Gujarat

જૂનાગઢ ખેતી બેંકની ચૂંટણી પ્રક્રિયામાં હાઈ વૉલ્ટેજ ડ્રામા

જૂનાગઢ જિલ્લા જમીન વિકાસ બેંક (ખેતી બેંક) ની વિસાવદર શાખાની તાલુકા અને પ્રતિનિધિ સભ્યની ચૂંટણી માટે યોજાયેલી ફોર્મ ચકાસણી દરમિયાન ભારે રાજકીય હાઈવૉલ્ટેજ ડ્રામા સર્જાયો છે. આ પ્રક્રિયામાં આમ આદમી પાર્ટી (AAP) અને ભારતીય જનતા પાર્ટી (BJP) ના ઉમેદવારો તેમજ નેતાઓ સામસામે આવી જતાં કાયદાકીય દાવપેચ અને તીખા આક્ષેપો સાથે રાજકારણ ગરમાયું છે. વિપક્ષના ઉમેદવારનું […]

Gujarat

એનાલોગ પનીર-ચીઝના ગેરકાયદેસર વેચાણ પર ફૂડ વિભાગ ત્રાટક્યું

રાજ્ય સરકાર દ્વારા ગેઝેટ નોટિફિકેશન બહાર પાડીને ‘એનાલોગ પનીર’ અને ‘ચીઝ એનાલોગ’ના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યા બાદ જૂનાગઢમાં તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. અગાઉ જૂનાગઢ કલેક્ટર દ્વારા લોકોના આરોગ્ય સાથે થતા ચેડાં અંગે વ્યક્ત કરાયેલી નારાજગી બાદ, જૂનાગઢ મહાનગરપાલિકાની ફૂડ શાખા અને જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ કન્ટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCA) ની સંયુક્ત ટીમોએ શહેરના […]

Gujarat

લાલપુરમાં ‘સમરસ વિદ્યાસેતુ’ અભિયાનને વેગ, શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડાયેલા બાળકોનું કરાયું સ્વાગત

લાલપુર તાલુકા શાળામાં ‘સમરસ વિદ્યાસેતુ અભિયાન’ અંતર્ગત એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય શાળા છોડી ગયેલા બાળકોને ફરીથી શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડવાનો છે. આ અભિયાન હેઠળ, શાળા છોડી ગયેલા બાળકોને શોધીને તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે. કાર્યક્રમ દરમિયાન, પુનઃપ્રવેશ મેળવનાર બાળકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને શિક્ષણનું મહત્વ સમજાવવામાં […]

Gujarat

અલિયાબાડા-જામનગર નવી બ્રોડગેજ લાઈન રેલવે સેફ્ટી કમિશનરનું નિરીક્ષણ

રાજકોટથી કનાલુસ વચ્ચે ચાલી રહેલા નવી બ્રોડગેજ રેલવે લાઈનના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ અંતર્ગત શુક્રવારે સુરક્ષા અને સલામતીના ભાગરૂપે એક મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં રેલવે સેફ્ટી કમિશનર (CRS) દ્વારા અલિયાબાડાથી જામનગર વચ્ચે નવનિર્મિત રેલવે લાઈનનું સફળતાપૂર્વક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ટ્રેનની ટ્રાયલ કરવામાં આવશે. આ વિશેષ તપાસ મુખ્યત્વે ભવિષ્યમાં આ રૂટ પર હાઈ-સ્પીડ ટ્રેનોના […]

Gujarat

જામનગરમાં પોલીસ પર હુમલો, લાફો મારવાનો પ્રયાસ

જામનગર શહેરમાં પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરી સરકારી ફરજમાં રૂકાવટ કરવાના ગુનામાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. શુક્રવારે પોલીસે બંને આરોપીને ઘટનાસ્થળે લઈ જઈ ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, 112 જનરક્ષક ટીમના પોલીસ કોન્સ્ટેબલ નીલેશ ગોવિંદભાઈ અધેરા અને ડ્રાઇવર અજયસિંહ સોઢા મારામારીની ફરિયાદના અનુસંધાને કાલાવડ નાકા બહાર બુરહાની પાર્ક વિસ્તારમાં પહોંચ્યા હતા. […]

