અમદાવાદ એરપોર્ટ પર ફરી એકવાર ગેરકાયદેસર રીતે લાવામાં આવતું સોનું પકડાયું છે જેમાં, જેદ્દાહથી આવેલી ચાર મહિલા મુસાફરો પાસેથી ૧.૫૨ કરોડ રૂપિયાની કિંમતનું ૨૪ કેરેટ સોનું જપ્ત કરવામાં આવ્યું છે. તસ્કરોએ સોનાને ઓળખાય નહીં તે રીતે તેના પર રોડિયમનું પડ ચઢાવ્યું હતું, પરંતુ કસ્ટમ્સ અધિકારીઓની સતર્કતાએ આ આખા ખેલનો પર્દાફાશ કર્યો હતો. ૧ ફેબ્રુઆરીના રોજ […]
India
જોડિયા તાલુકાના : હડિયાણામાંથી 192 બોટલ દારૂ ઝડપાયો: LCB પોલીસે 8.64 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોને પકડયા
જામનગર LCB પોલીસે જોડિયા તાલુકાના હડિયાણા ગામની સીમમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ ₹8,64,700ના મુદ્દામાલ સાથે બે શખ્સોની ધરપકડ કરી છે. ઝડપાયેલા મુદ્દામાલમાં 192 બોટલ વિદેશી દારૂનો સમાવેશ થાય છે, જેની કિંમત ₹2,59,200 આંકવામાં આવી છે. આ ઉપરાંત, બે મોબાઈલ ફોન (કિંમત ₹5,500) અને એક મારુતિ સ્વિફ્ટ કાર (કિંમત ₹6,00,000) પણ […]
સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ નો ૬૭ મો સમૂહ લગ્ન સમારોહ યોજાયો
સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ નો ૬૭ મો સમૂહ લગ્ન સમારોહ યોજાયો સમૂહ લગ્નના માધ્યમથી સામાજીક ક્રાંતિનો શંખ ફૂકનાર શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી આજે યોજાયેલા ૬૭માં સમૂહ લગ્ન સમારોહમાં ૭૧ યુગલો લગ્ન ગ્રંથીથી જોડાયા છે. આજે ચાર દાયકા પહેલા સમૂહ લગ્ન પ્રવુતિનો પ્રારંભ થયો હતો. ૧૯૮૩ માં પ્રથમ સમુહ લગ્ન સમારોહ યોજાયો હતો. […]
રાજકોટ અપહરણ/દુષ્કર્મ તથા એટ્રોસીટીનાં ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કર્વોડ.
રાજકોટ અપહરણ/દુષ્કર્મ તથા એટ્રોસીટીનાં ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કર્વોડ. રાજકોટ શહેર તા.૧/૨/૨૦૨૬ ના રોજ ગુજરાત રાજયના પેરોલ જમ્પ તથા નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય, જે સુચના અન્વયે P.I ભાર્ગવસિંહ ઝણકાટ ના માર્ગદર્શન હેઠળ જે.જી.તેરૈયા તથા પેરોલ ફર્લો સ્કર્વોડ ની ટીમના માણસો સતત પ્રયત્નશીલ હતા. દરમ્યાન હ્યુમન સોર્સ […]
ગાંજો વેચનાર શખ્સને 5 વર્ષની કેદ અને 25 હજારનો દંડ
ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા વર્ષ 2018માં દહેગામ તાલુકાના સામેત્રી ગામના ચાર રસ્તા પાસે લાકડાના કેબિનમાં છૂપી રીતે ગાંજાનો જથ્થો રાખી તેનું વેચાણ કરવાના ગુનામાં અજીતભાઇ ધનાજી ઠાકોરને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો હતો. જે કેસમાં ગાંધીનગરના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એસ. વી. શર્મા એ આરોપીને 5 વર્ષની સખત કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો છે. લાકડાની કેબિનમાં […]
ગાંધીનગરના નિવૃત્ત વૃદ્ધને 45 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કર્યા
ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના પાનસર ગામે રહેતા એક નિવૃત્ત વૃદ્ધ ડિજિટલ અરેસ્ટના શિકાર બન્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સાયબર ઠગોએ દિલ્હી પોલીસના નામે ખોટી ઓળખ આપી વૃદ્ધને દોઢ મહિના સુધી માનસિક ભયમાં રાખ્યા હતા અને તપાસના બહાને કુલ 49 લાખની છેતરપિંડી આચરી હતી. આ અંગે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ […]
PSI ભરતીમાં 8679 ઉમેદવાર ક્વોલિફાઇડ
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી બિનહથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) ભરતી 2024-25 અંગે મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. બંને પરીક્ષા પૂર્ણ થયા બાદ ક્વોલિફાઇડ થયેલા 8679 ઉમેદવારનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, જે પૈકીના 1023 ઉમેદવારને 5 ફેબ્રુઆરીથી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવાશે, જેના કોલલેટર 2 ફેબ્રુઆરીથી ડાઉનલોડ કરી શકાશે. ગુજરાત પોલીસ ભરતી […]
કચ્છનું છારી-ઢંઢ હવે રામસર સાઇટ; રાજ્યમાં હવે 5 આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ્સ
કચ્છના રણની મધ્યમાં આવેલું અને પક્ષીઓના સ્વર્ગ તરીકે જાણીતું ‘છારી-ઢંઢ’ હવે સત્તાવાર રીતે ‘રામસર સાઇટ’ જાહેર કરવામાં આવ્યું છે. 2 ફેબ્રુઆરી, 2026ના રોજ ઉજવાનારા ‘વિશ્વ વેટલેન્ડ્સ દિવસ’ પૂર્વે કેન્દ્રીય પર્યાવરણ અને વન મંત્રી ભૂપેન્દ્ર યાદવે સોશિયલ મીડિયા પર આ મહત્વની જાહેરાત કરી છે. છારી-ઢંઢની સાથે ઉત્તરપ્રદેશના પટના પક્ષી અભયારણ્યને પણ આ યાદીમાં સ્થાન મળ્યું છે. […]
માલવણ હોટલના પાર્કિંગમાંથી ટ્રકમાંથી 33,816 બોટલ દારૂ સાથે ડ્રાઈવર પકડાયો
પાટડી તાલુકાના માલવણ હાઈવેની એક હોટલ પાર્કિંગમાંથી ટ્રકમાંથી 33,816 બોટલ અને રૂ. 1.68 કરોડના મુદામાલ સાથે ડ્રાઈવર પકડાયો હતો. જેમાં ગાંધીનગર એસએમસીએ દરોડો પાડી વિદેશી દારૂ, મોબાઈલ, કવરિંગ પ્લાયબોર્ડ અને ટરબો ટ્રક સાથે રૂ.1,68,53,800નો મુદ્દામાલ ઝબ્બે કરી કુલ 4 શખસ સામે બજાણા પોલીસ મથકે ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. ગાંધીનગર […]
સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકના વેપાર સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. શહેરમાં વિવિધ સ્થળોએ દરોડા પાડીને કુલ 1200 કિલોથી વધુ પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે. આ કાર્યવાહીમાં ત્રણ વેપારીઓને કુલ 50,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનર ડો. નવનાથ ગવ્હાણેના માર્ગદર્શન હેઠળ અને નાયબ મ્યુનિસિપલ કમિશનર કે.આર. ચૌહાણની અધ્યક્ષતામાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ […]










