Gujarat

વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા બોપલમાં ત્રસ્ત નાગરિકોએ અમદાવાદના મેયરને ઘેરીને સવાલો કર્યા

ગયા અઠવાડિયે શહેરમાં વરસેલા અતિભારે વરસાદ બાદ બોપલ, ઘુમા અને શેલા સહિતના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં પાણી ભરાવાની સમસ્યા થઇ હતી પણ ત્રણ દિવસ બાદ સુધી પણ પાણીનો નિકાલ ન થતાં સ્થાનિકોમાં ભારે રોષ જાેવા મળ્યો. આ દરમિયાન મેયર હિતેષ બારોટ બોપલ ગામની મુલાકાતે પહોંચતા સ્થાનિક રહેવાસીઓ અને કોંગ્રેસના કાર્યકરોએ તેમને ઘેરી પોતાની સમસ્યાઓ રજૂ કરી […]

Gujarat

અમદાવાદ જિલ્લાના સાણંદ-બાવળા તાલુકાઓમાં ભારે વરસાદની પરિસ્થિતિમાં મંત્રીઓ અને અધિકારીઓએ વિવિધ વિસ્તારોની સ્થળ-મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો

શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને મહેસૂલ રાજ્ય મંત્રી સંજયસિંહ મહીડાએ સાણંદ-બાવળાના વરસાદી પાણીથી ગ્રસ્ત વિવિધ વિસ્તારોમાં સ્થિતિની સમીક્ષા કરી સ્થાનિક પ્રતિનિધિઓ અને નાગરિકો સાથે સંવાદ સાધી ત્વરિત પાણી નિકાલ અને રાહત કામગીરી હાથ ધરવા વહીવટી તંત્રને જરૂરી સૂચનાઓ આપી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ જિલ્લામાં વરસેલા ભારે વરસાદના કારણે વિવિધ તાલુકાઓમાં સર્જાયેલી પાણી ભરાવાની […]

Gujarat

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં કારગીલ વિજય દિન નિમિતે ભવ્ય કાર્યક્રમ યોજાયો

મોટાવરાછાના રામ ચોક ખાતે ૧૦૦ ફૂટ ઉંચો રાષ્ટ્ર ધ્વજ લહેરાવવામાં આવ્યો તેમજ સરદાર પટેલની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી મોટા વરાછાના રામ ચોક ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં કારગીલ વિજય દિવસ નિમિતે એક ભવ્ય અને ગૌરવપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટા વરાછા વિસ્તારમાં આપણા દેશની શાન અને અખંડ દેશભક્તિના પ્રતીક સમો ૧૦૦ ફૂટ […]

Gujarat

સુરેન્દ્રનગરના ૧૧ જળાશયોમાં નવા પાણીની આવક; ધોળીધજા અને વાંસલ ડેમ ૧૦૦% ભરાતાં નિચાણવાળા ગામોને સાવચેત કરાયા

છેલ્લા ૪ દિવસમાં થયેલા સાવર્ત્રિક વરસાદને કારણે સુરેન્દ્રનગર જિલ્લામાં જળસંપત્તિમાં નોંધપાત્ર વધારો થયો છે જેમાં જિલ્લાના મુખ્ય ૧૧ જળાશયોમાં મોટા પ્રમાણમાં નવા નીરની આવક થઇ હતી. સ્થાનિક જળસંપત્તિ વિભાગના જણાવ્યા અનુસાર, સુરેન્દ્રનગર શહેરની જીવાદોરી સમાન ધોળીધજા ડેમ અને ચુડા તાલુકાનો વાંસલ ડેમ સંપૂર્ણ એટલે કે ૧૦૦% ભરાઈ ગયા છે. આ સિવાય મૂળી તાલુકામાં આવેલો નાયકા […]

Gujarat

જાયન્ટ્સ ગ્રુપ ઓફ જામનગર રોયલ સહેલી દ્વારા દરેડ સ્લમ વિસ્તારના બાળકો માટે ભોજન, કેક, કપડા અને પગરખાં વિતરણનો સેવાયજ્ઞ યોજાયો

