રાજ્યની સરકારી એન્જિનિયરિંગ કોલેજોમાં વિદ્યાર્થીઓની બેઠકો વધારી દેવામાં આવી, પરંતુ તે પ્રમાણે શિક્ષણ સ્ટાફની ભરતી ન થતા હવે ગુણવત્તાયુક્ત શિક્ષણ પર સવાલો ઊભા થયા છે. ગુજરાત રાજ્ય સરકારી ઇજનેરી કોલેજ શૈક્ષણિક રાજ્યપત્રિત અધિકારી મંડળ દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખીને તાત્કાલિક શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફની ભરતી કરવાની માગ કરી છે. […]
India
મોરબીમાં ઘરમાંથી 29.24 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું
મોરબીના નવલખી રોડ પર આવેલી શ્રદ્ધા સોસાયટીમાં SOG ટીમે દરોડો પાડી 29.24 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે અને કુલ રૂ. 1.09 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. મોરબી જિલ્લા SOG ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી કે નવલખી રોડ પરની શ્રદ્ધા સોસાયટીમાં […]
ફટાકડાનો માલ મોકલવાના બહાને વડોદરાના 98,600 રૂપિયાની છેતરપિંડી
ફટાકડાનો માલ મોકલવાના બહાને વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા ફટાકડાના વેપારી સાથે 98,600 રૂપિયાની છેતરપિંડી થઈ હતી. આ મામલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં 3 આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરાના તરસાલી ખાતે ધનિયાવી વિસ્તારમાં ફટાકડાનો વ્યવસાય કરતા અરવિંદ ખૈરે માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેમણે અન્ય […]
દેશવ્યાપી આંદોલનના સમર્થનમાં ભાવનગર વિરોધ પ્રદર્શન જોડાયું
નીટ પેપર લીક મામલે ન્યાયની માંગ સાથે મરણિયાં બનેલા સોનમ વાંગચૂક દ્વારા શરૂ કરાયેલી આમરણ ઉપવાસ ભૂખ હડતાલને દેશભરમાંથી વ્યાપક સમર્થન મળી રહ્યું છે ત્યારે આ રાષ્ટ્રીય આંદોલનના સમર્થનમાં હવે ભાવનગરના યુવા એડવોકેટ અને કોંગ્રેસના કુંભારવાડા વોર્ડના નગરસેવક કિશન મેર તેમજ સમર્થકો શહેરના વ્યસ્ત ગણાતા ઘોઘા ગેઇટ ચોક અને મુખ્ય બજાર વિસ્તારમાં હાથમાં પોસ્ટરો સાથે […]
વડાલના હાઈપ્રોફાઈલ જુગારધામ પર દરોડો, ₹3.47 લાખના મુદ્દામાલ સાથે 17 જુગારીઓ રંગેહાથ ઝડપાયા
જૂનાગઢ તાલુકાના વડાલ ગામે ભરવાડપા વિસ્તારમાં રહેણાંક મકાનની બાજુમાં ચાલતા વરલી મટકા અને આંક ફરકના એક મોટા ગેરકાયદેસર જુગારધામ પર સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) એ સફળ દરોડો પાડ્યો છે. આ રેઇડ દરમિયાન પોલીસે જુગાર રમતા અને રમાડતા કુલ 17 શખ્સોને રંગેહાથ ઝડપી લીધા છે, જ્યારે જુગારધામનો મુખ્ય માલિક અને પોરબંદરનો આંકડા કાપનાર શખ્સ સહિત 3 […]
જામનગરની પૃથ્વીએ ગુજરાતનું નામ રોશન કર્યુ
