રોટરી ક્લબ તરફથી લોકસભાનાં અધ્યક્ષ ઓમ બિરલાજીને સ્મૃતિભેટ અર્પણ કરવામાં આવી રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા આપણી લોકશાહીની ધરોહર અને લોકશાહીનું મંદિર એવાં લોકસભાની મુલાકાત લેવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અંકલેશ્વરનાં સભ્યો તેમજ તમામ હોદ્દેદારો સાથે મળીને લોકસભાનાં અધ્યક્ષ ઓમ બિરલાજીને રૂબરૂ મળી રોટરી ક્લબ અંકલેશ્વરનાં પ્રોજેક્ટ વિશેની માહિતી આપી હતી. અત્રે તમામ સભ્યોએ સ્પીકર […]
Author: JKJGS
સાવરકુંડલામાં સ્વામી નિર્દોષાનંદજી આશ્રમ દ્વારા આયોજિત મહાશિવરાત્રી પર્વ પર બહેનો દ્વારા શ્રી પાર્થિવ શિવલિંગ મહાપૂજાની ચાર પ્રહરની મહાપૂજા કરવામાં આવી
બહેનો દ્વારા મહાશિવરાત્રી પર્વ પર પાર્થિવ શિવલિંગ મહાપૂજાની ચાર પ્રહરની મહાપૂજા એ ખરેખર ભારતીય સંસ્કૃતિના સંવર્ધન માટે ગૌરવની ક્ષણ ગણાય. આમ નારીશક્તિનું ધાર્મિક અને આધ્યાત્મિક ક્ષેત્રે અગ્રેસર રહેવું એ ખરેખર નોંધનીય ઘટના ગણાય મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે એક સાથે ૫૫૦ થી વધુ બહેનો પાર્થિવ શિવલિંગની ચારેય પ્રહરની મહાપૂજા ખૂબ જ આસ્થા અને ભક્તિભાવ સાથે કરે […]
સાવરકુંડલામાં સ્વામી શ્રી નિર્દોષાનંદજી સત્સંગ આશ્રમમાં મહાશિવરાત્રિ મહોત્સવ, રથયાત્રા, રક્તદાન કેમ્પ, સમૂહ પાર્થિવ શિવલિંગ મહાપૂજા તેમજ પુસ્તક વિમોચન સમારોહ ભવ્યતાથી ઉજવાયા
પૂજ્યપાદ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજની પાવન તપઃસ્થલી અને આધ્યાત્મિક ચેતનાથી પરિપૂર્ણ એવા સાવરકુંડલા મુકામે આવેલા સ્વામી શ્રી નિર્દોષાનંદજી સત્સંગ આશ્રમમાં ગત તા.૨૬-૨-૨૫ ને બુધવારનાં રોજ મહાશિવરાત્રિ મહોત્સવ, સમૂહ પાર્થિવ શિવલિંગ મહાપૂજા તેમજ પૂજ્યપાદ સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજ દ્વારા લિખિત પુસ્તક – પ્રેમભરી પ્રાર્થના- નાં વિમોચનનો ભવ્યાતિભવ્ય સમારોહ ખૂબ જ સફળતાપૂર્વક સમ્પન્ન થયો હતો. […]
સાવરકુંડલા શહેરમાં આવેલ સરકારી પ્રાથમિક શાળા પે સેન્ટર શાળા નંબર – ૧ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી
ખાસ નોંધનીય બાબત એ છે કે આ શાળા ખાનગી શાળા નથી પરંતુ સંપૂર્ણ સરકારી પ્રાથમિક શાળા છે. આ શાળાના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષણગણ સંપૂર્ણ નિષ્ઠા અને ઉત્સાહ સાથે ભાવી પેઢીને ખરાં અર્થમાં શિક્ષિત કરી રહ્યાં છે. આજના ખાનગીકરણના દોરમાં આ સરકારી પ્રાથમિક શાળા એક નમૂનેદાર શાળા તરીકે પ્રસિધ્ધ છે. આ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે અહીંની શાળા […]
સાવરકુંડલા નાગરિક સહકારી બેંકના ખાતેદારો માટે સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી
ડીઝીટાઈલીઝેશન તરફનું એક વધુ પ્રયાણ સાવરકુંડલા ખાતે આવેલી અને નાના વર્ગને આર્થિક રીતે ખૂબ જ ઉપયોગી એવી સાવરકુંડલા નાગરિક સહકારી બેંકમાં વર્તમાન સંચાલકોએ બેંકના ગ્રાહકો માટે કયું આર કોડની સુવિધા ઉપલબ્ધ કરાવી છે ગઈકાલ તારીખ ૨૮-૨-૨૫ ના રોજ થી કાર્યરત થયેલી સુવિધા બેંકના તમામ ગ્રાહકોને કોઈપણ વધારાના ચાર્જ વગર આપવામાં આવશે આ સુવિધાનાં શ્રી ગણેશ […]
