના વિવાદાસ્પદ રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોનું વિમાન જપ્ત કર્યું છે. અમેરિકન અધિકારીઓ તેને લેટિન અમેરિકન દેશ ડોમિનિકન રિપબ્લિકમાંથી જપ્ત કરીને ફ્લોરિડા લઈ ગયા. અમેરિકન અધિકારીઓનો આરોપ છે કે આ લક્ઝરી પ્લેન અમેરિકામાં છેતરપિંડીથી ખરીદવામાં આવ્યું હતું અને યુએસની બહાર દાણચોરી કરવામાં આવ્યું હતું. અમેરિકાએ વેનેઝુએલા પર ઘણા પ્રતિબંધો લગાવ્યા છે, આ પ્રતિબંધો હેઠળ બંને દેશો […]

International

ઇઝરાયેલની ગુપ્તચર સંસ્થા મોસાદના એક એજન્ટને પૈસા મોકલી રહ્યો હતો, તુર્કીની પોલીસે આરોપીની ધરપકડ કરી

તુર્કીની પોલીસે ઈઝરાયેલની જાસૂસી સંસ્થા મોસાદના એજન્ટને પૈસા ટ્રાન્સફર કરવાના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે. તુર્કીના સત્તાવાર મીડિયા અનુસાર, આરોપી તુર્કિયેમાં હાજર ઇઝરાયેલના ગુપ્તચર એજન્ટને પૈસા પહોંચાડતો હતો. કોસોવોના લિરિડોન રેક્સેપી તરીકે ઓળખાયેલ શંકાસ્પદ, ૨૫ ઓગસ્ટના રોજ તુર્કીમાં પ્રવેશ્યો હતો અને ગયા શુક્રવારે તેની અટકાયત કરવામાં આવી હતી. મંગળવારે તુર્કીની પોલીસે ઔપચારિક રીતે તેની […]

International

ફ્રાન્સ બાદ દક્ષિણ કોરિયામાં ટેલિગ્રામ વિરુદ્ધ તપાસ શરૂ

ટેલિગ્રામના ઝ્રઈર્ં પાવેલ દુરોવની મુસીબતો ઓછી થતી દેખાઈ રહી નથી, તેમ છતાં તેમને ફ્રાન્સમાં જામીન મળી ગયા છે, પરંતુ હાલમાં તેમણે ફ્રાન્સમાં રહીને તપાસનો સામનો કરવો પડશે, તો બીજી તરફ તેમની કંપનીને વધુ એક મોટો ફટકો પડ્યો છે. દક્ષિણ કોરિયાની પોલીસે ટેલિગ્રામ વિરુદ્ધ તપાસ શરૂ કરી છે. યોનહાપ ન્યૂઝ એજન્સીએ અહેવાલ આપ્યો છે કે દક્ષિણ […]

International

ચીનમાં એક બસે વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતાને ટક્કર મારી, ૧૧ના મોત, ૧૩ ઘાયલ

પૂર્વ ચીનમાં એક દુઃખદ અકસ્માતમાં ૧૧ લોકોના મોત થયા છે. અહીં મંગળવારે વહેલી સવારે બનેલી આ ઘટનામાં એક બસે વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતાને ટક્કર મારી હતી, જેમાં ૧૧ લોકોએ જીવ ગુમાવ્યા હતા જ્યારે ૧૩ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટના બાદ ચારેબાજુ હોબાળો મચી ગયો હતો. આ અકસ્માત […]

International

ફ્રાન્સની સરકારે બાળકોને સ્કુલમાં સ્માર્ટ ઉપકરણોના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો

સ્માર્ટ ઉપકરણોનો ટ્રેન્ડ દિવસેને દિવસે વધી રહ્યો છે. જ્યાં એક તરફ સ્માર્ટફોને લોકોનું જીવન સરળ બનાવ્યું છે તો બીજીતરફ તેનો વધતો ઉપયોગ લોકોના સ્વાસ્થ્ય માટે ઘાતક સાબિત થઈ રહ્યો છે. યુવાનો હોય, વૃદ્ધ હોય કે બાળકો, દરેક વ્યક્તિ સ્માર્ટફોનના વ્યસની થઈ રહ્યો છે. બાળકોમાં મોબાઈલ એડિક્શનના જાેખમને ધ્યાનમાં રાખીને ફ્રાંસ સરકારે એક મોટું પગલું ભર્યું […]

International

રફાહ પાસે હમાસની ટનલમાંથી છ બંધકોના મૃતદેહ મળી આવ્યા

બંધકોના મૃતદેહમાં અમેરિકન નાગરિક હર્ષ ગૉલ્ડબર્ગ-પૉલીનનો પણ સમાવેશ રફાહ પાસે હમાસની ટનલમાંથી છ બંધકોના મૃતદેહ મળી આવ્યા છે, જેમાં અમેરિકન નાગરિક હર્ષ ગૉલ્ડબર્ગ-પૉલીનનો પણ સમાવેશ થાય છે. સમાચારની પુષ્ટિ થયા પછી યુએસ પ્રમુખ જૉ બાઇડેન ગુસ્સે થયા, હમાસને ચેતવણી આપી કે ‘હમાસને તેના ગુનાઓની કિંમત ચૂકવવી પડશે.’ વ્હાઇટ હાઉસે કહ્યું કે ‘હમાસ એક દુષ્ટ આતંકવાદી […]

International

મ્યાનમારમાં ગરીબી અને દેવાથી મુક્તિ મેળવવા લોકો સોશિયલ મીડિયા પર પોતાની કિડની વેચવાની એડ આપી રહ્યાં છે

મ્યાનમારમાં આર્થિક સંકટ હાલમાં ચરમસીમાએ છે. લોકો ગરીબી અને દેવા હેઠળ દટાયેલા છે. દેશની મોટી વસ્તી ગરીબી રેખા નીચે જીવવા માટે મજબૂર છે. મ્યાનમાર સરકાર લોકોને ગરીબીમાંથી બહાર કાઢવાના દાવા કરી રહી છે, પરંતુ જમીન પરના આ દાવાની વાસ્તવિકતા અલગ છે. મ્યાનમારની સ્થિતિ એવી છે કે, લોકો પોતાની કિડની પણ વેચવા મજબૂર છે. તેઓ કિડની […]