Gujarat

ધ્રોલમાં વનમંત્રીના અધ્યક્ષ સ્થાને થશે ઉજવણી; કલેક્ટર પી.બી. પંડ્યાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા સ્થિત ઐતિહાસિક ભૂચરમોરી ખાતે આગામી 15 ઓગસ્ટના રોજ વન અને પર્યાવરણ મંત્રી તથા પ્રભારી મંત્રી અર્જૂનભાઈ મોઢવાડીયાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી યોજાશે. આ ઉજવણીના સુચારુ આયોજન અર્થે જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં કલેક્ટરે બેઠક વ્યવસ્થા, વીજ પુરવઠો, પીવાનું પાણી, સાંસ્કૃતિક […]

Gujarat

મનપામાં સફાઈ કામદારોની ભરતી, રાજીનામાં, હાજરી પદ્ધતિ સહિતના મુદ્દે મેયરને રજૂઆત, બોગસ સર્ટિફિકેટ અંગેના આક્ષેપો ફગાવ્યા

રાજકોટ મહાનગરપાલિકામાં સફાઈ કામદારોના વિવિધ પડતર પ્રશ્નોને લઈને રાજકોટ વાલ્મિકી સમાજ દ્વારા મેયર ડો. નેહલ શુક્લને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. સમાજના પ્રમુખ મુકેશ પરમારે માંગ કરી હતી કે, મનપામાં 532 સફાઈ કામદારોની ભરતી માટે ભરાયેલા ફોર્મનો ડ્રો તાત્કાલિક કરી ઉમેદવારોને નિમણૂક ઓર્ડર આપવામાં આવે. આ ઉપરાંત સ્વેચ્છિક રાજીનામા આપનાર 225થી 250 કામદારોની પેન્ડિંગ […]

Gujarat

જામનગરમાં ‘સમરસ વિદ્યા સેતુ’ કાર્યક્રમ યોજાયો

2030 સુધીમાં ડ્રોપઆઉટ દર શૂન્ય કરવાની દિશામાં રાજ્ય સરકારનો સંકલ્પ, શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારાઓનું સન્માન રાજ્યમાં એકપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે અને શાળા છોડી ગયેલા બાળકોને ફરીથી શિક્ષણની મુખ્યધારામાં જોડવાના ઉદ્દેશ સાથે જામનગરના ધનવંતરી ઓડિટોરિયમ ખાતે જિલ્લા કક્ષાનો ‘સમરસ વિદ્યા સેતુ’ કાર્યક્રમ યોજાયો હતો. શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં શિક્ષણવિદો, […]

Gujarat

સલાયાના 13 સહિત 14 ક્રૂ મેમ્બર્સનો આબાદ બચાવ‎

લાલ સમુદ્રમાં યમનના હોડેઇડાહ નજીક ભારતીય ધ્વજ ધરાવતા સલાયાના માલવાહક જહાજ પર આંતકી જુથ હુથી દ્વારા હુમલો થયાનો બનાવ બહાર આવ્યો છે.જેમાં માલવાહક જહાજ સાથે નામ વિનાની બોટ અથડાવી હુમલો કરાયો હતો. યમન સરકારના જણાવ્યા મુજબ આ આત્મઘાતી હુમલો હુથી વિદ્રોહી સંગઠન દ્વારા કરવામાં આવ્યો છે. વિસ્ફોટ બાદ જહાજમાં ભીષણ આગ ફાટી નીકળી હત, જોતજોતામાં […]

Gujarat

જોગવડમાં વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી

જામનગર જિલ્લાના જોગવડ ખાતે વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગની ટીમે ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન, માતાઓને સ્તનપાનનું મહત્વ, માતા અને બાળકના સ્વાસ્થ્ય પર તેની સકારાત્મક અસરો, તેમજ જન્મ પછીના પ્રથમ છ મહિના સુધી ફક્ત માતાનું જ દૂધ શા માટે આપવું જોઈએ તે અંગે વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતું. આ ઉપરાંત, […]