“ના હિન્દુ ના મુસ્લિમ… બસ નાના બાળકો જ ઈશ્વર, અલ્લાહ” એ ભાવના સાથે તાજેતરમાં જામનગરના જી.આઈ.ડી.સી. દરેડ સ્લમ વિસ્તારમાં ‘જાયન્ટ્સ ગ્રુપ ઓફ જામનગર રોયલ સહેલી’ દ્વારા એક પ્રેરણાદાયી સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાકીય કેમ્પમાં આશરે ૨૦૦ જેટલા નાના બાળકો માટે ભોજન, કોલ્ડ ડ્રિંક્સ, કેક, પગરખાં તેમજ નવા કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું. […]

Gujarat

સલાયાના ગૌસેવક સાયબર ફ્રોડનો ભોગ બન્યા:

સલાયાના ગૌસેવક અને સમાજસેવી હરીશભાઈ મથુરાદાસ ગોંડિયા સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે. અબોલ પશુઓની સેવા કરતા આ વૃદ્ધે પોતાના બચત ખાતામાંથી કુલ ₹32,500 ગુમાવ્યા છે. આ ઘટનાને પગલે સલાયામાં ચર્ચા જાગી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બપોરના સમયે હરીશભાઈને એક અજાણ્યા મોબાઈલ નંબર પરથી કોલ આવ્યો હતો. કોલ કરનારે બીમારી અને હોસ્પિટલના કામનું બહાનું બતાવી, મેસેજની […]

Gujarat

ફુલકામાં મઢ ખોલતા દીપડી સામે આવી

ગીર-ગઢડા તાલુકાના ફુલકા ગામમાં એક દીપડી માતાજીના મઢમાં ઘૂસી ગઈ હતી. મહિલા સરપંચના પ્રતિનિધિ જાદવભાઈ બાબુભાઈ વાઘેલાએ મઢનો દરવાજો ખોલતા જ દીપડી સામે આવી ગઈ હતી. તેમણે હિંમત દાખવી સમયસૂચકતાથી દરવાજો બંધ કરી પોતાનો જીવ બચાવ્યો હતો, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, જાદવભાઈ વાઘેલા મઢનો દરવાજો ખોલવા ગયા ત્યારે અંદર દીપડી […]

Gujarat

વેજલપુરમાં વધુ એક જર્જરિત મકાન ધરાશાયી

કાલોલ તાલુકાના વેજલપુર ગામમાં માળી ફળિયાના નાકા પાસે જાહેર રસ્તા પર વધુ એક જર્જરિત મકાન ધરાશાયી થયું છે. વરસાદના કારણે મકાન તૂટી પડતાં તેનો કાટમાળ રસ્તા પર વેરવિખેર થઈ ગયો હતો, જેના કારણે જાહેર માર્ગ પરની અવરજવર સદંતર બંધ થઈ ગઈ હતી. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ચોમાસાની ઋતુ અને વરસાદને કારણે લોકો […]

Gujarat

પંચમહાલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાઇરસથી વધુ એક બાળકનું મૃત્યુ

પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરા વાઇરસે વરસાદ ન વરસતા કોઇ નવો કેસ નોંધાયો ન હતો. બે દિવસથી સતત વરસી રહેલા વરસાદને લઇને ચાંદીપુરા વાઇરસ સક્રીય થયો છે. જેમાં શુક્રવારે ગોધરા તાલુકાના ગોવિંદી ગામ ખાતે ચાંદીપુરા વાયરસનો 1 નવો શંકાસ્પદ કેસ અને 1 શંકાસ્પદ દર્દીનું મૃત્યુ નોંધાયું છે. ત્યારે તંત્ર માટે રાહતની વાત એ છે કે શનિવારે કોઈ […]

Gujarat

ધોળકામાં 100થી વધુ લોકોનું રેસ્ક્યુ: ભારે વરસાદથી ફસાયેલા લોકોને NDRF

ધોળકા શહેરમાં મુશળધાર વરસાદને કારણે આકાશી આફત જેવી સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યા હતા, જેના કારણે અનેક લોકો પોતાના ઘરોમાં ફસાયા હતા. ખાસ કરીને બુટ ભવાની નગર અને ભેટવાડા જેવા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં પરિસ્થિતિ ગંભીર બની હતી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ધોળકા વહીવટી તંત્ર તાત્કાલિક સક્રિય થયું હતું. પ્રાંત […]