સાવરકુંડલા તાલુકાના ધજડી સરકારી પ્રાથમિક શાળાના આચાર્ય ભીખુભાઈ આજગિયાની મહેનત સ્વરૂપ તેમના સ્નેહીજનો પાસેથી શાળાના ગરીબ બાળકો માટે બ્લેન્કેટ દાન સ્વરૂપે મેળવી બાળકોને અર્પણ કરવામાં આવેલ
તારીખ ૧/૩/૨૦૨૫ ના રોજ ધજડી પરા (બોઘરીયાણી) પ્રાથમિક શાળાના આચાર્ય ભીખુભાઈ આજગિયાની મહેનતથી તેમના જ સંબંધી પાસેથી બ્લેન્કેટનું દાન મેળવી શાળામાં ભણવા આવતા, વાડીઓમાં મજૂરી કામ કરતા ગરીબ વાલીઓના બાળકોને બ્લેન્કેટ અર્પણ કરવામાં આવ્યા જેમાં આ શાળાના નિવૃત્ત શિક્ષિકા બહેન ચેતનાબેન ચાવડા તેમજ એસએમસી સભ્ય કૈલાસબેન રંગાણી ગામના સરપંચ મહેશભાઈ રાદડિયા તેમજ સુરેશભાઈ રંગાણી અને […]
ગૌમાતા ને રાજ્ય માતા નો દરજ્જો આપવા ની માંગ સાથે મિંઢોર બંધ હાથે વરરાજો આવેદનપત્ર આપવા પહોંચ્યો
મહારાષ્ટ્ર ની જેમ ગુજરાતમાં ગૌમાતા ને રાજ્ય માતા નો દરજ્જો આપો : અર્જુન આંબલીયા લગ્નમાં હોલિકોપ્ટર થી જાન તથા લગ્નના ભવ્ય આયોજન વિશે તો તમે સાંભળ્યું હશે પણ કલ્યાણપુર તાલુકાના દેવળીયા ગામના વતની અને ગુજરાત ના જાણીતા ગૌભકત અર્જુન આંબલીયા ના અનોખી રીતે લગ્ન કરવામાં આવ્યા. મિંઢોળ બાંધ્યા પછી વરરાજા બહાર ના જઈ શકે તેવી […]
કેન્દ્રીય મંત્રીશ્રી ડો. મનસુખભાઈ માંડવીયાની અધ્યક્ષતામાં જામકંડોરણા અને ગોંડલ તાલુકા ખાતે દિવ્યાંગ સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો
કુલ ૨૩૮ લાભાર્થીઓને કુલ રૂ. ૪૩ લાખથી વધુના ૪૩૦ સાધનોનો લાભ અપાયો ભારત સરકારના શ્રમ અને રોજગાર, યુવા બાબત, રમતગમત વિભાગના કેન્દ્રીય મંત્રીશ્રી ડો. મનસુખભાઈ માંડવીયાની અધ્યક્ષતામાં જામકંડોરણા અને ગોંડલ તાલુકાના અનીડા-ભાલોડી ગામ ખાતે દિવ્યાંગ સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ બંને કેમ્પ જિલ્લા વહીવટી તંત્ર અંતર્ગત પી.જી.વી.સી.એલ. (પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ) દ્વારા એલીમ્કોના સહયોગથી […]
ગાયત્રી સેવા શ્રમ ટ્રસ્ટ ટીંબડી પ્રાચીમાં ફ્રી નેત્ર નિદાન કેમ્પ તથા ફ્રી હોમિયોપેથીક કેમ્પ
ગાયત્રી સેવા શ્રમ ટ્રસ્ટ ટીંબડી પ્રાચીમાં ફ્રી નેત્ર નિદાન કેમ્પ તથા ફ્રી હોમિયોપેથીક કેમ્પ(દેશી દવા) નું આયોજન કરવામાં આવ્યું જેમાં 68 દર્દીઓએ ઓપીડી કરવામાં આવી તથા તેમાંથી 22 દર્દીઓને મોતીયા નાં ઓપરેશન માટે રાજકોટ શ્રી રણછોડદાસ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા. 45 દર્દીઓને જનરલ ઓપીડી કરી સારવાર તથા દવાઓ આપવામાં આવી. આ કેમ્પને સફળ બનાવવા […]
આજનું રાશિફળ (02/03/2025)
મેષ આજના દિવસે તમારે તબિયતની ધ્યાન રાખવાની ચોક્કસ જરૂર છે. આજ ના દિવસે તમારે દારૂ જેવી માદક વસ્તુ નું સેવન ના કરવું જોઈએ કેમકે નશા ની સ્થિતિ માં તમારી કોઈ મોંઘી વસ્તુ ખોવાઈ શકે છે. એક સુંદર અને અદભુત સાંજ માટે મહેમાનો તમારા ઘરમાં ભીડ કરશે. તમારૂં સ્મિત તમારા પ્રિયપાત્રની ખુશા માટેની અકસીર દવા છે. […]










