Gujarat

દેવભૂમિમાં દરિયાઇ-વન્ય જીવોના અંગોના ગેરકાયદે વેપલાનો પર્દાફાશ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રતિબંધિત અને અમૂલ્ય વન્યજીવ તેમજ દરિયાઈ સૃષ્ટિના અંગોની ગેરકાયદેસર હેરફેર અને વેચાણ કરતા તત્વો સામે સ્પેશિયલ ઓપરેશન ગ્રૃપે લાલ આંખ કરી છે જેમાં ખંભાળિયામાં જુદા જુદા બે દરોડામાં પોલીસે વ્હેલ માછલીની ઉલટી,કસ્તુરી અને સિંહના બે નખ સહિત રૂા. 1.08 કરોડના પ્રતિબંધિત મુદામાલ સાથે અમરેલીના બે અને ધ્રોલના એક શખસને દબોચી લીઘો હતો.પોલીસે […]

Gujarat

દરેડ GIDCએ 8 હજાર કિલો કેરીનું જરૂરિયાતમંદોને વિતરણ કર્યું

જામનગર નજીક દરેડ જીઆઇડીસી (ફેઝ-૩) માં ‘એલ રોડ મિત્ર મંડળ’ દ્વારા સમાજ સેવા માટે એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. આ મંડળ દર વર્ષે હજારો કિલો કેરીનું વેચાણ કરી તેમાંથી મળતા નફાનો ઉપયોગ સત્કાર્યોમાં કરે છે. ચાલુ વર્ષે આ જૂથે અંદાજિત 8,000 કિલો ઉચ્ચ ગુણવત્તાયુક્ત કેરીનું સફળતાપૂર્વક વેચાણ કર્યું છે. મંડળનું સંચાલન મનસુખભાઈ પટેલ […]

Gujarat

લાલપુર મામલતદાર કચેરી ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ

રાજ્ય સરકારના “12 વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ” કાર્યક્રમ હેઠળ લાલપુર મામલતદાર કચેરી ખાતે જનકલ્યાણ શિબિરનું આયોજન કરાયું હતું. આ શિબિરમાં લાલપુર તાલુકાના વિવિધ ગામોના અરજદારો અને લાભાર્થીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી સરકારી યોજનાઓ વિશે માહિતી મેળવી હતી. શિબિરમાં વિવિધ સરકારી વિભાગો દ્વારા સ્ટોલ ઊભા કરીને નાગરિકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ગુજરાત ગ્રામિણ બેંક […]

Gujarat

જામનગરમાં મહોરમ પૂર્વે 24 તીક્ષ્ણ હથિયાર જપ્ત

જામનગરમાં આગામી મહોરમના તહેવારને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસે શહેરમાં શાંતિ અને સલામતી જાળવવા માટે વિશેષ ‘હથિયાર કેસ ડ્રાઇવ’નું આયોજન કર્યું હતું. આ ડ્રાઇવ અંતર્ગત કુલ 24 તીક્ષ્ણ હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે. રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય અને પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ શરીર સંબંધી ગુનાઓ અટકાવવા આ કાર્યવાહી કરાઈ હતી. આ ડ્રાઇવ […]

Gujarat

રાજકોટ ભાવનગર હાઇ-વે કાળીપાટ ચોકડી પાસેથી કારમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે 2 ઇસમોને પકડી પાડતી PCB શાખા.

રાજકોટ ભાવનગર હાઇ-વે કાળીપાટ ચોકડી પાસેથી કારમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે 2 ઇસમોને પકડી પાડતી PCB શાખા. રાજકોટ શહેર વિસ્તારમાં પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ પી.સી.બી. ના પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન મહીપાલસિંહ ઝાલા, ઘનશ્યામસિંહ ચૌહાણ, હરદેવસિંહ […]

Gujarat

હાઈકોર્ટે રાજવી પરિવારનો જમીન માલિકીનો દાવો નકાર્યો, વડોદરા કોર્ટના 35 વર્ષ જૂના આદેશને માન્ય રાખ્યો

મંદિર ટ્રસ્ટની મિલકત પર વડોદરાના રાજવી પરિવારનો દાવો હાઇકોર્ટે ફગાવી દેતો ચુકાદો આપ્યો છે. આ સાથે જ હાઇકોર્ટે રાજવી પરિવાર દ્વારા દાખલ કરાયેલી અરજીને રદ કરતાં 35 વર્ષ જૂના વડોદરા કોર્ટના આદેશને માન્ય રાખ્યો છે. જેમાં ચેરિટી કમિશનર દ્વારા પસાર કરાયેલા આદેશોને પડકારવામાં આવ્યો હતો અને તે મામલે વડોદરામાં જમીનનો એક ટુકડો શ્રી યવતેશ્વર મહાદેવ […]

Gujarat

ગોધરામાં TET મુક્તિ માટે શિક્ષકોનો વિરોધ પ્રદર્શન

ગોધરામાં TET મુક્તિની માંગ સાથે શિક્ષકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. બામરોલી રોડ પર આવેલી સાંદિપની સ્કૂલ સંકુલ ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ, ગુજરાત દ્વારા આ ધરણા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ વિરોધ પ્રદર્શનમાં પંચમહાલ અને આસપાસના વિસ્તારોમાંથી ૨ હજારથી વધુ શિક્ષકો એકત્રિત થયા હતા. તેમણે સરકાર સમક્ષ TET માંથી મુક્તિ આપવાની માંગ કરી […]

Gujarat

ગોધરામાં ધોધમાર વરસાદથી મેસરી નદી બે કાંઠે

ગોધરા શહેરમાં ધોધમાર વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. શહેરના મધ્યમાંથી પસાર થતી મેસરી નદીમાં પાણીની ભારે આવક થતાં નદી બે કાંઠે વહેતી થઈ છે. આ ઉપરાંત, ગોન્દ્રા વિસ્તારમાં આવેલો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેના કારણે વાહનવ્યવહારને અસર થઈ છે. મેસરી નદીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થતાં ગોન્દ્રા કોઝવે સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયો હતો. […]

Gujarat

યશોદાધામમાંથી 10.6 કિલો ગાંજા સાથે એક ઝડપાયો

પૂર્વ કચ્છ પોલીસે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરી છે. ભચાઉ પોલીસે યશોદાધામમાંથી 10.6 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. જપ્ત કરાયેલા ગાંજાની બજાર કિંમત ₹5.33 લાખ આંકવામાં આવી છે. પોલીસે દરોડા દરમિયાન આરોપી ધરણીધરણ દુર્ગાચરણ રાઉતને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી 10.6 કિલો ગાંજા ઉપરાંત એક મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે […]

Gujarat

ભચાઉ પોલીસે ઓનલાઈન સટ્ટાખોરીનો પર્દાફાશ કર્યો

ભચાઉ પોલીસે ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમતા એક શખ્સની ધરપકડ કરી છે. આ કાર્યવાહી પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને નાયબ પોલીસ અધિક્ષક સાગર સાબડાની સૂચના તથા પીઆઇ ડી. ડી. ઝાલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. ભચાઉ શહેરના જય માતાજી ચોક નજીકથી આરોપી હર્ષદ મહેશ ઠક્કર (રહે. ફૂલવાડી) ને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે તેની […]