જામનગરના વિભાપર ગામના સામાન્ય પટેલ પરિવારની દીકરીએ દેશમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે. પૃથ્વી સંઘાણીએ દેશના પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ ‘વિક્રમ-1’ના સફળ લોન્ચિંગમાં મહત્વનું યોગદાન આપ્યું છે.પૃથ્વીએ અગ્રણી સ્પેસ સ્ટાર્ટઅપ ‘સ્કાયરૂટ એરોસ્પેસ’ની ગાઇડન્સ નેવિગેશન એન્ડ કંટ્રોલ (GNC) ટીમમાં ‘કંટ્રોલ સિસ્ટમ લીડ’ તરીકે ફરજ બજાવી હતી. પૃથ્વીએ ‘મિશન આગમન’ હેઠળ વિક્રમ-1 લોન્ચ વ્હીકલ માટે ઓટોપાયલટ ડિઝાઇન […]
શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ વિભાપરમાં સંસ્કૃત કક્ષ ખુલ્લો મૂક્યો
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા અનુદાનિત ‘સંસ્કૃત કક્ષ’ના લોકાર્પણ કાર્યક્રમનું આયોજન વિભાપરના સરસ્વતી શિશુ મંદિર ખાતે કરવામાં આવ્યું હતું. શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને આ કક્ષને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંત્રી રિવાબા જાડેજાએ જણાવ્યું હતું કે, આજે સમગ્ર ગુજરાતમાં એકસાથે ૫૦૦ સ્થળોએ આવા સંસ્કૃત ખંડોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પહેલ પ્રાચીન પ્રણાલી […]
જામનગરમાં પ્રાચીન સિક્કા પ્રદર્શન અને વ્યાખ્યાન યોજાયા
જામનગરમાં ડી.કે.વી. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે પ્રાચીન સિક્કાઓનું પ્રદર્શન અને વિદ્વાનોના વ્યાખ્યાનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ ભારતીય ઇતિહાસ સંકલન સમિતિ, રાજકોટ દ્વારા પ્રિન્સિપાલ ડો. પી. વી. બાણગોરીયાના માર્ગદર્શન હેઠળ આયોજિત કરાયો હતો. આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગના અધ્યક્ષ પ્રો. ડો. કલ્પાબેન માણેકે પ્રાચીન સિક્કાઓનું વર્તમાન મહત્ત્વ અને ઇતિહાસ વિષયમાં સંશોધન અંગે માહિતી […]
દીપડા જેવા વન્યપ્રાણીઓને જંગલમાં ખોરાક મળી રહે તે માટે સુરતના જંગલોમાં ૫૦ ચિત્તલ છોડવામાં આવ્યાં
દીપડા જેવા વન્યપ્રાણીઓને જંગલમાં તેનો કુદરતી ખોરાક મળી રહે અને માણસો અને વન્યજીવન વચ્ચેનું ઘર્ષણ ઘટે તે ઉદ્દેશ્યથી સુરત વન વિભાગ દ્વારા તાજેતરમાં માંડવીનાં જંગલમાં તૃણાહારી પ્રાણીઓને છોડવામાં આવ્યાં છે. ગુજરાત વન વિભાગ દ્વારા તાજેતરમાં સાસણ ગીરથી ૫૦ ચિત્તલ (સ્પોટેડ ડીયર) લાવીને સુરત જિલ્લાના માંડવીનાં જંગલોમાં છોડવામાં આવ્યા છે. આ પહેલનો હેતુ એ છે કે, […]
ભાવનગરના મેલાણા ગામમાં ૯ વર્ષીય બાળકનું ચાંદીપુરા વાયરસના કારણે મોત
ભાવનગર જિલ્લામાં આરોગ્ય વિભાગ એલર્ટ થઇ ગયું છે કારણ કે, વલ્લભીપુર તાલુકાના મેલાણા ગામે રહેતા એક ૯ વર્ષીય બાળકને અચાનક તાવ, ઉલટી અને મગજના સોજા (એન્સેફેલાઇટિસ) જેવા ગંભીર લક્ષણો જણાતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. બાળકની તબિયત વધુ લથડતા તેને ગત ૮ જુલાઈએ તાત્કાલિક ભાવનગરની સરકારી હોસ્પિટલ (સર ટી. હોસ્પિટલ) ના સ્પેશિયલ પીડિયાટ્રિક વોર્ડમાં શિફ્ટ કરાયો […]










